શ્રાવણ મહિનામાં થઈ રહ્યો શનિ પ્રદોષ, આ ઉપાયથી શનિદોષ કરો દૂર

પવિત્ર શ્રાવણ મહિનાના અધિષ્ઠાચા ભગવાન શિવજી છે જે શનિદેવના ગુરૂ છે. તમામ ગ્રહો અને સમયને નિયંત્રિત કરવાને કારણે તેમને મહાકાલ કહેવામાં આવે છે. શનિની કુદૃષ્ટી જે જાતક પર પડી જાય તેનું ધનોતપનોત નિકળી જાય છે. શનિના કોપથી માત્ર અને માત્ર શિવજી અથવા તેમના અગિયારમાં અવતાર હનુમાનજીની સાધના કરવાથી મુશ્કેલીઓથી બચી શકાય છે.

શનિ પીડાથી મુક્તિ મેળવવા આખું વર્ષ સાધના કરવાની જરૂર રહેતી નથી જે કે શ્રાવણના શનિવારે શનિદેવની ઉપાસના કરવાથી તમામ પીડાઓથી મુક્તિ મળે છે. શ્રાવણના શનિવાર સાથે શનિપ્રદોષ હોવાથી વિશેષ સંયોગ રચાઇ રહ્યો છે. જે ખુબજ ફળદાયી માનવામાં આવે છે. આ વખતે શનિપ્રદોષ 1 ઓગસ્ટે છે.

શનિ કેવી રીતે આપશે લાભ?
જો કુંડળીમાં શનિ હોવાને કારણે સંતાન થતા નથી, જીવનમા મુશ્કેલીઓ રહે છે તો શનિ પ્રદોષની પૂજા કરવાનું વિશેષ ફળદાયી છે. સંતાન તરફથી તમને ખુશી ન મળતી હોય તો પણ શનિપૂજાથી લાભ થાય છે. જો વિશેષ ઉપાય કરવામાં આવે તો શ્રાવણના આ શનિવારે શનિ સંબંધિત તમામ મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.

જો શનિની મારક દશા ચાલી રહી હોય તો ભગવાન શિવ અને શનિની સંયુક્ત ઉપાસનાથી ચમત્કારિક લાભ થશે. શનિદેવ માટે શનિવારે શ્રાવણના દિવસે આપેલ દાન ક્યારેય નિષ્ફળ થતું નથી.

સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ કરો દૂર
સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે જળ ચડાવી દીપ પ્રગટાવો. શનિદેવનો વૈદિક મંત્ર કરો. વૈદિક મંત્ર છે. ॐ શનૈશ્ચરાય નમ: . કાળી વસ્તુઓનું દાન ગરીબને આપો.

સાંજે શિવ મંદિરની મુલાકાત લો. શિવ લિંગ પર જળ અને બિલીપત્ર ચડાવો, રુદ્રાક્ષ પણ અર્પિત કરો. ॐ હૌં જૂં સ: મંત્રનો 108 વાર જાપ કરો. આ તમામ ઉપાયો કરવાથી શિવજી અને હનુમાનજી સાથે મળીને શનિદોષ દૂર કરશે.
