શું તમારા ઘરમાં પણ થાય છે નાની-નાની વાતો પર ઝધડાઓ, તો અજમાવો આ વાસ્તુ ટિપ્સ

શું તમારા ઘરમાં પણ થાય છે નાની-નાની વાતો પર ઝધડાઓ, તો અજમાવો આ વાસ્તુ ટિપ્સ

આપણે દરેક વ્યક્તિ ઈચ્છીએ છીએ કે, ઘરમાં સુખ-શાંતિ બની રહે. તેના માટે દિવસ અને રાત પ્રયત્ન કરતાં રહીએ છીએ. પરંતુ ઘણીવાર જોવામાં આવે છે તમામ સુખ-સુવિધાઓ હોવા છતાં પણ ઘરમાં સુખ શાંતિનો અભાવ હોય છે. ક્યારેક નાના સભ્યો ઘરનાં વડીલોનો આદર નથી કરતા. તો ક્યારેક ઘરના વડીલો નાના સભ્યો ની વાત સમજતા નથી. આમ દરેક નાની નાની વાત પર ઝઘડો થવા લાગે છે. તેના કારણે ઘરની સુખ-શાંતિ નો ભંગ થાય છે. ઘણીવાર માનસિક સમસ્યાઓ પણ જન્મ લે છે. પરંતુ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપોર્ટ મુજબ એવું વાસ્તુદોષ નાં કારણે થાય છે. જોકે આ સમસ્યા ને  વસ્તુ નાં નાના-નાના ઉપાયથી હલ કરી શકાય છે. તો ચાલો જાણીએ તેના વિશે

જો ખર્ચાઓને લઈને થતો હોય ઝગડો

વાસ્તુ અનુસાર જો તમારા ઘરમાં ધન સંબંધી વિવાદ થતો હોય તો અથવા તો ખર્ચાઓને લઈને અથવા તો લેવડદેવડ ને લઈને વિવાદ થતો હોય તો તેના માટે તમારે તિજોરીની દિશા યોગ્ય કરવાની રહેશે. માન્યતા મુજબ તિજોરી હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવી જોઈએ. ખોટી દિશામાં રાખવાથી હંમેશા ધન સંબંધી વિવાદ થાય છે.

પતિ પત્ની વચ્ચેનો વિવાદ

Young couple arguing

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો પતિ-પત્ની વચ્ચે કોઇ ને કોઇ વાત પર વાદ-વિવાદ થતો હોય તો આ એક વાસ્તુદોષ સંકેત છે. તેના થી રાહત મેળવવા માટે જાતકોએ બેડરૂમનો કલર નું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. ક્યારેય પણ બેડરૂમનો કલર ડાર્ક હોવો જોઈએ નહીં. હંમેશાં બેડરૂમ કલર માટે હલ્કા રંગનો પ્રયોગ કરવો જોઇએ. કહેવામાં આવે છે કે, હલકા રંગ નો પ્રયોગ કરવાથી પતિ પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ અને સમજદારી વધે છે.

ઘર નાં સભ્યો માટે રાખો આ વસ્તુનું ધ્યાન

જો ઘરના સભ્યો વચ્ચે નાની-નાની વાતને લઈને લડાઈ-ઝઘડો હોય તો તેમણે સતર્ક થવું જોઈએ. તુરંતજ વાસ્તુ નિવારણ કરવું જોઈએ. તેના માટે સૌથી પહેલા ઘરનાં સભ્યોના બેડરૂમની દિશા ચેક કરવી. ખોટી દિશામાં બેડરૂમ હોવાને કારણે પણ કારણ વગર ના ઝધડા થયા કરે છે. ધ્યાન રાખવું કે, મેરીડ કપલ નો બેડરૂમ હંમેશા દક્ષિણ અને પશ્ચિમ દિશામાં હોવો જોઈએ.

અપનાવો આ ઉપાય

 

જો કોઈ ઘરમાં કારણ વગર જ ઝઘડાઓ થતા હોય અને પરિવાર નાં સભ્યોમાં એક બીજા પ્રત્યે પ્રેમ અને સ્નેહ ની કમી હોય તો આ વાસ્તુદોષ સંકેત છે. તેથી રાત નાં સુતા પહેલા પિત્તળ નાં વાસણમાં ઘી માં ડુબાડી કપૂર કરવું. કહેવામાં આવે છે કે, તેનાથી ઝઘડા અને તણાવથી રાહત મળે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *