શિલ્પા શેટ્ટી નાં કારણે આ રીતે બરબાદ થયું હતું રાજ કુંદ્રા ની પહેલી પત્ની નું જીવન

શિલ્પા શેટ્ટી નાં કારણે આ રીતે બરબાદ થયું હતું રાજ કુંદ્રા ની પહેલી પત્ની નું જીવન

બોલિવૂડની ફિલ્મોની જેમ તેમના પાત્ર નિભાવનાર સ્ટાર્સ નું જીવન પણ અજીબો-ગરીબ હોય છે. તેમના જીવનમાં કયા સમયે શું થઈ જાય કોઈને ખબર નથી પડતી. ક્યારે કોની જોડે પ્રેમ કરી લે અને કોની સાથે લગ્ન કરી લે. તે બધું  તેમના જીવનમાં સામાન્ય વાત બની ગઈ છે. બોલિવૂડની એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી નું જીવન પણ કંઈક એવુજ છે.

બોલિવૂડમાં જ્યારે પણ ‘મેડ ફોર ઈચ અધર’ કપલની વાત આવી ત્યારે તે લિસ્ટમાં શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા નું નામ આવે છે. શિલ્પા અને રાજ કુંદ્રા બોલિવૂડની સૌથી સુંદર જોડી માંથી એક છે. તે બંને ને સાથે જોતા જ લાગે છે તે બંને વચ્ચે બોન્ડિંગ પણ સારૂ હશે. તેમનાં લગ્ન ૨૨ નવેમ્બર ૨૦૦૯ માં થાય હતા.

આજે બંને ને બે બાળકો છે. એક છોકરો વિયાન અને છોકરી સમીશા તમે બધા જાણતા હશો કે, બિઝનેસ મેન રાજ કુંદ્રા સાથે લગ્ન પછી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના જીવનમાં ખૂબ જ ધન દોલત આવી ગઈ છે. આજે બોલિવૂડ માંથી ગાયબ થઈ ગયા. પછી પણ શિલ્પા નું નામ અમીર અભિનેત્રીઓમાં ગણવામાં આવે છે. અને રાજ કુંદ્રા એક પરફેક્ટ હસબન્ડ ની જેમ શિલ્પા શેટ્ટી ની આગળ પાછળ ફરતા જોવા મળે છે.

તમને કદાચ ખબર નહીં હોય કે, એક સમય એવો હતો જ્યારે બિઝનેસમેન રાજ કુંદ્રા પર પત્ની ને દગો આપવાનો આરોપ પણ હતો. તેની સાથે જ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પર રાજ ની પહેલી પત્ની એ તેનું ખુશહાલ ઘર ને બરબાદ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. પોતાના લગ્ન તૂટયા પછી કવિતા કુન્દ્રાએ શિલ્પાને ના ફક્ત હોમ બ્રેકર કહ્યું હતું પરંતુ ઘણા આરોપ પણ લગાવ્યા હતા.

આ આરોપો પછી રાજને જઈને પુરી સિચ્યુએશનને હેન્ડલ કરવા માટે શિલ્પા અને તેના પુરા પરિવાર ની માફી માગવી પડી હતી. આ તે સમયની વાત છે જ્યારે શિલ્પા બ્રિટિશ રિયાલિટી શો બિગ બ્રધર સીઝન પાંચ માં ભાગ લીધો હતો. અને તેને જીત્યો હતો. તે સમય રાજ કુંદ્રા બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી નાં ડાઈ હાર્ડ ફેન હતા. તે સમય દરમિયાન શિલ્પા પોતાની પરફ્યુમ બ્રાન્ડ S2 ને લોન્ચ કરી રહી હતી. ત્યારે રાજકુંદ્રા શિલ્પા નાં પરફ્યુમ બ્રાન્ડ નાં પ્રમોશન માટે લંડન માં તેમની મદદ કરી રહ્યા હતા.

આ બન્નેની મુલાકાત એક બીઝનેસ ડીલ દરમિયાન થઇ હતી તે પહેલી મુલાકાત પછી બન્ને નજીક આવવા લાગ્યા હતા. અને અવાર નવાર એકબીજાને મળવા લાગ્યા હતા. તેની અસર રાજ કુંદ્રા નાં પહેલા લગ્ન ઉપર પડવા લાગી હતી રાજે પોતાની ફ્રેન્ડ કવિતા જોડે લગ્ન કર્યા હતા. કવિતા પણ એક સારા વેપારી પરિવાર માંથી હતી. તેમના પિતા લંડન  ના અમીર બીઝનેસ મેન માંથી એક હતા.

રાજ શિલ્પા ને મળવા લાગ્યા ત્યારે તેમની પત્ની કવિતા એ આરોપ લગાવ્યો કે, રાજ કુંદ્રા બદલવા લાગ્યા છે. તે સવારે અને સાંજે માત્ર શિલ્પાની જ વાતો કરતા રહે છે. તે દરમિયાન તેમને પોતાના પરિવારની ચિંતા પણ નથી રહી. કવિતાના કહેવા પ્રમાણે રાજ કુંદ્રા શિલ્પા શેટ્ટીને મળ્યા પછી તેમની ઉપર છુટાછેડા માટે દબાણ કરવા લાગ્યા છે. કહેવામાં આવે છે કે, જ્યારે રાજે કવિતાને છૂટાછેડા ની નોટિસ આપી હતી ત્યારે તે બન્ને ની પુત્રી માત્ર બે મહિનાની હતી. તમને જણાવી દઈએ કે, રાજ અને શિલ્પા શેટ્ટી નાં લગ્ન પણ બોલિવૂડ નાં સૌથી મોંઘા લગ્ન માં ગણતરી માં આવે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *