શું તમે જાણો છો સીમકાર્ડ નો એક ખૂણો કપાયેલો કેમ હોય છે, જાણો તેનું કારણ

સીમકાર્ડનો એક બાજુનો ખૂણો કપાયેલો કેમ હોય છે. આજે દુનિયામાં મોબાઈલ વપરાશકર્તાઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. જ્યારે આજના સમયે જ્યાં એક તરફ મોબાઈલ સાથે પુરી દુનીયા કનેક્ટ થઈ ગઈ છે તો બીજી તરફ આ મોબાઈલ થી જ પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચી રહ્યું છે તો દરેક વસ્તુના બે ભાગ હોય છે. જેમાં એક સારો તો બીજો ખરાબ. મોબાઇલમાં સિમ લગાવતા પહેલા તમારા મનમાં સવાલ જરૂર આવતો હશે અને તમે ઘણીવાર જાણવાનો પ્રયત્ન પણ કર્યો હશે કે સીમકાર્ડનો એક બાજુનો ખૂણો કપાયેલો કેમ હોય છે ? તેની પાછળ આખરે શું કારણ હોય છે ?
સીમકાર્ડનો એક ખુણો કપાયેલો કેમ હોય છે
જ્યારે શરૂઆતમાં મોબાઈલની શોધ થઈ તો તે સમયે સીમનો પ્રયોગ એક ચીપ તરીકે થતો હતો. એટલે કે સીમને મોબાઈલમાંથી કાઢી શકાતું ના હતું. વર્ષ ૧૯૯૧માં જ્યારે યુરોપિયન ટેલિકોમ કોમ્યુનિકેશન એ પોતાનો પહેલો ફોન લોન્ચ કર્યો ત્યારે તેમાં સીમકાર્ડ એક ચીપના રૂપમાં પ્રયોગ થતો હતો.
તમે જાણતા જ હશો કે ભારતીય રિલાયન્સ કંપનીએ પણ પોતાના શરૂઆતના દિવસોમાં રીમ વાળો મોબાઈલ ફોન લોન્ચ કર્યો હતો. જેમાંથી તેમને કાઢી શકવામાં આવતું ના હતું. રિલાયન્સનો આ રીમ વાળો મોબાઈલ તે સમય દરમિયાન ખૂબ જ લોકપ્રિય થયો હતો પરંતુ જેમ જેમ ટેક્નોલોજીનો વિકાસ થયો તેમની સાથે જ મોબાઈલ અને સીમમાં પણ જરૂરિયાતના હિસાબથી ઘણા પરિવર્તન કરવામાં આવ્યા.
શરૂઆતમાં આપણે રીમ વાળા મોબાઈલનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે આપણે ટચ સ્ક્રીન મોબાઇલનો ઉપયોગ કરીએ છીએ. જેમાં આપણે સીમને કાઢી શકીએ છીએ અને ફરીથી અંદર પણ નાખી શકીએ છીએ. જ્યારે શરૂઆતના સમયમાં જરૂરિયાતને ધ્યાનમાં લઈને મોબાઈલમાંથી તેમને અલગ કરવામાં આવ્યું તો તે સમયે તેમનો આકાર ચારેબાજુથી એક જેવો હતો. પરંતુ સીમના આ એક સમાન આકારના કારણે ઘણી સમસ્યાઓ પણ સામે આવી હતી. જેમકે સમાન આકારના સીમમાં એ જાણી ના શકાય કે સીમ યોગ્ય સ્થિતિમાં લાગેલ છે કે નહી. તેના સિવાય સીમ ઉંધુ લાગી જવાની પણ સમસ્યા સામે આવી રહી હતી.
તો આ બધી જ સમસ્યાને ધ્યાનમાં રાખીને સીમ કંપનીઓએ સીમની નવી ડિઝાઈન તૈયાર કરી. જેમાં આજનું સીમ પણ સામેલ હતું. તેથી આજે આપણે જે સીમકાર્ડનો ઉપયોગ કરીએ છીએ તે સીમકાર્ડમાં એક બાજુનો ખૂણો કપાયેલો હોય છે. તેમની આ ડિઝાઇને ઘણી સમસ્યા હલ કરી દીધી હતી. સીમકાર્ડનો એક ખુણો કપાયેલો હોવાથી આપણે તેમને યોગ્ય સ્થિતિ મા અને થોડા સમયમાં જ લગાવી શકીએ છીએ.
સીમકાર્ડના ઉંધુ લાગવાની સમસ્યાને ખતમ કરવા માટે જ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝએ સીમનો એક ખૂણો કાપી નાખ્યો હતો. જે આજે પણ જોવા મળે છે. તો હવે તમે જાણી ગયા હશો કે સીમકાર્ડ નો એક ખૂણો કેમ કપાયેલો હોય છે. જોકે પહેલાની તુલનામાં હવે સીમકાર્ડની સાઈઝ ખૂબ જ નાની થઇ ગઇ છે. જેને આપણે માઇક્રો સીમ પણ કહીએ છીએ. આજના મોટાભાગના ફોર-જી મોબાઈલમાં માઇક્રો સીમ નો જ ઉપયોગ થાય છે.