સોમવાર નાં દિવસે ભુલથી પણ ના કરવા આ કામો, નારાજ થઈ શકે છે ભગવાન શિવ

સોમવાર નો દિવસ ભગવાન શિવ અને ચંદ્ર દેવને સમર્પિત છે. આ દિવસે ભગવાન શિવ અને ચંદ્ર દેવ ની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. અને જીવન નાં દરેક દુઃખો નો નાશ થાય છે. તેથી સોમવાર નાં દિવસે આ દેવતાઓ ની પૂજા જરૂર કરવી. સાથેજ નીચે જણાવેલ વાતોનું વિશેષ ધ્યાન રાખવું.
- સોમવાર નાં દિવસે સફેદ વસ્ત્ર કે દૂધનું દાન કરવું નહીં. માન્યતા છે કે, આ દિવસે દૂધનું દાન કરવાથી તમારું ભાગ્ય નારાજ થઈ શકે છે.
- આ દિવસે ઉત્તર પૂર્વ અને અગ્નિ માં યાત્રા કરવાથી બચવું.
- આ દિવસે પરિવાર નાં સભ્યો સાથે લડાઈ ન કરવી. માતા સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ કરવાથી બચવું.
- કુળદેવતા નું પૂજન આ દિવસે જરૂર કરવું.
- આ દિવસે સવારે ૭ થી ૯ વાગ્યા સુધી રાહુકાળ રહે છે. આ સમય દરમ્યાન કોઈ શુભ કાર્યની શરૂઆત કે યાત્રા કરવી નહીં.
- સોમવાર નાં દિવસે શનિ દેવ સાથે સંબંધિત વસ્તુઓનું ભોજન ન કરવાની સલાહ આપવામાં આવે છે. તેથી રીંગણા, તલ, કાળા અડદ વગેરે જેવી વસ્તુઓનું સેવન ન કરવું.
- શનિદેવ સંબંધી રંગ જેમકે કાળા, જાંબલી અને કથ્થાઈ રંગનાં વસ્ત્ર પહેરવા નહીં.
જરૂર કરવા આ કામ
- સોમવાર નાં દિવસે મંદિરમાં જઈ શિવજીની પૂજા જરૂર કરવી અને શિવલિંગ પર જળ અને દૂધ જરૂર અર્પણ કરવા. માન્યતા છે કે, જે લોકો સોમવાર નાં દિવસે શિવજી ની પૂજા કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે.
- જે લોકોનાં લગ્ન ન થઈ રહ્યા હોય તેને માં પાર્વતી અને શિવજી ની પૂજા સોમવાર નાં દિવસે એક સાથે કરવી. માતા પાર્વતીને વસ્ત્ર પણ અર્પણ કરવા. આ ઉપાય કરવાથી લગ્ન જલદી થઈ જાય છે.
- જે લોકોની કુંડળીમાં ચંદ્ર ગ્રહ કમજોર હોય તે લોકોએ સોમવાર નાં દિવસે ચંદ્ર દેવની પૂજા કરવી અને રાત નાં ખીર બનાવી અને ચંદ્ર દેવને અર્પણ કરવી. સાથે જ રાત્રિનાં ચંદ્રદેવ ને અર્ધ્ય પણ આપવું.
- ચંદ્રદેવ કષ્ટ આપી રહ્યા હોય તો આ ઉપાય કરો સોમવાર નાં દિવસે રાતના દૂધ અથવા પાણીથી ભરેલું વાસણ તમારા મસ્તક પાસે રાખી અને સવારે તેને પીપળા નાં વૃક્ષ પર અર્પણ કરવું.
- આ દિવસે સાકર નો ત્યાગ કરવો. સાકર નું દાન કરવાથી ચંદ્રદેવ તમારા અનુકૂળ બની રહે છે. અને કોઈ પણ પ્રકારની સમસ્યા જીવન માં રહેતી નથી.
- માનસિક, શારીરિક અને આર્થિક કષ્ટ થવા પર સોમવાર નાં દિવસે કુળદેવતા ની પૂજા જરૂર કરવી. એવું કરવાથી દરેક કષ્ટમાંથી મુક્તિ મળે છે.
- જે લોકો કોઇપણ રોગથી પરેશાન હોય તેને સોમવાર નાં દિવસે મહામૃત્યુંજય નાં જાપ કરવા. આ મંત્ર નાં જાપ ઓછામાં ઓછા ૧૦૮ વાર કરવા. આ મંત્રનાં જાપ રુદ્રાક્ષની માળા પર જ કરવા.
- ભગવાન શિવ અને ચંદ્રદેવની કૃપા મેળવવા માટે સોમવાર નાં દિવસે વ્રત રાખવું. વ્રત કરવાથી તેની કૃપા બની રહે છે. અને જીવનમાં સુખ બની રહેશે.