શું તમે જાણો છો મુકેશ અંબાણીના ઘરના નોકરોની સેલેરી કેટલી છે, જાણો અહીંયા

આજની આ પોસ્ટમાં અમે તમને મુકેશ અંબાણીના ઘરના નોકરોની સેલેરી કેટલી છે તેમના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ભારતનો કદાચ જ કોઈ એવો વ્યક્તિ હશે જેમને મુકેશ અંબાણીના વિશે જાણકારી નહીં હોય. જોકે ઘણા જ લોકો પહેલા મુકેશ અંબાણી વિશે જાણતા ના હતાં. પરંતુ જ્યારથી તેમણે જીઓ સિમ અને જીઓ ફોન લોન્ચ કર્યો છે ત્યારથી દરેક વ્યક્તિ તેમને જાણવા લાગ્યો છે.
જીઓ લોન્ચ કરવાથી મુકેશ અંબાણીને લોકપ્રિયતાની સાથે પૈસા પણ મળ્યા છે. કારણકે જીઓ માર્કેટમાં ખૂબ જ સારો વ્યવસાય કરી રહ્યું છે. અંબાણી પરિવારને તેમની કમાણીના લીધે જાણવામાં આવે છે. વળી દુનિયાની વાત કરવામાં આવે તો અંબાણી પરિવારનું નામ દુનિયાના ટોપ ૫૦ અમીર પરિવારમાં આવે છે.
આપણે બધા જ લોકો જાણીએ છીએ કે મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ છે. તેવામાં ઘણા જ લોકો જાણવા માંગતા હશે કે આખરે આટલા અમીર વ્યક્તિના ઘરમાં તેમના નોકરોની સેલેરી કેટલી હશે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીનો પરિવાર ભારતના સૌથી મોંઘા ઘરમાં રહે છે. જેનું નામ એન્ટિલિયા રાખવામાં આવ્યું છે. જેની કિંમત એક મિલિયન અમેરિકન ડોલરથી પણ વધારે છે. હવે આટલા મોંઘા ઘરને સંભાળ રાખવામાં લોકોની જરૂરિયાત પડવી તે સામાન્ય વાત છે.
મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા ૨૭ માળની ઇમારત છે. જેની દેખરેખ માટે લગભગ ૬૦૦ માણસો લાગેલા છે. એન્ટિલિયા નામની આ ઇમારત મુંબઈમાં અલ્ટામાઉન્ટ રોડ, કુંબાલા હિલ પર આવેલી છે. આ ઘરની સૌથી ખાસ વાત એ છે કે તે આટલી ઊંચી હોવા છતાં પણ તે ૮ રિક્ટર સ્કેલના ભૂકંપના ઝટકાને પણ સહન કરી શકે છે. આ ઘરની સુરક્ષા માટે દર મહિને લગભગ ૧૫ લાખ રૂપિયા ખર્ચ થાય છે. આ ઘરને ઝેડ પ્લસ સિક્યુરિટી આપવામાં આવી છે. જેના માટે સીઆરપીએફની મદદ લેવામાં આવે છે.
આટલી સેલેરી છે મુકેશ અંબાણીના ઘરના નોકરોની
મુકેશ અંબાણીએ પોતાના ઘરના નોકરોને નોકર સમજતા નથી અને તેમને પોતાના પરિવારના સદસ્ય માને છે. તેમની સાથે તે એવી રીતે જ વાત કરે છે જે રીતે તે પોતાના પરિવાર સાથે વાત કરે છે. જેમ કે અમે તમને જણાવ્યું કે અંબાણીના ઘરમાં લગભગ ૬૦૦ લોકો લાગેલા છે. હવે સવાલ એ ઉભો થાય છે કે આટલા લોકોની સેલેરી કેટલી હશે. તો એક રિપોર્ટના અનુસાર અંબાણીના ઘર માં કામ કરી રહેલ નોકરોની સેલેરી પહેલા ૬૦૦૦ રૂપિયા મહિનાની હતી પરંતુ હવે તે જ લોકો દર મહિને બે લાખ રૂપિયા કમાઈ રહ્યા છે.
તેમના ઘરમાં કામ કરી રહેલ લોકોને ઘણી બીજી સુવિધાઓ પણ મળી રહે છે. જેમ કે શિક્ષા અને જીવન વીમા વગેરે. તેના સિવાય દરેક ઉપર કે કર્મચારીના બે બાળકોને અમેરિકામાં અભ્યાસ કરવાની તક પણ મળે છે. હવે આટલી સારી સેલેરી અને આટલી બધી સુવિધાઓને જોઈને તો દરેક વ્યક્તિને મુકેશ અંબાણીના ઘરમાં કામ કરવાની ઈચ્છા તો થતી જ જશે.
હવે તમે જાણી જ ગયા હશો. અંબાણીનું ઘર એટલે કે એન્ટિલિયાની વાત કરીએ તો તે ખૂબ જ મોટું ઘર છે. જેમાં દોઢસો થી વધારે કાર ઉભી રાખવા માટે સાત માળનું ગેરેજ બનાવવામાં આવ્યું છે. તેના સિવાય પણ તેમાં હેલિકોપ્ટરને ઉતારવા માટે ત્રણ હેલિપેડ, સ્વિમિંગ પૂલ, ગાર્ડન, મંદિર, બે માળની હેલ્થ સેન્ટર અને હોમ થિયેટર પણ ઉપલબ્ધ છે.