સોશિયલ મીડિયા એ આ સામાન્ય લોકોને રાતોરાત બનાવ્યા સ્ટાર, કોઈએ મેળવ્યું નામ તો કોઈ ફરી થઈ ગયું ગુમનામ

સોશિયલ મીડિયા એ આ સામાન્ય લોકોને રાતોરાત બનાવ્યા સ્ટાર, કોઈએ મેળવ્યું નામ તો કોઈ ફરી થઈ ગયું ગુમનામ

જો કોઈ વ્યક્તિ ને તેનાં જીવનમાં સફળતા મેળવવી હોય તો તેના માટે તેને ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. પરંતુ જો માણસનું નસીબ તેની સાથે હોય તો પછી તેને ઓછી મેહનત માં પણ ઘણી સફળતા મળે છે. એ કહેવું ખોટું નથી કે, નસીબ બદલવામાં વધારે સમય નથી લાગતો. જેમ કે, આપણે બધા જાણીએ છીએ કે, આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. અને લોકો સોશિયલ મીડિયા પર ઘ ણા વિડીયોસ અને ફોટા શેયર કરે છે. આ વિડિયો દુનિયા ના દરેક ખૂણા માં લોકો સુધી પહોંચે છે. ઘણાં વિડિયો એવા હોય છે જે ખુબજ વાયરલ થઈ જાય છે. અને લોકો તેમના ચહેરાને ઓળખવા લાગે છે.

સોશિયલ મીડિયા ની તાકાત ઘણી છે. સોશિયલ મીડિયા દ્વારા આંખ મિંચતા ની સાથે કયું વ્યક્તિ સ્ટાર બની જાય છે તે કહેવું મુશ્કેલ છે આજે અમે તમને એવા જ કેટલાક લોકો વિશે માહિતી આપીશું જેમને માત્ર સોશિયલ મીડિયા નાં કારણે જ નામ મળ્યું છે. સોશિયલ મીડિયાએ આ લોકોને રાતોરાત સ્ટાર બનાવ્યા છે.

રાનુ મંડલ

 

રાનુ મંડલ નું નામ તમે બધા લોકો સારી રીતે જાણો છો. ભાગ્યે જ કોઈ હશે જે તેમને ભૂલી શકે? રાનુ મંડલ નો ગીત ગાતો એક વીડિયો ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો અને રાનુ મંડલ રાતોરાત એક સિંગિંગ સ્ટાર તરીકે ઉભરી આવી છે. તે સાચું છે કે, જો તમારી પાસે કોઈ ટેલેન્ટ હોય તો તમને ફેમસ થવા થી કોઈ નથી રોકી શકતું. ભલે પછી તે કોઈ પણ બેકગ્રાઉન્ડ નું હોય રાનુ મંડલ સોશિયલ મીડિયા દ્વારા રાતોરાત સ્ટાર બની હતી. દરેક લોકો રાનુ મંડલ  નાં અવાજનાં વખાણ કરે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી નાં સિંગર હિમેશ રેશમિયા પણ તેમના અવાજથી આશ્ર્ચર્ય થઈ ગયા હતા.

બંગાળ નાં રેલ્વે પ્લેટફોર્મ પર રાનુ મંડલ નાં ગીતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ શેયર કર્યો હતો. અને તે જોતાં જોતા માંજ વાયરલ થઈ ગયો. આ વીડિયો બધાએ જોયો હતો ત્યારબાદ રાનુ મંડલ બોલિવૂડ સુધી પહોચી ગઈ અને તેણે હિમેશ રેશમિયા સાથેની એક ફિલ્મમાં પોતાનો અવાજ પણ આપ્યો હતો, પરંતુ રાનુ મંડલ ને અભિમાન આવી ગયું હતું. અને તેમનું વલણ પણ ખૂબ બદલાઈ ગયું હતું. જેના લીધે થોડા સમય માં જ નામ શોહરત બધું ખતમ થઈ ગયું.

રીના દ્રીવેદી

સોશિયલ મીડિયા પર મહિલા મતદાન અધિકારી નો ફોટો ખુબજ વાયરલ થઈ રહ્યો હતો. જેમાં મહિલા પીળા રંગની સાડી પહેરેલી છે. તે ચહેરા પર કાળા ચશ્માં માં જોવા મળી રહી છે. આ મહિલા બીજુ કોઈ નહીં પણ રીના દ્વિવેદી છે. દરેક વ્યક્તિ આ મહિલા અધિકારીને સુંદર અને બિન્દાસ કહેતા હતા. ચાલો તમને જણાવી દઈએ કે, રીના દ્વિવેદી પીડબ્લ્યુડીમાં જુનિયર સહાયક તરીકે ફરજ બજાવે છે.

વિપિન સાહુ

 

સોશિયલ મીડિયા પર વધુ સમય પસાર કરતા લોકો વિપિન સાહુને ખૂબ સારી રીતે જાણતા હશે. હા, આ તેજ વ્યક્તિ છે જેણે પેરાગ્લાઇડિંગ સમયે કહ્યું હતું કે, ભાઈ ૧૦૦ -૨૦૦ વધારે લઈ લો પણ ઝડપથી ઉતરવા દો. વિપિન સાહુનો પેરાગ્લાઇડિંગ વાળો વીડિયો ઇન્ટરનેટ પર ખૂબજ વાયરલ થયો હતો. પેરાગ્લાઇડિંગ કરતી વખતે વિપિન સાહુ નો ગભરાયેલ અંદાજ લોકો ને ખુબજ પસંદ આવ્યો હતો. અને આ વીડિયો એ લોકો ને ખૂબ હસાવ્યા પણ હતા. આ વીડિયો વાયરલ થયા પછી વિપિન સાહુનું નસીબ ચમક્યું હતું. અને તે દરેક ટીવી ચેનલ પર જ જોવા મળતા હતા. એટલું જ નહિ પરંતુ તેનું નામ દરેક સમાચારોની હેડલાઇન્સમાં હતું. તેમને ઘણા ટીવી શો માટે પણ ઓફર મળવા લાગી હતી. તેના વિડિયો થી તે રાતોરાત સ્ટાર બની ગયા.

ધિંચેક પૂજા

ઘણા લોકો એવું વિચારવાનું છે કે, ખરાબ ગાવા ના લીધે ફેમસ નથી થઈ શકાતું પરંતુ તે તદ્દન ખોટું છે. તમે પણ લોકો ઢિંચેક પૂજા નું નામ તો યાદ હશે “સેલ્ફી મેને લેલી આજ” વાળી પૂજા વિશે વાત કરી રહ્યા છીએ. વર્ષ ૨૦૧૭ માં પૂજાનું આ રેપ ગીત ખૂબ જ વાયરલ થયું હતું. જોતા જ ઈન્ટરનેટ ઉપર છવાઈ ગઈ હતી. ભલે લોકો તેના વિડીયો ને જોઈને મજાક ઉડાવી રહ્યા હોય. પરંતુ પૂજા પોતાના આ અલગ કૃત્ય થી સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગઈ હતી. પૂજા બિગ બોસ નાં એક એપિસોડમાં સલમાન ખાન અને અક્ષય કુમારની સાથે રૂબરૂ થઈ હતી. તમને જણાવી દઈએ કે, દિલ્હીની રહેવાસી પૂજા યુ ટ્યુબ પર ખૂબ ધમાલ મચાવે છે.

પાવરી હોરી હે વીડિયો

સોશિયલ મીડિયા પર અત્યારનાં દિવસોમાં એક વિડીયો લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં એક પાકિસ્તાની છોકરી બોલી રહી છે કે, “યે હમારી કાર યે હમ હૈ ઔર યહ હમારી પાવરી (પાર્ટી) હો રહી હૈ’ માત્ર છ સેકન્ડ નો આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગયો. અને લાખો લોકોએ આ વીડિયોને જોયો. આ છોકરી પોતાના આ વિડીયો થી એટલી ફેમસ થઈ ગઈ કે, ફેમસ સંગીતકાર યશરાજ મુખોટા એ તેનાં પર એક ગાવાનો વીડિયો પણ બનાવ્યો.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *