સીમા ખાન સાથે લગ્ન કરવા માટે સોહિલ ખાને મોલવી ને લાવ્યા હતા ઘરે જ, જાણો આ દિલચસ્પ કિસ્સો

સીમા ખાન સાથે લગ્ન કરવા માટે સોહિલ ખાને મોલવી ને લાવ્યા હતા ઘરે જ, જાણો આ દિલચસ્પ કિસ્સો

બોલીવુડ એકટર સોહેલ ખાનની કારકિર્દી ભાઈ સલમાન ખાનની જેમ હિટ રહી નહીં. પરંતુ તેને એક સારા બિઝનેસમેન માનવામાં આવે છે. અભિનય સિવાય સોહિલ ખાન પ્રોડક્શન અને ડાયરેક્શનમાં પણ કામ કરી ચૂક્યા છે. જણાવી દઈએ તો પ્રોફેશનલ લાઈફ નહીં પરંતુ સોહિલ ખાન ની પર્સનલ લાઇફ પણ ખૂબ જ ટફ રહી છે. આમ તો કોઈ અભિનેતા ની લવ લાઇફ કોઇ ફિલ્મી કહાની થી ઓછી નથી હોતી. હંમેશા ફિલ્મોમાં જોવા મળે છે કે, જ્યાં હીરો પોતાની પ્રેમિકા માટે લોકો ને લઈને આવ છે. કંઈક આવી જ વાત સોહેલ ખાન ને પણ કરી હતી.

સોહીલ ખાન ને સીમા સચદેવને વર્ષ ૧૯૯૮ માં લગ્ન કર્યા હતા. બન્નેની મુલાકાત ચંકી પાંડેની એંગેજમેન્ટ પર થઈ હતી. ત્યાંથી જ સોહીલ અને સીમા એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. ત્યારબાદ ડેટ કરવાનું ચાલુ કર્યું હતું. શરુઆતમાં બધું સારું ચાલી રહ્યું હતું પરંતુ બંને નાં સંબંધ વિશે જ્યારે સીમા સચદેવ નાં પરિવાર ને ખબર પડી ત્યારે તે ખૂબ જ ઉદાસ થયા હતા. અને તેને અલગ રેહવાની સલાહ આપી હતી.

સીમા સચદેવ અને સોહિલ ખાન નાં લગ્ન

સોહીલ ખાન ટીવી શો ‘એન્ટરટેનમેન્ટ ની રાત મેં’ માં કહ્યું હતું કે, જયારે સીમા નાં ઘર નાં લોકો ને ખબર પડી હતી કે તે કોઈ એવા છોકરા ને ડેટ કરી રહી છે. જે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી છે અને મુસ્લિમ છે. ત્યારે તે ખૂબ જ ઉદાસ થયા હતા. અને તેમની ઇચ્છા ન હતી કે, સીમા સોહેલ ખાન સાથે કોઈ પણ સંબંધ રાખે. પરંતુ કહેવામાં આવે છે કે, પ્રેમ ની આગળ કઈ ચાલતું નથી. તેવામાં બીજા દિવસે સીમા અને સોહિલ ની મુલાકાત રાત્રે થઈ હતી. થોડો સમય વાતચીત પછી બંને લગ્ન કરવાનો નિર્ણય લીધો. લગ્ન પહેલાં સોહિલ ખાને આ વાતની જાણકારી પોતાના પિતા સલીમ ખાન ની આપી. જ્યારે તે ઘરે પહોચ્યા હતા તે સમયે સવારે ૩:૩૦ કલાક થઈ હતી. અને તે દરમિયાન તેમણે પોતાના પિતાને જગાડ્યા અને તેમણે કહ્યું કે, સીમા ઘરે આવી છે અને અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. સલીમ ખાન ખુશ થઈ ગયા અને કહે છે કે, લગ્ન કરી લો.

લગ્ન પહેલા મોલવીને લાવ્યા ઘરે 

સોહેલ ખાને કહ્યું કે સીમા ખાન જોડે લગ્ન માટે અમે મોલવી સાહેબ ને ઘરે બોલાવ્યા હતા. તેવામાં તેમણે પોતાના મિત્રોને મસ્જિદમાં મોકલ્યા રસ્તામાં તેમને એક મોલવી મળ્યો. જે મસ્જિદની તરફ જઈ રહ્યો હતો. એવામાં સોહિલ નાં મિત્રોએ તેને લઈને પોતાની ગાડીમાં બેસાડી લીધા.  મોલવી સાહેબ જ્યારે ઘરે આવ્યા ત્યારે અભિનેતા સોહિલ ખાન અને સીમા સામ સામે બેઠા હતા. તે સમયે તે ખૂબ જ નારાજ હતા. પરંતુ જયારે રૂમમાંથી સોહેલ ખાન નાં પિતા સલીમ ખાન બહાર આવ્યા ત્યારે સલીમ ખાન ને જોતા જ મોલવી સાહેબ એ કહ્યું કે, આ કાર્ય તમારા પુત્ર જ કરી શકે છે. મોલવી સાહેબ ની આ વાત સાંભળ્યા પછી દરેક ખૂબ જ હેરાન થયા હતા.

મોલવી સાહેબ એ જણાવી સલીમ ખાન ને સચ્ચાઈ

મોલવી સાહેબ અનુસાર સલીમ ખાને પોતાની પત્ની એટલે કે સોહીલ, સલમાન અને અરબાઝ ની માતા સુશીલા ચરક સાથે લગ્ન કરવા માટે તેમને લઈને  આવ્યા હતા. તે સમયે તે યુવાન હતા. સોહેલ ખાને કહ્યું કે, તે દિવસોમાં તેમના પિતા નાં લગ્ન નાં વિરુદ્ધ દાદા અને નાના બંને હતા. તે સમયે પણ મોલવી સાહેબ નમાજ પઢવા માટે મસ્જીદમાં જઈ રહ્યા હતા ત્યારે સલીમ ખાન નાં મિત્રો તેમને ઘરે  લાવ્યા ત્યાર બાદ સલીમ ખાન અને સુશીલા નાં લગ્ન થયા હતા.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *