શું તમને હનુમાન ચાલીસા નાં પાઠ નું પૂરું ફળ નથી મળી રહ્યું, તો જાણો તેના સાચા નિયમો અને રાખો આ સાવધાની

મહાબલી હનુમાનજી ને દરેક દેવતાઓમાં સૌથી શક્તિશાળી દેવતા માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, કળિયુગમાં હનુમાનજી જ અજર અમર દેવતા છે. અને તે પોતાના ભક્તોની હમેશા મદદ કરે છે. હિન્દુ ધર્મમાં રામભકત હનુમાનજી મહારાજ નું ખાસ મહત્વ ગણવામાં આવે છે. હાલ નાં સમયમાં હનુમાન ભક્તો ની કોઈ કમી નથી.જે વ્યક્તિ સાચા મનથી હનુમાનજીની પૂજા કરે છે તેનાં જીવન નાં દરેક કષ્ટો દૂર થાય છે.ઘણા લોકો એવા છે જે રોજ હનુમાન ચાલીસા નાં પાઠ કરે છે. એવી માન્યતા છે કે, હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી જીવનની દરેક પરેશાની દૂર થઈ જાય છે. અને મનોકામના પૂર્ણ થાય છે. આ ઉપરાંત હનુમાન ચાલીસા નાં પાઠ કરવામાં આવે તો તેનાથી એક અલગ ઉર્જા સંચાર થવા લાગે છે.
શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો હનુમાન ચાલીસા નાં પાઠ કરવા માટેના કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. અને પાઠ દરમિયાન કેટલીક વિશેષ સાવધાની રાખવી ખૂબ જ આવશ્યક છે. આજે અમે તમને આ લેખમાં હનુમાન ચાલીસા નાં પાઠ કરતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ. અને કઈ સાવધાની રાખવી જોઈએ તેના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જો તમે આ બાબતો નું ધ્યાન રાખીને હનુમાન ચાલીસા નાં પાઠ કરો છો તો તમને પૂરું ફળ પ્રાપ્ત થશે.
- જો તમે કોઈ મંદિર કે ઘરમાં મૂર્તિ ની સામે હનુમાન ચાલીસા નાં પાઠ નથી કરી રહ્યા તો તમારે પહેલા તમારા મનમાં હનુમાનજી નાં આરાધ્ય પ્રભુ શ્રીરામ ત્યાર બાદ હનુમાનજી નું સ્મરણ કરવું. તેની મૂર્તિ અથવા ફોટો ની જરૂર સ્થાપના કરવી.
- ત્યારબાદ મહાબલિ હનુમાનજીની પ્રતિમાની સામે તાંબા અથવા પિત્તળ નાં વાસણમાં જળ રાખવું. તેની સાથે જ દીવો કરવો.
- તમારે સૌથી મહત્વપૂર્ણ વાત એ ધ્યાનમાં રાખવાની છે કે, હનુમાનજીને સિંદૂર નું તિલક લગાવવાનું ન ભુલશો. અને તેના ચરણો માંથી થોડું સિંદુર લઈને તમારા મસ્તક પર તિલક જરૂર કરવું. કારણ કે હનુમાનજી ની પૂજામાં સિંદૂરનાં તિલક નું ખૂબ જ મહત્વ ગણવામાં આવે છે.
- ત્યારબાદ સાચા મનથી હનુમાન ચાલીસા નાં પાઠ કરવાનું શરૂ કરવું. તમે જ્યારે હનુમાન ચાલીસા નાં પાઠ કરી રહ્યા હોવ ત્યારે પ્રયત્ન કરવા કે, તે દરમ્યાન તમારું મન હનુમાનજી પર જ કેન્દ્રિત રહે. તમારા ધ્યાન ને આમતેમ ભટકવા દેવું નહીં.
આ સાવધાની જરૂર રાખવી
- તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, હમેશા મંગળવાર અને શનિવાર નાં દિવસ થીજ હનુમાન ચાલીસા નાં પાઠ શરુ કરવા.
- હનુમાન ચાલીસા નાં પાઠ કરતા પહેલા સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા.
- જ્યારે પણ હનુમાન ચાલીસા નાં પાઠ કરી રહ્યા હોવ ત્યારે એ વાતનું ધ્યાન રાખવું કે, સીધું જમીન પર બેસવું નહીં પરંતુ આસનનો ઉપયોગ કરવો. આસન પર બેસીને સાચા મનથી હનુમાન ચાલીસા નાં પાઠ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે.