શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્ર પર ગુસ્સે થઈ જતા હતા આશા પારેખ, એક્ટરની અજીબ આદત થી હતા પરેશાન

શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્ર પર ગુસ્સે થઈ જતા હતા આશા પારેખ, એક્ટરની અજીબ આદત થી હતા પરેશાન

ફિલ્મ નાં શૂટિંગ દરમિયાન કલાકારો વચ્ચે ઝઘડા થતા રહે છે. આ બધું ત્યાર પછી યાદ બની જાય છે. અને સ્ટાર્સ આ પળોને યાદ કરે છે. ફિલ્મી દુનિયામાં ઘણા અભિનેતા અને અભિનેત્રી એવા છે જેમની મિત્રતા આજે પણ શાનદાર છે. પરંતુ હંમેશા માટે એવું નથી રહેતું. તેમના વચ્ચે પણ ઝઘડા થતા હતા. એક બીજાની આદતો પસંદ ના આવી અને ત્યારબાદ મિત્રતા થઈ. આજે તમને એવા સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની જોડીને સ્ક્રીન પર દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. અહીં વાત કરી રહ્યા છીએ હી-મેન ધર્મેન્દ્ર અને મશહૂર અભિનેત્રી આશા પારેખ વિશે ધર્મેન્દ્ર અને આશા પારેખ ની મિત્રતા આજે પણ જળવાઈ રહી છે. અને પડદા ઉપર બંનેની જોડી હિટ પણ રહી હતી. પરંતુ પડદા પાછળ નો એક કિસ્સો આજે તમને જણાવીશું.

ધર્મેન્દ્ર અને આશા પારેખ બંને પોતાના જમાનામાં મોટા સ્ટાર્સ રહ્યા છે. આજે તમને તેમનો એક કિસ્સો જણાવીશું તે ફિલ્મ ‘આયે દિન બહાર કે’ નાં શૂટિંગ દરમિયાન ની વાત છે. આ વાત જાતે જ આશાજીએ પોતાના એક રિયાલિટી શો દ્વારા જણાવી હતી. તો ચાલો જણાવીએ તમને તેમની મિત્રતા પાછળ નો આ મજેદાર કિસ્સો.

ધર્મેન્દ્ર અને આશા પારેખ હવે ફિલ્મોથી એકદમ દૂર થઈ ગયા છે. પરંતુ ૬૦ અને ૭૦ના દાયકામાં બંનેનો જાદુ ખૂબ જ ચાલ્યો હતો. તેમની ફિલ્મો હાઉસ ફૂલ રહેતી હતી અને આશા પારેખ તે સમય ની ટોપ હિરોઈન હતી. તેમની ફિલ્મો સિલ્વર જ્યુબલી ગણાતી તેમને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં પણ ‘જુબિલી પારેખ’ કહેતા હતા. તેવામાં કોઈપણ નિર્દેશક અને અભિનેતા તેમની સાથે તકરાર કરવાની ભૂલ કરતા ન હતા. આ વાત કોઇનાથી છાની નથી કે, ધર્મેન્દ્ર ને ડ્રીંક કરવાનો ખૂબ જ શોખ છે. તેમને ડ્રીંક નો એવો લગાવ છે જેવી રીતે અત્યાર નાં દિવસોમાં તેમને પોતાના ફાર્મ હાઉસમાં લાગેલા શાકભાજીઓ થી છે. તેવું કહી શકાય છે,  ધર્મેન્દ્ર ખૂબ જ નાની ઉંમરથી ડ્રીંક પીવા લાગ્યા હતા. આ વાત ત્યારની છે જ્યારે ફિલ્મ ‘આયે દિન બહાર કે’ નું શૂટિંગ ખૂબ જ સુંદર હિલ સ્ટેશન દાર્જીલિંગમાં ચાલી રહ્યું હતું.

ફિલ્મ આયે દિન બહાર કે નાં શૂટિંગ દરમિયાન પેકઅપ થતાં જ લોકેશન પર ડ્રિંકની બોટલો ખૂલી જતી હતી. ધર્મેન્દ્ર ફિલ્મ નાં નિર્દેશક અને બાકીની ટીમ મેમ્બર્સ સાથે બેસીને રાત ભર ડ્રીંક પાર્ટી કરતા હતા. ધર્મેન્દ્ર એટલું વધારે ડ્રીંક કરતા હતા કે સવાર સુધી તેમના મોઢામાંથી ગંધ આવતી હતી. આશાજી ખૂબ જ મોટી સ્ટાર હતી અને તેમની સાથે ધર્મેન્દ્ર શૂટિંગ કરી રહ્યા હતા તો તેવામાં તેમને પણ ઠપકા ની બીક રહેતી હતી.

તેવામાં ધર્મેન્દ્ર એ આશા પારેખ નાં ગુસ્સાથી બચવા માટે એક રીત અપનાવી હતી તે ડ્રિંકની ગંધને છુપાવવા માટે ડુંગળી ખાઈ ને સેટ ઉપર આવતા હતા આશા પારેખ ધર્મેન્દ્ર નાં મોઢામાંથી આવતી ડુંગળીની ગંધ થી કંટાળી ગઈ હતી. એક દિવસ વધારે ગુસ્સે થઈને આશા પારેખે ફરિયાદ કરી કે ધર્મેન્દ્ર ના મોઢા માં થી ડુંગળી ની ગંધ આવે છે અને તે એવામાં શૂટિંગ નહીં કરી શકે. ત્યારબાદ ધર્મેન્દ્ર એ તેમને કહ્યું કે તે ડ્રિંક ની ગંધને દૂર કરવા માટે ડુંગળી ખાય છે.

તેવામાં આશા પારેખે ધર્મેન્દ્ર ને કહ્યું કે, તે ડ્રીંક કરવાનું બંધ કરે. ત્યારે ધર્મેન્દ્ર એ પણ આશા પારેખને વચન આપ્યું કે તે સેટ પર ક્યારેય પણ ડ્રીંક કરશે નહીં. તેની આગળની વાત સંભળાવતા આશા પારેખે જણાવ્યું હતું કે ધર્મેન્દ્રએ પોતાના વચન પ્રમાણે ડ્રીંક લીધું નથી તે દિવસોમાં ધર્મેન્દ્ર ને ફિલ્મ નાં એક ગીતનું શૂટિંગ પાણીમાં ઉભા રહીને કરવાનું હતું તે શૂટિંગ કરતી વખતે તે દરમિયાન ધર્મેન્દ્ર ને ખૂબ જ ઠંડી લાગતી હતી. તેથી તેમને બ્રાન્ડી ઓફર કરવામાં આવી હતી પરંતુ ધર્મેન્દ્ર એ ડ્રિંક ના કરવાનું વચન કોઇપણ કિંમત પર તોડ્યું નહી. તેમને બીક હતી કે, આશા પારેખ શૂટિંગ છોડીને જતી રહે નહીં. બસ ત્યારથી તે બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ અને તે મિત્રતા આજે પણ છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *