શુક્રવારની રાતે ગુપચુપ કરી લો આ ઉપાય તો માતા લક્ષ્મીજી થઈ જશે પ્રસન્ન, બની જશો કરોડપતિ

જીવનમાં દરેક વ્યક્તિ ધનવાન બનવા માંગે છે, પરંતુ ખૂબ જ ઓછા લોકો એવા હોય છે જેનું આ સપનું પૂરું થઈ શકે છે. જે ધનવાન બની જાય છે, તેની બધી મુસીબતો ઓછી થઈ જાય છે. પરંતુ અમુક લોકો એવા પણ હોય છે જે લાખો કોશિશ કરવા છતાં પણ ધનવાન અથવા અમીર બની શકતા નથી. આ લોકો માટે શાસ્ત્રોમાં અમુક ઉપાય બતાવવામાં આવેલ છે, જેની મદદથી તેઓ અમીર બની શકે છે. વળી અમે તમને અહીં માતા લક્ષ્મીજીનાં આશીર્વાદ પ્રાપ્તિથી ધનવાન બનવા માટેના ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ કે તે ઉપાય ક્યાં છે.
હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ ભગવાન અથવા દેવી-દેવતાનો દિવસ હોય છે, જેની આરાધના કરીને લોકો પોતાના કષ્ટોને દૂર કરે છે. આ કડીમાં શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી માટે ખાસ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ આ દિવસે માતા લક્ષ્મીજીની પૂજા પૂરી શ્રદ્ધા અને વિધિ વિધાન સાથે કરે છે, તો તેના પર માતા લક્ષ્મીજીની કૃપા જરૂરથી વરસે છે અને તેમને ધનની ક્યારેય પણ કમી રહેતી નથી. તો ચાલો હવે તમને તે ઉપાયો વિશે જણાવીએ જેની મદદથી તમે પોતાના કિસ્મતની તિજોરી ખોલી શકો છો.
આ રીતે કરો માં લક્ષ્મીની પૂજા
જણાવી દઈએ કે આ તાંત્રિક ઉપાય શુક્રવારના દિવસે જ કરવાનો છે અને તેને કરતાં પહેલાં સ્નાન કરી લેવું અને પોતાના શરીરને શુદ્ધ કરી લેવું. ત્યારબાદ રાત્રે ૮ વાગ્યાથી લઈને મધ્યરાત્રી ૧૨ વાગ્યાની વચ્ચે સફેદ કપડાં પહેરી માં લક્ષ્મીની પૂજા કરો. તે પહેલા પૂજા વાળી જગ્યા પર સફેદ કપડાનું એક આસન પાથરી લો અને તેના પર માતા લક્ષ્મીજીનું એક મૂર્તિ સ્થાપિત કરી દો. ત્યારબાદ સંપૂર્ણ વિધિ-વિધાન સાથે માં લક્ષ્મીની પૂજા કરો. ધ્યાન રાખવું કે માં લક્ષ્મી મૂર્તિની સામે ગાયના ઘીનો દીવો જરૂર પ્રગટાવવો. ત્યારબાદ ધનની પ્રાપ્તિ માટે કામના કરો અને શ્રી સૂક્તના પાઠ અવશ્ય કરો.
આ મંત્રનો કરો જાપ
શ્રી સૂક્તનાં પાઠ કર્યા બાદ ચંદનની માળા અથવા કમળ ગટ્ટાની માળા થી સતત ૩ શુક્રવાર સુધી ૧૧૦૦ વખત ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે નમઃ મંત્રનો જાપ કરશો, તો તમારા પર માતા લક્ષ્મીજીની કૃપા જરૂરથી વરસશે અને તમારી ધનવાન બનવાની ઈચ્છા પૂર્ણ થઇ જશે.