શત્રુની અડધી શક્તિ ખેંચી લેતો હતો બાલી, પરંતુ જ્યારે હનુમાનજી સાથે થયો તેનો સામનો, જાણો પુરી કથા

શત્રુની અડધી શક્તિ ખેંચી લેતો હતો બાલી, પરંતુ જ્યારે હનુમાનજી સાથે થયો તેનો સામનો, જાણો પુરી કથા

શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો સંકટ મોચન હનુમાનજીને સૌથી શક્તિશાળી દેવતા માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તેમણે પોતાની શક્તિઓથી દુષ્ટ લોકોને પાઠ ભણાવેલા છે. તેમની શક્તિઓની આગળ કોઈ ટકી શકતું નથી. સમય આવવા પર તેમણે પોતાની શક્તિનું પ્રદર્શન કરીને સમસ્યાનું સમાધાન કર્યું છે. રામાયણ અનુસાર જોવામાં આવે તો એક વખત મહાબલી હનુમાનજીનો સામનો શત્રુની અડધી શક્તિ ખેંચી લેવા વાળા બાલિ સાથે થયો હતો અને પોતાની શક્તિઓ પર ખૂબ જ ઘમંડ હતો. તે વિચારતો હતો કે આ દુનિયામાં કોઈ પણ તેને હરાવી શકતું નથી કરી શકતું ન હતું, પરંતુ રામ ભક્ત હનુમાનજીએ બાલિનાં આ ઘમંડને ચકનાચૂર કરી દીધો હતો. આજે અમે તમને હનુમાનજી અને બાલિ નાં યુદ્ધની કથા વિશે બતાવવા જઈ રહ્યા છીએ.

બાલિ ની શક્તિઓનું રહસ્ય

બાલિ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવતો હતો. તમને જણાવી દઈએ કે બાલિ સુગ્રીવનાં ભાઈ અને અંગદનાં પિતા હતા. અપ્સરા તારા ના પતિ અને વાનર શ્રેષ્ઠ ઋક્ષ નાં પુત્ર હતા. જ્યારે બાલિ કોઈપણ સાથે યુદ્ધ કરતો હતો તે પોતાના શત્રુની અડધી શક્તિ ખેંચી લેતો હતો. શત્રુ ગમે તેટલો શક્તિશાળી કેમ ના હોય એની સામે આવીને તે કમજોર બની જતો હતો. જેના કારણે બાલિ પોતાના શત્રુઓને પરાજિત કરતો હતો. રામાયણ અનુસાર જોવામાં આવે તો બાલિને તેના ધર્મ પિતા ઇન્દ્ર તરફથી એક સુવર્ણ હાર પ્રાપ્ત થયો હતો. આ હારની શક્તિને કારણે બાલિ લગભગ અજેય હતો. બાલિ એ ઘણા બધા યુદ્ધ લડ્યા અને બધામાં તેને વિજય પ્રાપ્ત થયો હતો. બ્રહ્માજીએ બાલિને સુવર્ણ હાર મંત્રયુક્ત કરીને આપ્યો હતો. જ્યારે બાલિ આહારને પહેરીને રણભૂમિમાં પોતાના શત્રુની સામે આવતો હતો, તો શત્રુની અડધી શક્તિ બાલિને પ્રાપ્ત થઈ જતી હતી, જેનાથી તે ખૂબ જ શક્તિશાળી બની જતો હતો.

ભગવાન શ્રીરામ પણ બાલિ ની સામે આવ્યા નહીં

એક ગેરસમજણને કારણે બાલિનાં મનમાં સુગ્રીવ પ્રત્યે નફરત પેદા થઇ ગઇ હતી, જેના કારણે વાલીએ પોતાના ભાઈ સુગ્રીવની પત્નીને હડપ કરીને બળપૂર્વક તેને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો હતો. ત્યારે સુગ્રીવ હનુમાનજી પાસે પહોંચ્યા અને હનુમાનજીએ સુગ્રીવને શ્રીરામ સાથે મુલાકાત કરાવીને પોતાની બધી સમસ્યા જણાવી. સાથોસાથ એવું પણ જણાવ્યું કે કઈ રીતે અન્ય વ્યક્તિની શક્તિઓને બાલિ પોતાનામાં સમાવી લે છે. ત્યારે પ્રભુ શ્રી રામજીએ બાલિને છુપાઈને તીર માર્યું હતું. ભલે શ્રી રામજી એ કોઈ અપરાધ ન કર્યો હતો, પરંતુ બાલિ ના મનમાં એવા વિચારો ઉત્પન્ન થઈ ગયો હતો કે રામજીએ તેને છુપાઈને મારેલ છે.

જ્યારે બાલિનો હનુમાનજી સાથે થયો સામનો

બાલીને પોતાની શક્તિઓ પણ ખુબ જ ઘમંડ હતો. તે વિચારતો હતો કે આ વિશ્વમાં કોઇ પણ તેને હરાવી નહીં શકે અને કોઈપણ તેનો સામનો નહીં કરી શકે. પરંતુ બાલિ ના આ ઘમંડને હનુમાનજીએ તોડી દીધો હતો. એક વખત હનુમાનજી અને બાલિનો સામનો થયો હતો. પ્રચલિત કથા અનુસાર એવું જણાવવામાં આવે છે કે એક દિવસ રામભક્ત હનુમાનજી વનમાં તપસ્યા કરી રહ્યા હતા. તે દરમિયાન બાલિ લોકોને ધમકાવતો વનમાં પહોંચી ગયો. બાલિ પોતાની તાકાતના નશામાં ચૂર હતો. વનમાં પહોંચીને બાલિ જોરજોરથી પડકાર આપવા લાગ્યો કે કોણ મને હરાવી શકે છે. જો કોઈએ પોતાની માનુ દુધ પીધુ હોય, તો મને હરાવીને બતાવે.

બાલિનાં અવાજથી હનુમાનજીને તપસ્યા ભંગ થઈ ગઈ. ત્યારે હનુમાનજીએ વાલીને કહ્યું કે તમે ખૂબ જ શક્તિશાળી છો. આ વિશ્વમાં કોઈ તમને નથી હરાવી શકતું, પરંતુ આવી રીતે શા માટે બૂમ-બરાડા કરી રહ્યા છો. આટલું સાંભળીને બાલિને ગુસ્સો આવી ગયો અને હનુમાનજીને પડકાર આપી દીધો. બાલિ હનુમાનજીને એવું પણ કહ્યું કે તમે જેની ભક્તિ કરી રહ્યા છો હું તેમને પણ હરાવી શકું છું. પ્રભુ રામજીની મજાક ઉડતી જોઇને હનુમાનજીને વધારે ક્રોધ આવી ગયો હતો.

હનુમાનજીએ બાલિનો પડકાર સ્વીકાર કરી લીધો. ત્યારબાદ નક્કી કરવામાં આવ્યું કે આગલા દિવસે સૂર્યોદય થતાની સાથે જ બંનેની વચ્ચે યુદ્ધ થશે. જ્યારે હનુમાનજી તૈયાર થઈને યુદ્ધ માટે નીકળી રહ્યા હતા, ત્યારે બ્રહ્માજી પ્રગટ થયા અને તેમણે હનુમાનજીને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તે બાલિ ના પડકારનો સ્વીકાર ન કરે. પરંતુ હનુમાનજીએ કહ્યું કે તેણે મારા પ્રભુ શ્રી રામજીને પડકાર આપ્યો છે એટલા માટે હું તેની સાથે જરૂર યુધ્ધ કરીશ. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તમે પોતાની શક્તિઓનો ૧૦ મો ભાગ લઈને યુદ્ધમાં જાજો, બાકી પોતાના આરાધ્યનાં ચરણોમાં સમર્પિત કરી દો. હનુમાનજીએ બ્રહ્માજીની વાત માની લીધી અને પોતાની શક્તિનો દસમો હિસ્સો લઈને બાલિ સાથે યુદ્ધ કરવા માટે ગયા.

જ્યારે બાલિ અને હનુમાનજીનો આમનો સામનો થયો, તો હનુમાનજીની શક્તિનો અડધો હિસ્સો બાલિ નાં શરીરમાં જવા લાગ્યો. બાલિને પોતાના શરીરની અંદર વધારે શક્તિ હોવાનો અહેસાસ થવા લાગ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે તેનું શરીર હવે ફાટી જશે. ત્યારે બ્રહ્માજીએ પ્રગટ થઈને બાલિને કહ્યું કે જો તું પોતાનો જીવ બચાવવા માંગતા હોય, તો તુરંત હનુમાનજી થી દુર ભાગીને જતો રહે, નહીંતર તારું શરીર ફાટી જશે. ત્યારે બાલિને બધુ સમજમાં આવી ગયું અને તે તુરંત જ હનુમાનજી થી દુર ભાગીને ચાલ્યો ગયો. ત્યારબાદ તેને રાહત મહેસુસ થઇ.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *