શું તમને પણ એક સંબંધમાં હોવા છતાં પણ થઇ ગયો છે કોઈ બીજા સાથે પ્રેમ, જો હા તો જરૂર વાંચો આ લેખ

સંબંધ ખૂબ જ નાજુક હોય છે અને આપણા ભારત દેશમાં તો તે ખૂબ જ વધારે નાજુક હોય છે. બે લોકોની વચ્ચે પ્રેમનો સંબંધ બધા જ સંબંધોમાં સૌથી ઉપર હોય છે. પરંતુ જ્યારે તમારૂ દિલ કોઈ એક વ્યક્તિ માટે નહીં પરંતુ બે વ્યક્તિ માટે એક સાથે ધડકવા લાગે, શું તે શક્ય છે?
જી હા, સંપૂર્ણ રીતે શક્ય છે કે એક સંબંધમાં હોવા છતાં પણ તમને કોઈ બીજા વ્યક્તિ સાથે ખૂબ જ પ્રેમ થઈ જાય અને તમારું દિલ તેમના માટે ધડકવા લાગે. તો શું તમે ચીટર કહેવાશો ? સમાજ તો એવું જ કહે છે. પરંતુ મામલો જેટલો સાચો છે એટલો જ પેચીદો પણ છે. તેથી ચાલો એ જાણવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે એક સંબંધમાં રહેવા છતાં પણ કોઈ બીજા સાથે પ્રેમ થઈ જાય તો શું કરવું જોઈએ.
હોલીવુડની અભિનેત્રી કિરા નાઇટલીનું મંતવ્ય
થોડા સમય પહેલાં જ હોલિવૂડની ચર્ચિત અભિનેત્રી કિરા નાઇટલીએ કહ્યું હતું કે, કોઈ મહિલા માટે એક સાથે બે લોકોને પ્રેમ કરવો સંભવ છે. તેમનું માનવું છે કે એક મહિલાના મનમાં એક સમયે બે પુરુષો માટે રોમેન્ટિક ભાવ હોઈ શકે છે. તે એ વાત પર નિર્ભર કરે છે કે તમે કોને પ્રેમ કરી રહ્યા છો અને તમારું જીવન કેવા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. જો આવી જ પરિસ્થિતિ તમારી સામે પણ હોય તો તમારા માટે પણ નિર્ણય લેવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે કે તમને ખરેખર પ્રેમ થયો છે કે ફક્ત એક આકર્ષણ છે.
મિલિંદ સોમનનું મંતવ્ય
એક્ટર અને મોડલ મિલિંદ સોમનનું નામ પણ ઘણી જ યુવતીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. જોકે તે હવે અંકિતા નામની યુવતી સાથે લગ્નજીવન વિતાવે છે. મિલિન્દના અનુસાર તમે ઘણા લોકોને જોઈને રોમેન્ટિક મહેસુસ કરો છો પરંતુ રિલેશનશિપ ફક્ત બે લોકોની વચ્ચે જ શક્ય છે. તમે એક સાથે બે યુવતીઓને પ્રેમ કરી શકો નહી. જો તમે એવું કરો છો તો તે પ્રેમ નહીં પરંતુ ચીટીંગ કહેવાય.
મનોચિકિત્સકનું આવું છે માનવું
વળી બીજી તરફ આ સમયમાંથી પસાર થઈ ચુકેલ લોકોનું કહેવું છે કે બે લોકો માટે સ્પેશ્યલ ફિલિંગ્સ રાખવા પર તે પોતે જ સમજી શકતા નથી કે તે પ્રેમ છે કે આકર્ષણ. મનોચિકિત્સક સમીર કલાનીના અનુસાર જો કે એક વ્યક્તિ બે લોકોની તરફ આકર્ષિત થઈ શકે છે પરંતુ હંમેશા બંને વ્યક્તિની સાથે રહેવું શક્ય નથી. આખરે તમારે પોતાના હૃદયની વાત સાંભળીને તમારા પ્રેમનો નિર્ણય લેવો જ પડે છે.
વળી આ સમયમાંથી પસાર થઇ ચૂકેલી એક મહિલાના અનુસાર બે યુવકો સાથે પ્રેમની ભાવનાઓ મહેસૂસ કરવાનું અમુક કારણ હોય છે. તમે કોઈને પ્રેમ તો કરો છો પરંતુ તે દરમિયાન તમને કોઈ બીજો હેન્ડસમ યુવક મળી જાય તો તમે તેમની તરફ પણ આકર્ષિત થઈ શકો છો. ખરેખર તે શક્ય છે. પરંતુ બંનેમાંથી કોઈ એકની સાથે જીવન જીવવાનો નિર્ણય જો તમે જલ્દી ના લઈ શકો તો તમે મોટી મુસીબતમાં પણ પડી શકો છો.