સ્નાન કર્યા પછી આ ભૂલો કરવાનું ટાળો, નહિ તો નાની ઉંમરે જ દેખાવા લાગશો વૃદ્ધ

સ્નાન કર્યા પછી આ ભૂલો કરવાનું ટાળો, નહિ તો નાની ઉંમરે જ દેખાવા લાગશો વૃદ્ધ

દરરોજ નિયમિત પણે નહાવું  આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દરરોજ નહાવું એક સારી ટેવ છે. તે આપણી ત્વચા અને વાળને સ્વચ્છ રાખે છે. તો દરરોજ સ્નાન કરીએ તો આપણે દિવસભર તાજગીનો અનુભવ કરીએ છીએ. અને સ્નાન કરવાથી શરીરનો થાક પણ દૂર થાય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જે નહાતી વખતે ઘણી ભૂલો કરે છે. જેનાં કારણે આપણી ત્વચા અને વાળ પર ખરાબ અસર પડે છે.

ઘણી વખત જોવામાં આવ્યું છે કે ઘણા લોકો પોતાની અમુક આદતોને લીધે નાની ઉંમરે જ વૃદ્ધ દેખાવા લાગે છે. જો તમે લાંબા સમય સુધી યુવાન દેખાવા માંગતા હો તો તમારે આ માટે કેટલીક આદતો અપનાવવા ની જરૂર છે. દરરોજ સ્નાન કર્યા પછી લોકો કેટલીક ભૂલો કરે છે જે ત્વચા અને વાળ બન્નેને અસર કરે છે. અને મોટાભાગનાં લોકો ૪૦ થી ૪૫ વર્ષની ઉમરે જ વૃદ્ધ દેખાવાનું શરૂ કરી દે છે.આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા કેટલીક વિશિષ્ટ આદતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં તમે પરિવર્તન લાવશો તો તમે તમારા દેખાવને લાંબા સમય સુધી યુવાન રાખી શકો છો. તો ચાલો જાણીએ આ આદતો વિશે.

નહાતી વખતે વાળ અને ચહેરા પર સાબુ લગાવવાની ટેવ

નહાતી વખતે ઘણા લોકો વાળ અને ચહેરા પર સાબુનો ઉપયોગ કરે છે. પરંતુ આ ભૂલને કારણે તમારા ચહેરા અને વાળ પર ખરાબ અસર પડે છે. અમે તમને જણાવી દઈએ કે સામાન્ય સાબુ ખૂબ જ હાર્ડ હોય છે અને આપણા ચહેરાની ત્વચા સંવેદનશીલ હોય છે. તેથી સ્નાન કરતી વખતે ચહેરા પર સાબૂ લગાવવાથી ચહેરાને નુકસાન થાય છે. આ ઉપરાંત વાળ પર પણ સાબૂ ન લગાવવો જોઈએ. તમે તમારા ચહેરા ને ધોવા માટે ફેઈશ વોશ નો ઉપયોગ કરી શકો છો અને વાળને ધોવા માટે કોઈ સારા શેમ્પુ નો ઉપયોગ કરી શકો છો.

જૂનાં અને ગંદા ટુવાલનો ના કરો ઉપયોગ

સ્નાન કર્યા પછી તમારા ચહેરા અને વાળને સાફ કરવા માટે જૂનાં અને ગંદા ટુવાલનો ઉપયોગ ના કરવો જોઈએ. જો તમે જૂનાં ટુવાલ નો ઉપયોગ કરશો તો તમારી ત્વચાને નુકસાન પહોચશે કારણ કે જૂના ટુવાલ નાં રુચ્છા ખરાબ થઈ ગયા હોય છે અથવા ખૂબ કડક થઈ જાય છે જે તમારી ત્વચા અને વાળ માટે ભારે પડી શકે છે. ત્વચાને સાફ કરવા માટે તમારે હંમેશા નરમ ટુવાલનો ઉપયોગ કરવો જોઈએ.

સ્નાન કર્યા પછી મોઇશ્ચ્યુરાઇઝર ના લગાડવાની ટેવ

ઘણા લોકોને નાહ્યા પછી શરીર પર મોઇશ્ચ્યુરાઇઝર અથવા બોડી લોશન નો ઉપયોગ કરવાની આદત હોતી નથી. જેનાં કારણે તેની ત્વચા રુખી અને બેજાન થઈ જાય છે. એટલું જ નહીં તમારી ત્વચા પર સફેદ દરારો પણ દેખાવા લાગે છે. જો તમે દરરોજ આ પ્રકારની ભૂલ કરો છો તો થોડા સમય બાદ તમારી ત્વચા ખૂબ જ ઢીલી થઈ જશે. અને તમે તમારી ઉંમર કરતાં વધારે બુઢા દેખાવા લાગશો. તેથી નાહ્યા પછી પાણી યોગ્ય રીતે સૂકાઈ જાય પછી આખા શરીર પર મોઇશ્ચ્યુરાઇઝર નો ઉપયોગ કરો. અને રાત્રે સુતા પહેલા ચહેરા પર મોઇશ્ચ્યુરાઇઝર લગાવવાનું ભૂલશો નહીં.

ભીના વાળમાં કાંસકો ફેરવવાની ટેવ

એવા ઘણા લોકો છે જે સ્નાન કર્યા પછી તરત જ ભીના વાળને કાંસકો આપવાનું શરૂ કરે છે. પરંતુ આ ટેવને કારણે તમે સમય પહેલા વૃદ્ધ દેખાવા લાગશો. તમને જણાવી દઈએ કે વાળ પણ તમને જુવાન દેખાડવા માટે ભૂમિકા ભજવે છે. જો તમે તમારા વાળને ખરતા અટકાવવા માંગો છો તો સ્નાન કર્યા પછી તમારા વાળને સંપૂર્ણપણે સૂકવ્યા પછી તમારા વાળને કાંસકો કરો. જો તમે રોજ ભીના વાળ માં કાંસકો કરો છો તો તેનાથી તમારા વાળને નુકશાન થાય છે.

વાળમાં તેલ ના લગાવવાની ટેવ

વાળમાં તેલ લગાવવું જોઇએ. તેનાથી આપણા વાળ સ્વસ્થ અને મજબૂત બને છે. વાળ ને  પણ સ્વસ્થ રહેવા માટે પૌષ્ટિક તત્વોની આવશ્યકતા પડતી હોય છે. જો તમે તમારા વાળમાં હેર ક્રીમ અને હેર જેલ જેવી વસ્તુઓ લગાવો છો પરંતુ તેલ નથી લગાવતા તો તમારા વાળ ખૂબ જ જલ્દી કમજોર થવા લાગશે અને થોડા જ સમયમાં વાળ ઝડપથી ખરવા પણ લાગશે. તેથી અઠવાડિયામાં ઓછામાં ઓછા ૧-૨ વાર વાળને  તેલ માલીશ  કરવું અને સારી રીતે મસાજ કરો. તે તમારા વાળ ને મૂળ થી મજબૂત બનાવશે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *