સાવધાન : જો તમને રાતે આવેલા સપના યાદ રહી જાય છે તો જરૂર થી જાણી લો આ વાત

સાવધાન : જો તમને રાતે આવેલા સપના યાદ રહી જાય છે તો જરૂર થી જાણી લો આ વાત

આપણામાંથી મોટાભાગનાં લોકોને સૂતા સમયે આવેલું સપનું યાદ રહી જાય છે. સપના અલગ-અલગ પ્રકારના હોય છે. ઘણા સપના તો ખૂબ જ સારા લાગે છે, પરંતુ ઘણા સપના એવા હોય છે જે એકદમ ડરામણાં હોય છે. મોટાભાગના લોકોને ઉઠી ગયા બાદ તે યાદ રહેતું નથી કે શું સપનું જોયું હતું, પરંતુ ઘણા લોકો એવા હોય છે જેમને સપના યાદ રહી જતાં હોય છે.

વળી, વૈજ્ઞાનિકો આજ સુધી જાણી શક્યા નથી કે સપના આખરે શા માટે આવે છે. તેમ છતાં પણ તેઓ માને છે કે તે આપણી યાદશક્તિ સાથે જોડાયેલા હોય છે. જો આપણે સપના જોઈએ છીએ, તો તેનાથી નકામી ચીજો આપણા મગજ માંથી બહાર નીકળી જાય છે.

ઘણા બધા લોકો સાથે એવું બને છે કે સપનું જોઈને ઉઠ્યા બાદ તેમને એક અલગ પ્રકારની તાજગી મહેસૂસ થાય છે. આવું એટલા માટે બને છે કારણ કે તેમને સપનું યાદ રહેતું નથી. જે લોકોને સપનું યાદ રહે છે, તેના કારણે તેઓ ખૂબ જ તણાવમાં રહેતા હોય છે. વળી તેનાથી તેમના સૂવાની સાયકલ ઉપર પણ અસર પડે છે.

રૈપિડ આઈ મોમેન્ટનાં સમય દરમિયાન સપના વધારે આવે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ દરમિયાન મગજ એકદમ સક્રિય રહે છે. સપના પણ આ કારણને લીધે જ આવે છે. મોટા ભાગે રાત્રે સુવા દરમિયાન દરેક ૯૦ મિનીટે મુવમેન્ટ થાય છે અને લગભગ ૨૦ થી ૨૫ મિનિટ સુધી રહે છે.

ઘણા કારણો છે

  • વૈજ્ઞાનિકો અનુસાર તેના ઘણા કારણો છે. એક તો યોગ્ય રીતે ઊંઘ ન થઈ શકવાને કારણે આવું થાય છે. યોગ્ય રીતે ઊંઘ ન થતી હોય તો તે બીમારીને ઇનસોમિયાં કહેવામાં આવે છે. આ લોકોને સપના વધારે યાદ રહે છે. ઘણી વખત ડિપ્રેશનને કારણે અથવા તો અન્ય કોઈ માનસિક બિમારીઓની ઝપેટમાં હોવાને કારણે સપના યાદ રહી જતાં હોય છે.

  • જ્યારે ગર્ભાવસ્થા શરૂ થાય છે, તો આ દરમિયાન મહિલાઓના શરીરમાં હોર્મોન થી લઈને સુવા સુધીના સમયમાં પરિવર્તન આવે છે. જેના કારણે મોટાભાગે આ સપના યાદ રહી જતાં હોય છે.
  • નશીલા પદાર્થોનું સેવન પણ તેનું એક કારણ બની શકે છે. આવું એટલા માટે કારણ કે તેનાથી મગજ શાંત રહી શકતું નથી. તેવામાં જે સપના આવે છે તે યાદ રહી જતાં હોય છે.
  • જો ચિંતા અથવા તણાવ વધારે હોય તો મગજ પર તેની ખૂબ જ ઉંડી અસર પડે છે. આ ચિંતા કોઈના મૃત્યુના કારણે, કોઈ દુર્ઘટનાને કારણે અથવા યૌન શોષણને કારણે પણ હોઈ શકે છે. તેવામાં ખરાબ સપના આવવા લાગે છે.
  • જો સપના યાદ રહી જતા હોય તો કોઈ વધારે પરેશાનીની વાત નથી. પરેશાની તો ત્યારે થાય છે જ્યારે સપના નકારાત્મક હોય, તે માનસિક રૂપથી તમને ડિસ્ટર્બ કરી દેતા હોય છે અને તેનાથી મૂડ ખરાબ રહે છે. ખરાબ વિચારો આવવા લાગે છે અને કામ કરવાની ક્ષમતા પ્રભાવિત થઈ જાય છે. ઊંઘ યોગ્ય રીતે થઇ શકતી નથી અને ઘણી વખત તેના કારણે લોકો ખતરનાક પગલું ભરી લેતા હોય છે.

ઈલાજ કેવી રીતે કરાય?

મોટા ભાગે એવું બનતું હોય છે કે સપના યાદ રહેવા વાળી પરેશાની જાતે જ ઠીક થઈ જતી હોય છે. તેમ છતાં પણ જો લાંબા સમય સુધી ઠીક ન થઈ રહી હોય તો ડોક્ટર પાસે ઈલાજ કરાવવો જોઈએ. પોતાની રોજિંદી આદતોમાં પણ થોડો બદલાવ કરીને જોવું. જેમ કે યોગ્ય પ્રમાણમાં ઊંઘ લેવી, પોતાના વજનને નિયંત્રણમાં રાખવું, પૌષ્ટિક ચીજોનું સેવન કરવું, વધારે માત્રામાં પાણી પીવું, સમયસર સુઈ જવું, તણાવથી બની શકે તેટલું પોતાને દૂર રાખવાની કોશિશ કરવી વગેરે રીતથી તમને પોતાના સપના યાદ રહેશે નહીં.

ધ્યાન લગાવવાથી અને શ્વાસ વાળા યોગ તથા પ્રાણાયામ કરવાથી પણ તેમાં રાહત મળે છે. આર્ટ થેરાપી પણ કામ કરે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઈમેજીનરી રિહર્સલ થેરાપી પણ છે. તેમાં એક વિશેષજ્ઞ તમારી મદદ કરે છે, જે ખરાબ સપના તમને યાદ છે તેના અંતને તેઓ બદલી નાખે છે. તેનાથી દર્દીને જાગી ગયા બાદ આરામ મહેસૂસ થાય છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *