શાહરૂખ અને ગૌરી ખાન ની દિકરી સુહાનાને મળ્યું લગ્ન માટેનું પ્રપોઝલ, યુવકે જણાવી પોતાની સેલરી

શાહરૂખ અને ગૌરી ખાન ની દિકરી સુહાનાને મળ્યું લગ્ન માટેનું પ્રપોઝલ, યુવકે જણાવી પોતાની સેલરી

બોલીવૂડ સુપર સ્ટાર શાહરૂખ ખાન અને ગૌરી ખાનની પુત્રી સુહાના એ ભલે હજુ સુધી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું નથી પરંતુ તે સૌથી પોપ્યુલર સ્ટાર કિડ્ઝ છે. સોશિયલ મીડિયા પર સુહાના ની લાંબી ફેન ફોલોઈંગ છે. હાલમાં સુહાના એ પોતાનો ૨૧ મો જન્મદિવસ ઉજવ્યો છે. આ બર્થડે સેલિબ્રેશન નાં ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. હવે સુહાના ને તેની વચ્ચે સોશિયલ મીડિયા પર લગ્ન માટે ઓફર મળવા લાગી છે.

જી હા, તમે સાચું સાંભળ્યું છે. ગૌરી ખાને સોશિયલ મીડિયા પર પોતાની લાડલી પુત્રી ને જન્મ દિવસ વિશ કરવા માટે એક ખૂબ જ સુંદર ફોટો શેયર કર્યો હતો. આ ફોટા ને જોતાં જ સોશિયલ મીડિયા પર તે ફોટો વાયરલ થઈ ગયો. આ ફોટા પર ચાહકોએ ખૂબ જ કોમેન્ટ કરી છે. અને સુહાના ને જન્મદિવસની શુભકામનાઓ આપી છે. પરંતુ એક કોમેન્ટ એવી પણ આવી હતી. જેની તરફ બધાનું ધ્યાન ગયું છે.

એક સુહૈબ નામના યૂઝરે સુહાના ફોટા પર કોમેન્ટ લખી છે. “ગૌરી મેમ મારા લગ્ન કરાવી દો” મારું મન્થલી પેમેન્ટ એક લાખ રૂપિયાથી વધારે છે. હવે એટલું તો નક્કી છે કે, શાહરુખ ખાન અને ગૌરી ખાન પોતાની લાડલી પુત્રીનાં લગ્ન સુહૈબ સાથે તો નહીં કરાવે. પરંતુ તેનાથી એ વાતનો જરૂર ખ્યાલ આવે છે કે, બોલિવૂડમાં આવતાં પહેલા જ સુહાના નાં ખૂબ જ આશિક બની ગયા છે.

સુહાના એ પોતાનો જન્મદિવસ ન્યૂયોર્કમાં પોતાના મિત્રો સાથે સેલિબ્રેટ કર્યો હતો. તે આ સમયે અમેરિકામાં ફિલ્મ મેકિંગ નો અભ્યાસ કરી રહી છે. સુહાના ને અભિનય તરફ ખૂબ જ રસ છે. તેમની બેસ્ટ ફ્રેન્ડ અનન્યા પાંડે પહેલાથી બોલીવુડમાં ડેબ્યુ કરી ચૂકી છે. જ્યારે કે શનાયા કપૂર ની પણ ડેબ્યુ ફિલ્મનું શૂટિંગ જુલાઈમાં ચાલુ થવાનું છે. જેના પ્રોડ્યુસર કરણ જોહર છે. ત્યારબાદ સુહાના ની ડેબ્યુ ફિલ્મની ઘોષણાની બધા રાહ જોઈ રહ્યા છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *