સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેયર કરવાના કારણે ઉઠાવવું પડ્યું ૧૮૩૭૦ કરોડનું નુકસાન, જાણો કઇ રીતે

ચીની બિઝનેસમેન ને ભારે પડ્યું વર્ષો જૂની કવિતા સોશિયલ મીડિયા પર શેયર કરવાનું.હાલના સમય દરમ્યાન બાળકો અને વડીલો દરેક મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં હવે સ્માર્ટ ફોન નું ચલણ વધી ગયું છે. એવામાં કોઈ ને કોઈ સોશ્યલ નેટવર્કિંગ સાઇટનો ઉપયોગ દરેક કોઈ કરે છે. કોઈ વોટ્સઅપનો ઉપયોગ કરે છે કોઈ ટ્વિટર કે ફેસબુક હોય પરંતુ એવા ઓછા વિરલા વ્યક્તિઓ હોય છે. જે સોશિયલ મીડિયા પર એક્ટિવ ના હોય. સોશિયલ મીડિયાનો ઉપયોગ સામાન્ય રીતે વ્યક્તિ સૂચના મેળવવા માટે અથવા તો ફોટો અને વિચાર કવિતા, શાયરી પોસ્ટ કરવા માટે કરે છે. પરંતુ એવી એક પોસ્ટ નાં કારણે એક સોશિયલ મીડિયા યુઝરને કરોડોનું નુકસાન થયું. લગભગ કોઈને આ વાત પર વિશ્વાસ નહીં કરે. પરંતુ આ એક હકીકત છે કે ચીનમાં એક યુઝરને કરોડોનું નુકસાન એક પોસ્ટ શેયર કરવાના કારણે થયું છે. ચાલો જાણીએ પુરી હકીકત વિશે.
ચીની મીડિયા રિપોર્ટ્સ મુજબ બિઝનેસ ‘વાંગ જિંગ’ સોશિયલ મીડિયા પર ખૂબ જ વધારે એક્ટિવ રહે છે. હાલમાં જ તેમણે એક જૂની કવિતા પોસ્ટ કરી હતી. શરૂઆત માં તો કોઇએ તેના પર ધ્યાન આપ્યું નહિ. પરંતુ કેટલાક કલાકો બાદ તેના પર બબાલ શરૂ થયો. આ કવિતા ૧૧૦૦ વર્ષો જૂની હતી. જેના પર પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો હતો. એવામાં જ્યાં સુધી બિઝનેસમેનને આ વાતનો ખ્યાલ આવ્યો ત્યાં સુધીમાં ખૂબ જ વિલંબ થઈ ગયો હતો.
રિપોર્ટ અનુસાર આ કવિતા ચીન નાં પહેલા સમ્રાટની દમનકારી નીતિઓ પર લખવામાં આવી હતી. જે બિઝનેસમેને એ કવિતા પોસ્ટ કરી હતી ત્યારે તેને તેના ઇતિહાસ વિશે નો ખ્યાલ ન હતો. પરંતુ લોકોને લાગ્યું કે, તે જિનપિંગ સરકારનો વિરોધ કરી રહ્યા છે. ત્યારબાદ કેટલાક નિવેશક તો નારાજ થઈ ગયા. તેમજ કેટલાક લોકોએ તો ગભરાહટમાં તેની કંપની માંથી પોતાના પૈસા નીકળવાના શરૂ કરી દીધા. જેના કારણે વાંગ જિંગ ની સંપત્તિ લગભગ ૨.૫ અબજ ડોલર ઘટી ગઈ. ભારત નાં રૂપિયા ની દ્રષ્ટિએ જોવામાં આવે તો કુલ ૧૮૩૭૦ કરોડ રૂપિયા આસપાસ થાય છે. ત્યારબાદ વાંગ જિંગ એ પોસ્ટ ને ડીલીટ કરી. પરંતુ ત્યાંસુધી માં ખુબજ વિલંબ થઈ ગયો હતો.
વાંગ જિંગ ચીન નાં એક સફળ ઉદ્યોગપતિ ગણવામાં આવે છે. તેમની ગણતરી અલીબાબ નાં પ્રમુખ પ્રતિદ્વંદ્વી માં થાય છે. પોસ્ટ ડીલીટ કર્યા બાદ તેઓએ સફાઈ આપી કે, તેમનો ઈરાદો સરકારની આલોચના કરવાનો નહોતો. પરંતુ હજી પણ તેના કેટલાક સહયોગી ગુસ્સામાં છે. એવામાં અજાણતા જ શેયર કરવામાં આવેલ પોસ્ટ વાંગ જિંગ માટે ઘણી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. એવામાં સોશિયલ મીડિયા યુઝરને તેમાંથી શીખ લેવી જોઈએ કે, તે સોશિયલ મીડિયા પર સક્રિય રહેવું પરંતુ દિલ અને દિમાગ થી સચેત રહેવું. જેથી આવી કોઈ સમસ્યાનો સામનો કરવો પડે નહી.