શાહરુખ ખાન બન્યા હતા સલમાન ખાન અને ઐશ્વર્યા ની વચ્ચે તિરાડ પાડવા વાળા વિલન, આ કારણથી થયો હતો ઝધડો

બોલીવુડ માં ઘણા અભિનેતા અને અભિનેત્રીઓની લવ સ્ટોરી ફેમસ છે. દરેક યુગમાં કોઇ ને કોઇ લવ સ્ટોરી લોકોને સાંભળવા મળે છે. આજ સુધી બોલિવૂડમાં અનેક અભિનેતાઓ અને અભિનેત્રીઓ ની લવ સ્ટોરી એવી છે જે ક્યારેય સફળ નથી થઈ. તેમાંથી સૌથી ફેમસ લવ સ્ટોરી છે. બોલીવુડ નાં ભાઈજાન સલમાન ખાન અને વિશ્વસુંદરી એશ્વર્યા રાયની.આ બંને ની લવ સ્ટોરી વિશે દરેક જણે છે એમને જેટલા કિસ્સા સામે આવે છે એટલા જ ઓછા લાગે છે. જ્યારે તે બંને સાથે હતા ત્યારે તે બંને ની બોલિવૂડમાં સૌથી સુંદર કપલ માં ગણતરી કરવામાં આવતી હતી.
સલમાનખાન અને એશ બંને એ સંજય લીલા ભણસાલીની ફિલ્મ “હમ દિલ દે ચૂકે સનમ” ૧૯૯૯ માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા. બંને એકબીજાની સાથે જીવવા મરવાની કસમ ખાવા લાગ્યા બંનેનો પ્રેમ પણ આ ફિલ્મ દરમિયાન વધવા લાગ્યો હતો.તેની વચ્ચે તેમના સંબંધોમાં હિંસાની પણ એન્ટ્રી થઈ ગઈ. સલમાન ખાન એક વખત રાત્રે ૩ વાગ્યે એશ્વર્યા નાં ઘરે પહોંચી ગયા અને જોરથી તેનો દરવાજો ખખડાવવા લાગ્યા. સલમાનખાને ગુસ્સામાં એટલો જોરથી દરવાજો ખખડાવ્યો કે તેમના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું. તમને જણાવી દઈએ કે, તે સમયે સલમાન ખાનની બહેન અર્પિતા અને અલવીરા ને એશ્વર્યા ની સાથે સારા સબંધો હતા.
સલમાનખાન એશ્વર્યા નાં સંબંધો વિષે જ્યારે એશ્વર્યા નાં ઘરે ખબર પડી ત્યારે તે ખૂબ જ ઉદાસ થઈ ગયા. પરંતુ તે સમયે એશ્વર્યા સલમાન ખાન નાં પ્રેમમાં પાગલ હતી. તેથી તે મમ્મી પપ્પા નું ઘર છોડીને લોખંડવાલા માં એક ફ્લેટ માં જઈને રહેવા લાગી. તેમની લવ સ્ટોરી ચાલુ થઈ તેના થોડાક સમય સુધી તો બધુ સારું રહ્યું હતું.
સલમાન ખાન અને ઐશ્વર્યા તે સમયે દરેક પાર્ટી એવોર્ડ ફંક્શનમાં અને ઇવેન્ટ્સમાં સાથે જોવા મળતા હતા. બંને ને જોઈ ને દરેક ને લાગતું હતું કે, તે બંને ખૂબ જલ્દી લગ્ન કરી લેશે. પરંતુ અચાનક બધું પૂર્ણ થઈ ગયું. તેમનાં સંબંધ ને પૂર્ણ કર્યો સલમાન ખાન નાં ગુસ્સા એ. કેહવામાં આવે છે કે, તે સમયે સલમાન ખાન ઘણા પજેસિવ થઈ હતા ઐશ્વર્યા ને લઈને જ્યારે એશ્વર્યા નાં બોયફ્રેન્ડ હતા. ત્યારે તે સમયે એશ્વર્યા ની ફિલ્મ શાહરૂખ ખાન સાથે હિટ થઈ હતી. દેવદાસ અને મોહોબ્બતે જેવી ફિલ્મો માં બંને ની કેમેસ્ટ્રી ને લોકો દ્વારા ખુબજ પસંદ કરવામાં આવી હતી. પરંતુ સલમાન ખાનને તેનાથી પરેશાની થવા લાગી. તે દરમિયાન સલમાન ખાન રાત્રે એશ્વર્યા નાં ઘરે પહોંચી ગયા. અને જોરથી દરવાજો ખખડાવવા લાગ્યા. અને ત્યાં 3 વાગ્યા સુધી રહ્યા. સલમાનખાન એશ્વર્યા પાસે થી લગ્નનું વચન માંગતા હતા.લોકોનું કહેવું છે કે, દરવાજો ખખડાવતા સમયે સલમાનખાન નાં હાથે લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ બન્નેનું બ્રેકઅપ થઈ ગયું આ પછી બંને એ આજ સુધી વાત પણ નથી કરી.