સવારે ઊઠતાની સાથે જ જરૂર કરો આ કામ, ઘરમાં બની રહેશે સુખ-સમૃદ્ધિ જીવન બનશે ખુશહાલ

આ સંસારમાં દરેક મનુષ્ય ઈચ્છે છે કે, તેનું જીવન સુખ અને શાંતિપૂર્વક પસાર થાય અને તેના ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ બની રહે. પરંતુ દરેક લોકોનું જીવન હંમેશા સુખ પૂર્વક પસાર થાય તે સંભવ થઇ શકતું નથી. જો તમારા જીવનમાં ખુશી હોય તો તમારે પરેશાનીમાંથી પણ પસાર થવું પડે છે. અને જો કોઈ પરેશાની જીવનમાં ચાલી રહી હોય તો આવનાર સમયમાં તમને ખુશી પણ પ્રાપ્ત થઈ શકે છે. દરેક મનુષ્ય નાં જીવનમાં સારો અને ખરાબ સમય આવતો જતો રહે છે. પરંતુ વ્યક્તિ ની કેટલીક આદતો પણ હોય છે જેના કારણે તેને જીવનમાં સુખ અને દુઃખની પ્રાપ્તિ થાય છે.
જો તમે તમારા જીવનને ખુશહાલ અને સમૃદ્ધશાળી બનાવવા ઈચ્છતા હોવ તો તેના માટે તમારી દિનચર્યા ને યોગ્ય કરવી ખૂબ જ આવશ્યક છે. જો તમે તેમાં થોડું પરિવર્તન કરો છો તો તેનાથી તમને વિશેષ ફાયદો જોવા મળશે. તમારી દિનચર્યામાં પરિવર્તન સૂર્યોદયથી શરૂ કરવું. આજે અમે તમને આ લેખ નાં માધ્યમથી સવારના સમયે કયા કાર્યો કરવા જરૂરી છે જેનાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે તેના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.
સવારે ઉઠીને સૌથી પહેલા જરૂર કરવું આ કામ
- સવાર નાં ઊઠતાની સાથે સૌથી પહેલા તમારી હથેળી નાં દર્શન કરવા. એવું માનવામાં આવે છે કે, જે વ્યક્તિ એવું કરે છે તેના પર માં લક્ષ્મી, સરસ્વતી અને ભગવાન વિષ્ણુની કૃપા દૃષ્ટિ બની રહે છે.
- જ્યારે તમે સવાર નાં સમયે ઉઠો ત્યારબાદ પલંગની નીચે પગ રાખતા પહેલા ભૂમિ ને પ્રણામ જરૂર કરવા તેની ક્ષમા માંગવી. કારણ કે ધરતી પર પગ રાખવાથી દોષ લાગે છે. માટે તેની ક્ષમા માગવી જરૂરી છે.
- પૃથ્વી માતા ને પ્રણામ કર્યા બાદ તમારી દિનચર્યા પૂર્ણ કરવી. તમને જણાવી દઈએ કે, મળ, મૂત્ર, છીંક અને બગાસું વગેરે એક પ્રકાર નાં વેગ છે. અને શરીરમાં આ વેગોને રોકવા નાં કારણે ઘણા પ્રકાર થી નુકસાન થઇ શકે છે. તેથી જેટલી જલદી થઈ શકે તમારા શરીર માંથી આ વેગ બહાર કરવા.
- ત્યારબાદ સવાર નાં સ્નાન કર્યા બાદ પૂજાપાઠ શરૂ કરવા. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, મંદિરમાં ભગવાનની મૂર્તિ અને પૂજા કરવાની સામગ્રી યોગ્ય રીતે રાખવી. તેનાથી દેવી-દેવતા તમારા પર પ્રસન્ન થશે. એટલું જ નહીં પરંતુ તમારી કુંડળીમાં કોઇ દોષ હોય તો તે પણ શાંત થાય છે.
- રોજ સવાર નાં સમયે સૂર્ય દેવતાને જળ અર્પણ કરવું. આ ઉપાય કરવાથી ઘર-પરિવાર અને સમાજમાં તમારું માન-સન્માન વધે છે. એટલું જ નહીં પરંતુ સૂર્ય સંબંધી દોષમાંથી પણ છુટકારો મળી શકે છે.
- એ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે, ઘરમાં ભોજન બનાવતી વખતે પહેલી રોટલી તમારે ગાય માટે જરૂર કાઢવી. એવું માનવામાં આવે છે કે, ઘરમાં બનાવેલી પહેલી રોટલી ગાયને આપવાથી જીવનની દરેક પરેશાની દૂર થાય છે. અને જીવન ખુશાલી પૂર્વક પસાર થાય છે. તેનાથી વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે અને તેના દરેક વિધ્ન પણ દૂર થાય છે.