શું ખરાબ સમય નથી છોડી રહ્યો તમારો પીછો, તો અપનાવો આ ઉપાય, દૂર થશે દરેક સંકટ

મનુષ્ય નું જીવન ખુબજ દુર્લભ માનવામાં આવેછે. મનુષ્યે નાં પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચડાવમાંથી પસાર થવું પડે છે. ક્યારેક જીવનમાં ખુશી આવે છે. તો ક્યારેક પરેશાનીઓ ઉત્પન્ન થવા લાગે છે. તમે એવું સમજી શકો છો કે, વ્યક્તિ નું જીવન એક સિક્કાની બે બાજુ હોય છે. વ્યક્તિ નાં જીવનમાં સુખ અને દુઃખ બંને અવસ્થાઓ આવે છે. જો કોઈ વ્યક્તિનો સમય સારો ચાલી રહી હોય તો તેને ખરાબ સમયમાંથી પણ પસાર થવું પડે છે. જો કોઈ વ્યક્તિનો ખરાબ સમય ચાલી રહ્યો હોય તો તેનો સારો હોય તો તેનો સારો સમય પણ ચોક્કસ આવી શકે છે.
આખી દુનિયામાં એવું કોઈ વ્યક્તિ નથી જેનું જીવન એક સમાન પસાર થઈ રહ્યું હોય દરેક લોકો ઈચ્છે છે કે, તેના જીવનમાં કોઈ પરેશાની ન આવે. અને તેને ખરાબ સમયનો સામનો કરવો પડે નહી. પરંતુ તે સંભવ નથી. મનુષ્ય પોતાનો સારો સમય બનાવી રાખવા માટે ખૂબ જ મહેનત કરે છે. પરંતુ એક સમય આવે છે કે, ખરાબ સમયનો પણ સામનો કરવો પડે છે.
સારો અને ખરાબ સમય આવ્યાજ કરે છે. પરંતુ ઘણીવાર તમે લોકોએ એવું મહેસુસ કે, જીવન માં ખરાબ સમય પીછો છોડવાનું નામ નથી લેતો. ઘણા પ્રયત્ન કરવા છતાં પણ ખરાબ સમય તમારો પીછો ન છોડી રહ્યો હોય તો એવામાં કેટલાક ઉપાય અજમાવી શકો છો. ખાસ કરીને આ કોરોના કાળ માં આ ઉપાયો થી કરવાથી તમને ફાયદો મળશે.
સૂર્યની ઉપાસના કરવી
ધાર્મિક શસ્ત્રો અનુસાર સૂર્ય દેવતા પ્રત્યક્ષ દેવતા છે. એવું માનવામાં આવે છે કે, સૂર્ય ની ઉપાસના કરવાથી મનુષ્યના જીવનમાં ખરાબ સમય દૂર થાય છે. જો તમે તમારા જીવનમાં પરેશાની અને મુશ્કેલીઓ થી છુટકારો મેળવવા ઈચ્છતા હોવ તો સૂર્ય ની ઉપાસના કરવી જોઈએ. રોજ નિયમિત રૂપથી સૂર્યદેવતા ને અર્ધ્ય આપવું. રવિવારનો દિવસ સૂર્ય દેવતાને સમર્પિત છે. તે દિવસે આદિત્ય હૃદય સ્તોત્ર નો પાઠ જરૂર કરવો, તેનાથી લાભ પ્રાપ્ત થાય છે.
હનુમાનજીની પૂજા
હંમેશા જોવામાં આવ્યું છે કે, મોટે ભાગે લોકોને ધન સાથે જોડાયેલી સમસ્યા રહે છે. લોકો ધન સાથે જોડાયેલ સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે છતાં પણ કોઈ પણ ફાયદો થતો નથી. જો તમારા જીવનમાં પણ ધનની કમી હોય તો રાતના સમયે હનુમાનજીની પૂજા કરવી હનુમાનજીની પૂજા દરમિયાન સાફ-સફાઈ અને પવિત્રતા નું ખાસ ધ્યાન રાખવું. જ્યારે તમે હનુમાનજીની પૂજા કરો તે દરમિયાન મન અને તન નું પવિત્ર હોવું ખુબજ જરૂરી છે. આ પૂજા દરમિયાન તમારા વિચારો પર કાબૂ રાખવો. મંગળવાર અને શનિવાર નાં દિવસે હનુમાન ચાલીસા નાં પાઠ કરવા.
વડના પાન નાં ઉપાયથી દૂર થશે ખરાબ સમય
જો તમારો ખરાબ સમય દૂર કરવા ઇચ્છતા હો તો વડના પાનનો ઉપયોગ કરી શકો છો પંચાંગ જોઈને પૂષ્પ નક્ષત્રના દિવસે વડ નાં વૃક્ષનું એક પાન તોડી અને તેના ઉપર હળદરથી સ્વસ્તિક નું ચિન્હ બનાવવું. ત્યારબાદ આ પાનને ઘરના પૂજાસ્થાન પર રાખવું. આ ઉપાય કરવાથી તમારો ખરાબ સમય દૂર થશે. એટલું જ નહીં આ ઉપાય કરવાથી દરેક રોકાયેલા કામ પૂર્ણ થઈ શકશે.
શુક્રવાર નું વ્રત કરવું
તમને જણાવી દઈએ કે, ધનની દેવી માતા લક્ષ્મીને માનવામાં આવે છે. શુક્રવારનો દિવસ માં લક્ષ્મી ને સમર્પિત છે. આ દિવસે વિશેષ પૂજા કરવામાં આવે છે. જો તમે આર્થિક પરેશાની થી છુટકારો મેળવવા ઈચ્છતા હોવ તો શુક્રવાર નાં દિવસે વ્રત રાખવું. અને શ્રી કનક ધારા સ્ત્રોત નો પાઠ કરવો. આ ઉપાય કરવાથી જીવન ની વિપરીત પરેશાનીઓ દૂર થશે. એટલું જ નહીં પરંતુ બેરોજગારી કે આર્થિક પરેશાની પણ દૂર થશે.