શું બાળક ઉધરસ શરદી થી પરેશાન છે તો અપનાવો આ ઘરેલુ ઉપાય, તુરંતજ સમસ્યા થશે દૂર

શું બાળક ઉધરસ શરદી થી પરેશાન છે તો અપનાવો આ ઘરેલુ ઉપાય, તુરંતજ સમસ્યા થશે દૂર

જેમ-જેમ ઋતુ માં પરિવર્તન થતું રહે છે તેમ તેમ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કોઈને કોઈ સમસ્યા ઉત્પન્ન થાય છે. હંમેશા જોવામાં આવે છે કે, ઋતુ બદલાવાના કારણે શરદી ઉધરસ થવી એ સામાન્ય વાત છે જો આ સમસ્યા કોઈ મોટાને થઈ હોય તો તેટલી ચિંતાની વાત હોતી નથી. પરંતુ નાના બાળકોને શરદી ઉધરસ થઈ જાય તો માતા-પિતાની ચિંતા ખૂબ જ વધી જાય છે. ખાસ કરીને કોરોના કાળમાં બાળકો નાં સ્વાસ્થ્યની ચિંતા વધારે રહે છે.

જો તમારા ઘરમાં પણ કોઈ બાળકને ઉધરસ શરદી નાં લક્ષણો જોવા મળી રહ્યા હોય તો તરત જ સાવધાન થઈ જવું જોઈએ. ઋતુ પરિવર્તન નાં કારણે શરદી ઉધરસ થવી સામાન્ય વાત છે. પરંતુ બાળકોને આ મુશ્કેલી ખૂબ જ વધારે પરેશાન કરી દે છે. જેના કારણે બાળકોના માતા-પિતા પણ પરેશાન થઈ જાય છે.

જો તમારા બાળક ને શરદી ઉધરસ થી બચાવા ઈચ્છતા હોવ તો આ ઘરેલુ ઉપાયો સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. આજે અમે તમને આ લેખ નાં માધ્યમથી કેટલીક એવી વસ્તુઓ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જેનું સેવન કરવાથી ઘરે જ નાના બાળકો ને શરદી ઉધરસની સમસ્યા દૂર કરી શકાય છે.

હળદર વાળું દૂધ

જો કોઈ બાળકને શરદી ઉધરસ ની પરેશાની હોય તો તેવી સ્થિતિમાં તમારે દૂધમાં હળદર મેળવી બાળકને પીવડાવી શકો છો. તેનાથી શરદી ઉધરસ દુર થાય છે. દૂધમાં હળદર ને સારી રીતે ઉકાળવી. ત્યારબાદ નવશેકુ દૂધ બાળકને પીવડાવવું. જો તમે કાચી હળદર નો ઉપયોગ કરો છો તો તે પણ ઉત્તમ ગણવામાં આવે છે.

ઉકાળો

બાળકને શરદી ઉધરસમાં રાહત મળે તે માટે બાળકને દિવસમાં ઓછામાં ઓછો બે વાર ઉકાળો જરૂર પીવડાવવો જોઈએ. જો બાળક નાનું હોય તો તેને એક થી બે ચમચી ઉકાળો પીવડાવી શકો છો. જો બાળક મોટું હોય તો નાનો કપ ઉકાળો પીવડાવો. તેના માટે બજારમાં ઉપલબ્ધ સારી કંપની નો ઉકાળો ખરીદી શકો છો. આ ઉપરાંત ઘરે પણ તુલસી, તજ, લવિંગ, મરી અને આદુનો ઉકાળો તૈયાર કરી શકો છો.

 અજમાનું પાણી

જો બાળકને શરદી ઉધરસની સમસ્યા હોય અને તેમાં  જલ્દીથી રાહત મેળવવા માટે બે ચમચી અજમા નું પાણી આપી શકો છો. એક ગ્લાસ પાણીમાં એક મોટી ચમચી અજમા સારી રીતે મિક્સ કરી તેને ઉકાળવું પાણી અડધું થઈ જાય ત્યાં તેને ઉકળવા દેવું. ત્યારબાદ બાળકને ત્રણ ચાર વાર તે અજમાનું  પાણી આપવું. બાળક મોટું હોય તો તેને અડધો કપ અજમાનું પાણી આપી શકો છો.

સ્ટીમ આપવી

બાળક ને શરદી ઉધરસ ની પરેશાની હોય એવી સ્થિતિમાં તમે બાળકને ઓછામાં ઓછી એક વાર સ્ટીમ આપી શકો છો. જો સૂતા પહેલા સ્ટિમ આપો છો તો તેનાથી વધારે ફાયદો થાય છે. ઘણીવાર માતા-પિતાને ડર હોય છે કે, બાળક સ્ટીમ લેતી વખતે પાણી થી દાઝી ન જાય. એવામાં પાણીનું વાસણ તમે જમીન પર રાખી શકો છો અને બાળક ને બેડ પર રાખી ને પકડીને સારી રીતે સ્ટીમ આપી શકો છો. આ રીતે સ્ટીમ તેના સુધી સરળતાથી પહોંચી શકે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *