શનિદેવને પ્રસન્ન કરવા માટે આ વસ્તુઓનું ન કરવું સેવન, થઈ શકે છે ભારે નુકસાન

શનિદેવ ને દરેક શાસ્ત્રમાં ન્યાય નાં દેવતા કહેવામાં આવે છે. શનિદેવને કોઈપણ પ્રકાર નો અન્યાય પસંદ નથી. તે હંમેશા એવા લોકો પર ક્રોધિત રહે છે. જે તેના નિયમોનું પાલન કરતા નથી. તેથી અમે તમને આ લેખનાં માધ્યમથી શનિદેવ નાં પ્રકોપથી બચવા માટે તમારે શું કરવું જોઈએ. અને શનિદેવને શું પસંદ છે અને શું પસંદ નથી. તેના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જે લોકોને શનિની સાડાસાતી કે ઢૈયા ચાલી રહી હોય તેમણે આ વાતો ખાસ ધ્યાનમાં રાખવી.
શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવાર નાં દિવસે કાળી, સફેદ અને લાલ વસ્તુઓ ખાવાથી બચવું જોઇએ. તેની સાથે આ દિવસે તેલનું દાન કરવાની પરંપરા છે. નહીંતર તમારે ખરાબ પરિણામો જોવા મળી શકે છે. શનિદેવ ને વિશેષ કરીને સાત્વિક ભોજન પસંદ છે. શનિવાર નાં દિવસે માંસ માછલી ખાવાથી બચવુ. એવા ભોજન નું સેવન કરવાથી શનિદેવ ક્રોધિત થઈ શકે છે.
તેની સાથે ધ્યાન રાખવું કે, શનિવાર નાં દિવસે મસૂરની દાળ અને લાલ મરચાનો પ્રયોગ વર્જિત ગણવામાં આવે છે. તેની પાછળનું કારણ છે કે, મસૂરની દાળ અને લાલ મરચાનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે. અને બંને ગ્રહ શત્રુ ગણવામાં આવે છે. તેથી તેનું સેવન કરવાથી વ્યક્તિમાં ઉગ્રતા આવે છે. તેની સાથે જ શનિવાર નાં દિવસે દૂધનું સેવન પણ ન કરવું જોઈએ.
કારણ કે દૂધ નો સંબંધ શુક્ર ગ્રહ સાથે હોય છે અને શુક્ર ગ્રહ ને વિલાસ અને ઈચ્છાઓ નાં કારક ગ્રહ માનવામાં આવે છે. શનિદેવને આધ્યાત્મિક ગ્રહ ગણવામાં આવે છે. માટે ખૂબ જ જરૂરી છે કે, દૂધમાં કઈ મેળવીને ખાઓ. સાથે જ યાદ રાખો કે, શનિવાર નાં દિવસે શરાબનું સેવન ન કરવું. શરાબ રાક્ષસોનું પીણું ગણવામાં આવે છે.
શરાબ માણસની બુદ્ધિને ભ્રષ્ટ કરે છે. શરાબ માણસ ની મતિભ્રમ કરી દે છે. અને શનિદેવ ની તેનાથી વિપરીત થઈ શકે છે. અને માન સન્માનને હાનિ અને જીવન માટે પણ ખતરનાક બની શકે છે. શનિવાર નાં દિવસે ખાટી વસ્તુઓ થી પણ દૂર રહેવું. સાથેજ શનિવાર નાં દિવસે લોખંડ ની વસ્તુઓની ખરીદી ના કરવી. તે દિવસે લોખંડ નું દાન કરવું. શનિવાર નાં દિવસે લોખંડ નું દાન કરવાથી શનિદેવ વ્યપાર માં ફાયદો કરાવે છે.આ ઉપરાંત સૂર્યોદય પહેલા સ્નાન કરીને શનિદેવની પૂજા કરવી. પીપળા નાં વૃક્ષ પાસે સરસવ નાં તેલનો દીવો કરવો. અને શનિ દેવ નાં સાથે જોડાયેલા આ મંત્રનો જાપ કરવા.
“ॐ शं शनैश्चराय नमः”, “ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः”, “ॐ शन्नो देविर्भिष्ठयः आपो भवन्तु पीतये। सय्योंरभीस्रवन्तुनः।।