શું તમે જાણો છો ખરાબ સમય આવતા પહેલા ભગવાન આપે છે આ ૮ સંકેતો

શું તમે જાણો છો ખરાબ સમય આવતા પહેલા ભગવાન આપે છે આ ૮ સંકેતો

શું તમે જાણો છો આવનાર સમય આપણને સંકેતના રૂપમાં પહેલા હંમેશા જોવા મળે છે. પરંતુ આપણે એ સંકેતોને સમજી શકતા નથી અને એ પણ જાણી શકતા નથી કે આવનાર સમય આપણી સામે કઈ રીતે આવશે. આજે અમે તમને આવનાર સંકેતો વિશે જણાવીશું. જો તેને તમારા જીવનમાં જોવા મળે તો સમજી જાઓ કે આવનાર સમય તમારા માટે ખરાબ સાબિત થશે. આ સંકેતો પર હંમેશા ધ્યાન રાખવું જોઈએ. કારણ કે જો તમે ધ્યાન આપો છો તો તે ચીજોમાંથી આપણે બચીને નીકળી શકીએ છીએ અને આપણા આવનાર સમયને પણ સારું બનાવી શકીએ છીએ તો ચાલો જાણીએ તે કેવા સંકેતો હોય છે.

આ છે આઠ સંકેતો જે ખરાબ સમયને દર્શાવે છે

  • જ્યારે કોઈપણ પરણિત મહિલા નાહ્યા બાદ સિંદૂર લગાવી રહી હોય તો કોઈ પણ કારણથી તેમના હાથમાંથી સિંદૂરની ડબ્બી પડી જાય છે તો તે એક ખૂબ જ ખરાબ આવનાર સમય હોઈ શકે છે. તેનું મતલબ એવો થાય છે કે તમારા પતિને કોઇ પ્રકારનું નુકસાન થઈ શકે છે અથવા તેમના વ્યવસાય માં કે નોકરીમાં કોઈપણ પ્રકારની સમસ્યા ઉત્પન થઈ શકે છે અને સાથે જ તે તમારા પતિના ખરાબ સ્વાસ્થ્યને પણ દર્શાવે છે.
  • ઘણીવાર તમારા ઘરમાં રાખવામાં આવેલ દૂધ જેને ગરમ કરવામાં આવ્યું નથી તે ફાટી જાય છે તો તે એક ખરાબ સમય આવવાનો સંકેત આપે છે તેનો મતલબ એવો થાય છે કે તમારા ઘરમાં કોઈ વાદવિવાદ થનાર છે અને સાથે જ પરિવારની સુખ શાંતિ પંકજ થનાર છે.
  • રાત્રે સપના આવવા તે નોર્મલ વાત છે પરંતુ જો તમને રાત્રિના સમયમાં સપનાઓ ખરાબ આવે છે તો તેમનું અર્થ થાય છે કે તમારા પરિવારમાં કોઈ સદસ્ય સાથે કંઈક ખરાબ ઘટના અવશ્ય થશે તેમજ તેમના ઉપર કોઈ પ્રકારનું સંકટ આવનાર છે.

  • જો તમારા ઘરમાં પાડવામાં આવેલ કૂતરો કે બિલાડી અથવા તો બીજા પાલતુ પ્રાણી અમુક દિવસોથી કોઈ પ્રકારની વિચિત્ર હરકતો કરી રહ્યા છે અથવા તો વિચિત્ર અવાજો કાઢી રહ્યા છે તો સમજી જાઓ કે તમારા ઘરમાં કે તમારા વિસ્તારમાં અમુક પ્રકારની કોઈ ખરાબ ખબર આવનાર છે અને સાથે જ તમારા ઘરમાં કે તમારા વિસ્તારમાં નકારાત્મક શક્તિઓ ફરી રહી છે. તેનાથી બચવા માટે તમે તમારા ઘરમાં સુંદરકાંડનો પાઠ કરાવવા સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
  • શું કોઈપણ મહિલાનું મંગળસૂત્ર કોઈ કારણ થી તૂટી જાય છે તો સમજી જવું કે તેમના પતિ ઉપર કોઈ મોટી સમસ્યા આવનાર છે. તે સમસ્યાથી બચવા માટે મહિલાએ તુલસીજી ની પૂજા કરવી જોઈએ.
  • જ્યારે તમે ઘરની બહાર નીકળો છો તો તમારા વિસ્તારમાં કોઈપણ પ્રકારના ઝઘડાઓ જોવા મળે છે તો સમજી જાઓ કે તમારા સંબંધીઓ સાથે મતભેદ થઈ શકે છે.

  • જ્યારે તમે જમવા બેસો છો તો પહેલો કોળિયો ખાતાની સાથે જ જો તમને તેમાં કડવા જેવો સ્વાદનો અનુભવ થાય છે અને બાકીના કોળિયા સામાન્ય લાગે છે તો સમજી જાઓ કે તમારા ઘરના કોઈ સદસ્ય તરફથી તમને કોઈને કોઈ ખરાબ સમાચાર જરૂર મળશે.
  • ભગવાનની પૂજા કરતા સમયે જો તમારા હાથમાંથી પૂજાની થાળી પડી જાય છે તો સમજી જાઓ કે તમારાથી કોઈ દેવતા નારાજ છે તેના માટે તમારે તમારા ઘરમાં પૂજા કે હવન અવશ્ય કરાવવો જોઈએ.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *