શુક્ર ગ્રહ નાં પ્રભાવથી આ મૂળાંક વાળા લોકોનું હોય છે આકર્ષક વ્યક્તિત્વ, સખત મહેનતથી બને છે ધનવાન

અંક જ્યોતિષ અનુસાર કોઈપણ વ્યક્તિ ની બર્થ ડેટ નાં આધારે તેના વ્યક્તિત્વ થી લઇને તેના જીવન વિશે ઘણું જાણી શકાય છે. આજે અમે વાત કરી રહ્યા છે. મૂળાંક ૬ વાળા લોકોની જે આકર્ષક વ્યક્તિત્વ નાં સ્વામી હોય છે. કોઇપણ મહિનાની ૬,૧૫, કે ૨૪ તારીખે જન્મ લેનાર લોકોનો મૂળાંક ૬ હોય છે. આ લોકો પોતાની વાતો અને વ્યવહારથી કોઈપણ નું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં માહીર હોય છે. બીજેપી નાં નેતા સુબ્રમણ્યમ સ્વામી તેના સૌથી સારા ઉદાહરણ છે.
તેની જન્મ ડેટ નો મૂળાંક ૬ બને છે. નંબર ૬ નાં સ્વામી શુક્ર ગણવામાં આવે છે. જે પ્રેમ અને શાંતિના પ્રતિક છે. મૂળાંક ૬ વાળા લોકો નું શરીર મજબૂત અને દેખાવમાં સુંદર હોય છે. એવું માનવામાં આવે છે કે, આ લોકોનું વૃદ્ધત્વ જલ્દીથી દેખાતું નથી. આ લોકો કળા પ્રેમી હોય છે અને સૌંદર્ય પ્રતિ તેઓ ખૂબ જ જલ્દી આકર્ષિત થાય છે. આ મૂળાંક નાં લોકો ને વિશ્વસનીય અને શાંતિપ્રિય ગણવામાં આવે છે. આ લોકો કોઈને પણ મોહિત કરી શકે છે. આ લોકો માં દયા ભાવના ખૂબ જ હોય છે.
આ મૂળાંકવાળા લોકો ખૂબ જ સારી શિક્ષા પ્રાપ્ત કરે છે. આ લોકો પોતાની મહેનતથી જીવનમાં ખૂબ જ ધન કમાઈ છે. પરંતુ તેમને આર્થિક રૂપથી સમ્પન્ન થવા માટે સખત મહેનત કરવી પડે છે. તેઓ પૈસા ખર્ચ કરવાના પણ શોખીન હોય છે. જેના કારણે ઘણીવાર ખર્ચાઓ કરતા આવક નું પ્રમાણ વધી જાય છે. આ લોકોનું મિત્રો નું લિસ્ટ ખૂબ જ લાંબું હોય છે. મૂળાંક ૬ વાળા નો સ્વભાવ મિલનસાર હોય છે. પરંતુ ઘણીવાર તેઓને પોતાના જીવનમાં અંગત લોકો તરફથી દગો મળે છે. ફિલ્મ, નાટક, ખાનપાન, વસ્ત્રાભૂષણ સંબંધિત કામ માં વધારે સફળતા પ્રાપ્ત કરે છે. સાથે જ સોના, ચાંદી અને હિરા સાથે જોડાયેલ વેપારમાં પણ તેઓ ખૂબ જ પ્રગતિ મેળવે છે. મૂળાંક ૬, ૧૫,૨૪ વાળા લોકો સાથે તેમને સારા સબંધો રહે છે. સાથે જ ૨,૩,૯ મૂળાંક વાળા લોકો સાથે પણ તેમને સારું રહે છે. મૂળાંક ૬ વાળા લોકો માટે હલકો ગુલાબી, આછો ભૂરો અને સફેદ રંગ શુભ માનવામાં આવે છે. આ બર્થ ડેટ વાળા લોકો જન્મજાત જ કલાકાર હોય છે.