શત્રુઓનો નાશ કરે છે માં દુર્ગા નું કાલરાત્રિ સ્વરૂપ, જાણો તેની પૂજા વિધિ અને તેની સાથે જોડાયેલ કથા

નવરાત્રિ નાં સાતમા દિવસે કાલરાત્રિ ની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, માં નાં આ સ્વરૂપની આરાધના કરવાથી વ્યક્તિને દરેક પાપો માંથી મુક્તિ મળે છે. અને શત્રુઓનો નાશ થાય છે. માતાનો રંગ કાળો હોવાને કારણે તેને કાલરાત્રિ કહેવામાં આવે છે. તેને ત્રણ નેત્ર છે. અને તેના હાથમાં ખડક છે સાથે જ તેમનું વાહન ગધેડુ છે. માં દુર્ગાનું સ્વરૂપ ખૂબ જ આક્રમણ અને ભયભીત કરનાર છે. કહેવામાં આવે છે કાલરાત્રી ની પૂજા નકારાત્મક શક્તિ દૂર થાય છે.
પૂજા વિધિ
દરરોજની જેમ આ દિવસે સવારે વહેલા ઊઠી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી સૌથી પહેલા ગણેશજીની આરાધના કરવી. ચોખા, રાતરાણી નું ફૂલ, ચંદન વગેરેનો ઉપયોગ કરવો. માં ને પણ સોપારી ધરાવવા. કપૂર નો દીવો કરવો. માં ની આરતી કરવી અને તેની સાથે જોડાયેલી કથા સાંભળવી અને માં ને ગોળનો ભોગ ધરાવવો.
કથા
પૌરાણિક માન્યતા અનુસાર આ દુર્ગાસુર નામનો રાક્ષસ કૈલાસ પર્વત પર દેવી પાર્વતી ની ગેરહાજરીમાં હુમલો કરવાના પ્રયત્નો કરી રહ્યો હતો. માટે તેની સાથે યુદ્ધ કરવા માટે માં એ કાલરાત્રિ ને મોકલ્યા હતા. પરંતુ તે રાક્ષસ ખૂબ જ વિશાળ થતો જતો હતો. ત્યારે દેવી અવ પોતાને વધારે શક્તિશાળી બનાવવા માટે શસ્ત્રો ધારણ કર્યા. અને ત્યારબાદ દુર્ગાસુર નો વધ કર્યું. આજ કારણે તેમને દુર્ગા પણ કહેવામાં આવે છે.
બીજ મંત્ર
ૐ દેવી કાલરાત્રિ નમ: આ બીજ મંત્ર નાં જપ કરવા. આ મંત્ર નાં જપ કરવાથી માતા દરેક મનોકામના પૂર્ણ કરે છે આ મંત્ર ની ૧૧ માળા કરવી. સાથેજ પૂજા કાર્ય બાદ માં ની આરતી કરવી. આ રીતે નવરાત્રી દરમિયાન વિધિ પૂર્વક માતાજી ની પૂજા અર્ચના કરવાથી જીવન ની દરેક મુશ્કેલી દુર થાય છે. એ માં ની કુપા દ્રષ્ટિ બની રહેછે. જીવન ખુશીઓ થી ભરેલું રહેછે. ત્યાર બાદ નોવમ નાં દિવસે ૭ અથવા ૧૧ બાળાઓ ને ભોજન કરાવવું.તેનાથી માતાજી પ્રશન્ન થાય છે.