શિયાળાની ઋતુમાં ખજુરની સાથે ગરમ દુધનું સેવન કરવાથી જડમુળ માંથી દુર થઈ જશે આ રોગ

તમે ખજૂર વિશે તો જરૂરથી સાંભળ્યું હશે. ખજૂર એક પ્રકારનું ડ્રાયફ્રુટ હોય છે. જેનો ઉપયોગ લાડુ, ખીર અથવા અન્ય પ્રકારનાં પકવાનો બનાવવામાં થાય છે. ખજૂર સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેનાથી સ્વાસ્થ્યને થતા લાભ પણ ખૂબ જ અદભુત હોય છે. જે રીતે દ્રાક્ષને સુકવીને કિસમિસ બનાવવામાં આવે છે, તે રીતે જ ખજૂરને પણ સૂકવીને બનાવવામાં આવે છે. ખજૂરનો સ્વાદ મીઠો હોય છે, પરંતુ ખૂબ જ ઓછા લોકોને તેના ઔષધિય ગુણો વિશે જાણકારી હોય છે.
શિયાળામાં દૂધની સાથે તેનું સેવન કરવાથી તેના ફાયદાઓ બમણા થઈ જાય છે. હકીકતમાં ખજૂરમાં વિટામિન-એ અને વિટામિન-બી ભરપૂર માત્રામાં હોય છે. જેનાથી તે ઘણાં પ્રકારની બીમારીઓ સાથે લડવામાં મદદગાર સાબિત થાય છે. તો ચાલો આજે અમે તમને આ આર્ટીકલમાં ખજૂરને ગરમ દૂધની સાથે લેવાથી શિયાળામાં શું-શું ફાયદા થાય છે, તેના વિશે વિગતવાર માહિતી આપીશું.
ડાયાબિટીસમાં મદદગાર
ગરમ દૂધની સાથે ખજૂર ઉમેરીને પીવાથી શરીરને ખૂબ જ તાકાત મળે છે. ડાયાબિટીસમાં પણ ખજૂરનો ઉપયોગ ફાયદાકારક માનવામાં આવ્યો છે. ડાયાબિટીસથી પીડાતા દર્દીઓએ દિવસમાં ઓછામાં ઓછા ૮ થી ૧૦ ખજૂરનું સેવન કરવું જોઈએ. આવું કરવાથી ૬ મહિનાની અંદર તમને ડાયાબિટીસમાં રાહત મળશે. ખજૂરમાં પ્રાકૃતિક રૂપથી મીઠાશ હોય છે, જેનાથી કોઈપણ પ્રકારનું શરીરને નુકસાન પહોંચતું નથી.
અસ્થમામાં રાહત
દરરોજ ૨ થી ૪ ખજૂરને ગરમ દૂધમાં ઉકાળી લેવા. ત્યારબાદ ખજૂર ખાઈ જવા અને દૂધ પી જવું. તે શરીરમાંથી કફને ધીમે ધીમે બહાર કાઢી નાખે છે, જેનાથી અસ્થમામાં રાહત મળે છે. હકીકતમાં ખજૂરની તાસીર ગરમ માનવામાં આવે છે, જેના લીધે ફેફસા અને હૃદયને ખૂબ જ ફાયદો મળે છે.
વારંવાર પેશાબ આવવાની સમસ્યા
૨ ખજૂરને 300 ગ્રામ દૂધમાં ઉકાળીને તેનું સેવન કરવાથી વારંવાર પેશાબ આવવાની સમસ્યાને દૂર કરી શકાય છે. વળી અમુક બાળકોને રાતે પથારીમાં પેશાબ કરવાની પણ આદત હોય છે. તેવામાં જો આવા બાળકોને તે સમસ્યામાંથી છુટકારો અપાવવા માટે દરરોજ ૨ ખજૂર ખવડાવવા અથવા તો રાત્રે સૂતા સમયે ખજુરવાળું દૂધનું સેવન કરાવવું. થોડા દિવસોમાં જ પથારીમાં પેશાબ કરવાની પરેશાની થી છુટકારો મળી જશે.
માસિક ધર્મમાં રાહત
મહિલાઓને દર મહિને માસિક ધર્મનાં દુખાવામાંથી પસાર થવું પડે છે. માસિક ધર્મ દરમિયાન મહિલાઓને કમરમાં દુખાવો, પેટમાં દુખાવો અને સાથોસાથ પગના દુખાવાની પણ ફરિયાદ રહેતી હોય છે. તેવામાં જો નિયમિત રૂપથી ગરમ દૂધની સાથે ખજૂરનું સેવન કરવામાં આવે તો આ દુખાવામાંથી છુટકારો મળે છે.
કબજિયાતમાં આરામ
દરરોજ ૨ થી ૪ ખજૂરને ગાયનાં દૂધમાં ઉકાળીને તેનું સેવન કરવું. જો તમે દરરોજ સવાર-સાંજ તેનું સેવન કરો છો તો તેનાથી પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યામાંથી તમને છુટકારો મળે છે. ફક્ત એટલું જ નહીં પરંતુ જો કબજિયાતની સમસ્યાથી પરેશાન હોય તો તમારે દરરોજ સવાર-સાંજ ૩ ખજૂરનું સેવન કરવું અને તેનું સેવન કર્યા બાદ ગરમ પાણી પીવું. આવું કરવાથી તમને કબજિયાતની સમસ્યામાંથી રાહત મળશે.