સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે, આંબળાનો મુરબ્બો તેના સેવન થી ત્વચા આવે છે નિખાર

સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે, આંબળાનો મુરબ્બો તેના સેવન થી ત્વચા આવે છે નિખાર

આંબળા ને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ગણવામાં આવે છે. અને તેને ખાવાથી ઘણા પ્રકાર નાં રોગમાંથી મુક્તિ મળે છે. આંબળા ખાવાથી આંખોની રોશની સારી થાય છે તેથી જે લોકોની નજર કમજોર હોય તેમને આંબળા નું સેવન જરૂર કરવું છું. તમને આંબળા પસંદ ના હોય તો તેનો મુરબ્બો બનાવીને પણ ખાઈ શકો છો. જે સ્વાદિષ્ટ હોય છે અને ગુણોથી ભરપૂર પણ હોય છે. રોજ ફક્ત એક આંબળાનો મુરબ્બો ખાવાથી વિટામીન બી, વિટામિન સી ની કમી રહેતી નથી. એટલું જ નહીં પણ તે આંતરડા ને પણ સ્વસ્થ રાખે છે. આંબળા નાં મુરબ્બા સાથે બીજા ઘણા લાભો જોડાયેલા છે. જે આ પ્રકારે છે.

પાચનતંત્ર રહે છે સારુ

આંબળા નો મુરબ્બો ખાવાથી પાચન તંત્ર સારું બને છે. જે લોકોને કબજિયાત, ગેસ અને પેટ સાથે જોડાયેલી સમસ્યા રહે છે. તે લોકોએ આંબળા નાં મુરબ્બા નું  સેવન કરવું જોઈએ તેને ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે. એક દિવસ  છોડીને  અને આંબળા નાં મુરબ્બા નું દૂધની સાથે સેવન કરવાથી પાચનતંત્ર સારું થાય છે. તમે આંબળા નો મુરબ્બો ખાવા ઇચ્છતા ન હોવ તો તેની જગ્યા પર આંબળા ની સેવન સાકર અને મધ સાથે પણ કરી શકો છોજોકે આંબળા નાં મુરબ્બા ની અંદર ફાઈબર ભરપૂર હોય છે. જે પાચનને યોગ્ય બનાવે છે. સાથેજ ગેસની સમસ્યા પણ દૂર થાય છે.

દિલ રાખે છે સ્વસ્થ

આંબળા નો મુરબ્બો ખાવાથી હૃદય સ્વસ્થ બને છે. તેની અંદર કોપર અને જીંક હોય છે જે કોલેસ્ટ્રોલ નાં  સ્તરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. સાથે જ ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. જે લોકોને આંબળા નાં મુરબ્બા નું સેવન કરે છે તેને હાર્ટ એટક કે સ્ટોક વગેરે સમસ્યાઓથી મુક્તિ મળે છે.

લોહીનું સ્તર વધારે છે

શરીરમાં લોહીની ઉણપ રહેવા પર આંબળા નું સેવન જરૂર કરવું જોઈએ. આંબળા નું સેવન કરવાથી શરીરમાં લોહીનું સ્તર વધે છે. અને હિમોગ્લોબિન ની કમી દૂર થાય છે. આંબળા મુરબ્બાની અંદર આયર્ન  હોય છે જે લોહી વધારવાનું કામ કરે છે.

માસિક ધર્મ દરમિયાન થતો નથી દુખાવો

આંબળા નો મુરબ્બો મહિલાઓ એ જરૂર ખાવો જોઈએ. પીરીય્ડ્સ દરમિયાન વધારે બ્લીડિંગ થતું હોય અને પેટમાં દુખાવાની સમસ્યા રહેતી હોયતો આંબળા નો મુરબ્બો માસિક ધર્મ દરમિયાન થતા દુખાવા ને પણ દૂર કરે છે.

ત્વચા માં આવે છે નિખાર

આંબળા નો મુરબ્બો ખાવાથી ચહેરા પર નિખાર આવે છે અને ચહેરો સાફ થાય છે. આંબળા નાં મુરબ્બાની અંદર એન્ટિએજિંગ ગુણ હોય છે જે કરચલીઓને દૂર કરવાનું કામ કરે છે. આ ઉપરાંત આંબળા નાં મુરબ્બા નું સેવન કરવાથી ત્વચાને ઠંડક પહોંચે છે. આંબળા નાં મુરબ્બા અંદર વિટામિન ઈ હોય છે જે ઉંમર વધવાની ગતિ ને રોકે છે, એટલે કે, આંબળા નું સેવન કરવાથી ત્વચાને ઘણા લાભ  થાય છે.

અલ્સર ને કરે છે દૂર

અલ્સર ની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે આંબળા નો મુરબ્બો લાભકારી સાબિત થાય છે. તેને ખાવાથી અલ્સર ની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત પેટમાં મોજુદ વિષાવ્ત પદાર્થોની નકાળે છે. આંબળા મુરબ્બા ની અંદર એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે શરીરની રક્ષા કરે છે.

અનિંદ્રા સમસ્યા થશે દૂર

અનિંદ્રા ની સમસ્યાને દૂર કરવામાં પણ આંબળા નો મુરબ્બો મદદરૂપ થાય છે. જે લોકોને ઉંઘ નથી આવતી તે લોકોએ રોજ રાત્રે દૂધ સાથે આંબળા નાં મુરબ્બા નું  સેવન કરવું જોઇએ તેનું સેવન કરવાથી અનિંદ્રા ની સમસ્યા દૂર થાય છે.

આંબળા નો મુરબ્બો ખાવાથી થતા નુકસાન

  • આંબળા નાં મુરબ્બાની સાથે ઘણા નુકસાન પણ છે. જે આ પ્રકારે છે.
  • આંબળા નો મુરબ્બો ખાવાથી પેશાબ માં બળતરા ની ફરિયાદ રહેછે. હાઈ બ્લડ પ્રેશર વાળા લોકો માટે તેનું સેવન ઘાતક સાબિત થઈ શકે છે.  તેજ પ્રકારે શુગર નાં રોગીઓએ પણ આંબળા નાં મુરબ્બા નું સેવન કરવું જોઈએ નહીં.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *