શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે ભોજન કરવાના ૭ નિયમો, પાલન કરશો તો હંમેશા રહેશો સ્વસ્થ

શાસ્ત્ર મનુષ્ય અને સફળ જીવન જીવવાનો માર્ગ બતાવે છે. તેવામાં શાસ્ત્રોમાં ધર્મ- કર્મ થી લઈને દૈનિક જીવન સાથે જોડાયેલ દરેક મહત્વપૂર્ણ વાતોનો ઉલ્લેખ મળે છે. શાસ્ત્રોમાં દૈનિક જીવન ની બધી જ ક્રિયાઓ માટે યોગ્ય નિયમ અને કાયદા બતાવવામાં આવ્યા છે. જેમાં ભોજન સાથે જોડાયેલ જરૂરી નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે આજના આધુનિક યુગમાં શાસ્ત્રોની વાતો ભુલાઈ ગઈ છે પરંતુ વાસ્તવમાં જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો જીવન ધન્ય બની જાય છે.
ખાસ કરીને જો શાસ્ત્રોના નિયમોનુસાર ભોજન કરવામાં આવે તો તે ધાર્મિક દ્રષ્ટિએ આપણા માટે ફાયદાકારક તો છે જ પરંતુ સાથે સાથે તેમના પાલનથી આપણને સ્વાસ્થ્યનો પણ લાભ મળશે. આજે અમે તમને ભોજન સાથે જોડાયેલ એવી ૭ નિયમોના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
હકીક્તમાં હિન્દુ ધર્મશાસ્ત્રોમાં અન્નને દેવતા માનવામાં આવે છે. તેવામાં શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ ભોજન એટલે કે અન્નનો અનાદર કરે છે અથવા તો નિયમો અનુસાર ભોજન ગ્રહણ નથી કરતાં તેનાથી અન્ન દેવતા નારાજ થઈ જાય છે. તેથી શાસ્ત્રોમાં ભોજન કરવાના અમુક નિયમો જણાવવામાં આવ્યા છે. જેનું અનુસરણ કરવાથી દેવતા પ્રસન્ન રહે છે અને વ્યક્તિ આજીવન સ્વસ્થ રહે છે. તો ચાલો જાણીએ ભોજન સાથે જોડાયેલ અમુક નિયમો વિશે.
શાસ્ત્રો અનુસાર સ્નાન કર્યા વગર ભોજન કરવું ના જોઈએ. તેના વગર કરવામાં આવેલું ભોજન શરીરને લાગતું નથી અને તેની સાથે જ અન્ન દેવતા પણ નારાજ થઈ જાય છે. હકીક્તમાં શાસ્ત્રોનું માનીએ તો જે વ્યક્તિ હાથ-પગ ધોયા વગર અને સ્નાન કર્યા વગર કે ગંદા સ્થાન પર બેસીને ભોજન કરે છે તેમને આર્થિક નુકશાની પણ સહન કરવી પડે છે. સાથે જ ઘરમાં ધન-ધાન્યની ખોટ અને આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. સાથે જ તેના લીધે સ્વાસ્થય પણ ખરાબ રહે છે.
શાસ્ત્રોના અનુસાર ભોજન કરવાનું સૌથી યોગ્ય સ્થાન જમીન છે. તેના સિવાય પથારી, ખુરશી, સોફા વગેરે જગ્યાઓ પર બેસીને ભોજન કરવું ધાર્મિક દ્રષ્ટિએ ખોટું માનવામાં આવે છે.
વળી શાસ્ત્રોમાં ભોજનની પહેલી રોટલી ગાય માટે કાઢવાની વાત કરવામાં આવી છે. જો કોઈ કારણને લઈને તમે રોટલી ગાયને આપી શકતા ના હોય તો ભોજન શરૂ કરતાં પહેલા પોતાનો પહેલો કોળિયો ભગવાનના નામનો કાઢવો જોઈએ અને ત્યારબાદ તેમનો આભાર માનીને ભોજન શરૂ કરવું જોઈએ.
ઘણીવાર ભોજન કરતાં સમયે તેમનો અમુક અંશ નીચે જમીન પર પડી જતો હોય છે પરંતુ આપણે સામાન્ય રીતે તેમની તરફ ધ્યાન આપતા નથી. તેવામાં જમીન પર પડેલ ભોજન કોઈપણ વ્યક્તિના પગ નીચે પણ આવી શકે છે જે ખરેખર યોગ્ય નથી. હકીકતમાં ધાર્મિક દ્રષ્ટિએ અન્નને પગ લગાવવો મોટી ભૂલ માનવામાં આવે છે. તેવામાં ભોજન કરતાં સમયે જો અન્નનો દાણો નીચે પડી જાય તો તેમને ઉઠાવી લઈને કોઈ પક્ષી કે કીડીઓને ખવડાવી દેવો જોઈએ. જો તમે એવું પણ ના કરી શકતા હોય તો પછી તેમને ઉઠાવીને કોઈ સાફ જગ્યા પર રાખી દો.
ઘણીવાર એવું બને છે કે લોકો પોતાની થાળીમાં જરૂરિયાતથી વધારે ભોજન લઈ લેતા હોય છે અને પછી જ્યારે પેટ ભરાઈ જાય છે તો બાકી રહેલ ભોજનને થાળીમાં જ છોડી દે છે. જો કે થાળીમાં વધેલ એઠું ભોજન વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રના હિસાબથી સારું માનવામાં આવતું નથી. એવું કહેવામા આવે છે કે થાળીમાં ભોજન એઠું છોડવાથી દેવી લક્ષ્મી નારાજ થઈને ઘરથી દૂર ચાલી જાય છે અને તેના કારણે ઘરમાં ધનની ખોટ પડે છે. તેવામાં સારું એ રહેશે કે થાળીમાં વધેલ ભોજનને કોઈ પ્રાણીને ખવડાવી દો.
ધાર્મિક માન્યતાઓની માનીએ તો થાળીમાં વધેલ ભોજનને કચરામાં ફેંકવાથી કે અપવિત્ર સ્થાન પર નાખવાથી, ઘરે ઊભા ઊભા ભોજન કરવાથી, ચપ્પલ કે શૂઝ પહેરીને ભોજન કરવાથી વ્યક્તિની ઉમર ઓછી થાય છે.