સુશાંત સિંહ રાજપૂતનો આવી ગયો વિસેરા રીપોર્ટ અને થયો આ ખુલાસો..

સુશાંત સિંહ રાજપૂતનો આવી ગયો વિસેરા રીપોર્ટ અને થયો આ ખુલાસો..

અમે તમને જણાવી દઈએ કે સુશાંતે 14 જૂનના રોજ મુંબઈના બાન્દ્રા ખાતેના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને એક મહિના ઉપરનો સમય થઈ ગયો છે. પરંતુ કોઈ પરિણામ આવી રહ્યું નથી. અભિનેતાના નિધન બાદ પોલીસ આ કેસની તપાસ કરી છે. હવે અભિનેતાનો વિસેરા રિપોર્ટ આવી ગયો છે. ત્યારે વિસેરા રિપોર્ટની સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું અને હવે આ રિપોર્ટ પણ આવી ગયો છે.

સુશાંતની આત્મહત્યાને લઈ ઘણા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી. તેમાંથી પણ કોઈ નક્કર સોલ્યુશન સામે આવ્યું નથી. જ્યારથી સુશાંતનુ મોત થયું ત્યારથી જ લોકો શરીરમાં ડાઘ તેમજ કોઈએ ઝેર આપીને માર્યો જેવા અનુમાન લગાતવા હતા.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સુશાંતના શરીર પર કોઈ જ નિશાન ન હતું કે પછી સુશાંત સિંહના શરીરમાં કોઈ પણ પ્રકારનું શંકાસ્પદ કેમેકિલ કે ઝેર મળી આવ્યું નથી.. પોસ્ટમોર્ટમ બાદ વિસરાને જેજે હોસ્પિટલમાં વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યું હતું. મંગળવારે તેનો રિપોર્ટ સામે આવ્યો. શરીર પર કોઈ નિશાન અને ઝેરના સબૂત ન મળતા એક તારણ કાઢવામાં આવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા જ કરી છે.

13 જુલાઈના રોજ મુંબઇ પોલીસ અધિકારીઓ ફોરેન્સિક ટીમના સભ્યોને પૂછપરછ માટે મળ્યા હતા, ત્યારબાદ તેઓ તપાસના અંતિમ તબક્કા તરફ આવ્યા હતા. ફોરેન્સિક ટીમના પાંચ સભ્યો પોલીસને વ્યક્તિગત રૂપે મળ્યા હતા. પોલીસ ફોરેન્સિક ટીમને મળ્યા બાદ પણ આ કેસમાં કંઇ સનસનાટીભર્યું નહોતું થયું.

આ પહેલાં મુંબઈ પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ કહ્યું હતું કે, સંઘર્ષનું કોઈ ચિન્હ નહોતું એટલે સોશ્યલ મીડિયા પર થતા દાવા નકારવામાં આવ્યા હતાં કે અભિનેતાની ગળું કાપીને હત્યા કરવામાં આવી છે.

આજના સમાચાર પ્રમાણે સુશાંત કેસમાં મુંબઈ પોલીસે મહેશ ભટ્ટની પણ 2 કલાક પૂછપરછ કરી હતી. હવે મુંબઇ પોલિસ સુશાંતના કેસની તપાસ કરી રહી છે, ધર્મા પ્રોડક્શનના સીઇઓ અપૂર્વ સાથે પણ પૂછપરછ કરવામાં આવશે અને જો કંઇ પણ વાંધાજનક જણાશે તો દરેક વ્યક્તિને ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવશે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *