સુખ-સમૃદ્ધિ માટે સોમવાર નાં દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જાણો તે વિશેની માન્યતાઓ

સોમવાર નાં દિવસ નું ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ દિવસ ભગવાન શિવને સમર્પિત છે. માન્યતા છે કે, આ દિવસે ભગવાન શિવજીની આરાધના કરવા પર ભગવાન શિવજીની કૃપા દૃષ્ટિ બની રહે છે. આ દિવસે વ્રત કરનાર ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ દિવસે કેટલાક ઉપાયો કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. સાથે જ લોકોને કેટલીક સાવધાની રાખવાની સલાહ પણ આપવામાં આવે છે. ચાલો જાણીએ તે વિશે વિસ્તારમાં
આ કામ કરવાથી લાભ થાય છે
માનવામાં આવે છે કે, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તોએ સોમવાર નાં દિવસે સવારના નિત્યકર્મથી નિવૃત્ત થઈ સ્નાન કરી ને પૂજા સ્થળ ને સાફ કર્યા બાદ શિવ ચાલીસા નાં પાઠ કરવા. તેમજ જ્યોતિષમાં માનવામાં આવે છે કે, સવારે અને સાંજે કાળા તલ અને કાચા ચોખા મેળવીને દાન કરવાથી આર્થિક લાભ થાય છે. જણવામાં આવે છે કે, એવું કરવાથી પિતૃદોષનો પ્રભાવ ઓછો થાય છે. સાથેજ જીવનની દરેક પરેશાની દૂર થાય છે. એવું પણ કહે છે કે જે લોકો ગૃહ નિર્માણ નું કાર્ય શરૂ કરવા ઈચ્છતા હોય તેને શરૂઆત સોમવાર નાં દિવસે કરવી જોઈએ. એવું કરવું શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત ક્યાંય પણ રોકાણ કરવા માટે સોમવારનો દિવસ શુભ ગણવામાં આવે છે. આ દિવસે લોકો સોનું ચાંદી કે શેરબજારમાં પૈસા લગાવી શકે છે. જણાવવામાં આવે છે કે, આ દિવસે વ્રત રાખવાથી માથા પર તિલક લગાવવાથી અને સાંજના સમયે ભગવાન શિવજીની પ્રતિમા સામે દીવો કરવાથી મહાદેવની વિશેષ કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે.
શું ન કરવું જોઇએ
વિદ્વાનો જણાવે છે કે, સોમવાર નાં દિવસે બપોર નાં સમયે ઊંધવું અશુભ ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે, આ દિવસે માંસ મદિરાનું સેવન કરવું વર્જિત ગણવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ દિવસે સફેદ વસ્ત્રો કે દૂધનું દાન કરવું જોઈએ નહિ સાથે જ આ દિવસે કોઈ સાથે વિવાદથી બચવું અને અપશબ્દો બોલવા જોઈએ.