શું ગીતા કપુરે કરી લીધા છે લગ્ન? સેંથામાં સિંદુર અને લાલ સાડીમાં આવી નજર

શું ગીતા કપુરે કરી લીધા છે લગ્ન? સેંથામાં સિંદુર અને લાલ સાડીમાં આવી નજર

બોલીવુડની પ્રખ્યાત ૪૬ વર્ષીય કોરિયોગ્રાફર અને ટીવી શોઝ ની જજ ગીતા કપુર હાલનાં દિવસોમાં પોતાના કેટલીક તસ્વીરોને લઇને ચર્ચામાં છે. ગીતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટા શેર કર્યા છે. આ ફોટામાં ગીતા રેડ અનારકલી સુટ માં જોવા મળી રહી છે.

આ સાથે તેમણે સેંથામાં સીદુંર લગાવ્યું છે. ત્યારબાદ તેમના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ફોટાઓ જોઈને એવું અનુમાન લગાવી શકાય છે કે ગીતા કપુરે ગુપ્ત રીતે લગ્ન કર્યા છે. ગીતા માં એ આ તસ્વીરો લગભગ ત્રણ દિવસ પહેલાં પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી હતી.

જો કે આ ફોટાઓ શેર કર્યા પછી તેમણે કેપ્શન માં લખ્યું હતું કે “શૂટિંગ માટે તૈયાર છે”. ફોટા સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. ચાહકો સતત તેમને કોમેન્ટ અને પ્રતિક્રિયા આપી રહ્યા છે. ચાહકો તેમને પૂછપરછ કરવા લાગ્યા છે કે આ સિંદુર કોના નામનું છે? જણાવી દઈએ તો હજુ સુધી ગીતા કપુર કુંવારી છે.

એક ફેન દ્વારા કોમેન્ટ કરીને પુછવામાં આવ્યું કે, “માં નાં સેંથામાં સિંદુર….. માં નાં લગ્ન ક્યારે થયા?” તો બીજા ફેન દ્વારા કોમેન્ટ કરીને પુછવામાં આવ્યું કે, “સિંદુર કોના નામનુ છે ગીતા માં? જો કે હજુ સુધી ગીતા માં નો આ સવાલો ઉપર કોઈ જવાબ આવ્યો નથી. લાંબા સમય પહેલા તેમનું નામ રાજીવ ખેંચી સાથે જોડાયેલું હતું.

સોશિયલ મીડિયા પર આવેલા ગીતા અને રાજીવનાં ફોટોનાં આધાર ઉપર અમુક મીડિયા રિપોર્ટ્સ માં તેવો દાવો કરવામાં આવ્યો હતો કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે, પરંતુ બંનેએ આ સમાચાર પર કોઈ રીએક્શન આપ્યું નથી. રાજીવ ફિલ્મ એક્ટર, ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર છે.

તમને જણાવી દઈએ તો ગીતા પોતાના ખુશનુમા મિજાજ માટે જાણીતી છે. મોટાભાગે ગીતાના ચાહકો અને ડાન્સ સેટ પર દરેક વ્યક્તિ તેમને ગીતા માં નાં નામથી બોલાવે છે. માત્ર ૧૫ વર્ષની ઉંમરે તે ફરાહ ખાનનાં ગ્રુપમાં જોઈન થઇ હતી. ત્યારબાદ તેમણે કુછ કુછ હોતા હૈ, દિલ તો પાગલ હૈ, કભી ખુશી કભી ગમ, મોહબ્બતે, કલ હો ના હો, ઓમ શાંતિ ઓમ, સહિત ઘણી ફિલ્મોમાં સહાયક રીતે ફરાહ સાથે કામ કર્યું હતું. એટલું જ નહીં તેમણે ઘણી ફિલ્મોમાં બેગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ કામ કર્યું છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *