સવારે નરણાં કોઠે વાસી મોઢે પાણી પીવું શરીર માટે છે ફાયદાકારક, મળે છે અનેક અદભુત ફાયદાઓ

સવારે નરણાં કોઠે વાસી મોઢે પાણી પીવું શરીર માટે છે ફાયદાકારક, મળે છે અનેક અદભુત ફાયદાઓ

તમે બધા જાણો છો કે પાણી પીવું આપણી જિંદગી માટે કેટલું મહત્વ છે. જો વ્યક્તિ જીવિત રહેવા માંગે છે તો તેના માટે પાણી ખુબ જ મહત્વપૂર્ણ છે. જો તમે પોતાના શરીરને સ્વસ્થ રાખવા માંગો છો તો તમારે દરરોજ ૮ થી ૧૦ ગ્લાસ પાણી અવશ્ય પીવું જોઈએ. ફક્ત પાણીનું સેવન કરીને પણ તમે પોતાના શરીરને તંદુરસ્ત રાખી શકો છો અને હજારો બીમારીઓથી પોતાને બચાવી શકો છો. પાણી પીવાથી તમારી ત્વચા ખૂબ જ ચમકવા લાગે છે અને તમારા ચહેરા પર કોઈપણ પ્રકારના દાગ-ધબ્બા નીકળતા નથી.

Advertisement

પરંતુ શું તમે જાણો છો કે સવારે ઉઠીને વાસી મોઢે હૂંફાળું પાણી પીવાથી શરીરને શું-શું ફાયદા મળે છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી જણાવીશું કે સવારે નરણા કોઠે વાસી મોઢે એક ગ્લાસ પાણી પીવાથી તથા રાત્રે સૂતા સમયે ગરમ પાણી પીવાથી આપણા શરીરને શું ફાયદા થાય છે.

તમારા બધા માંથી ઘણા લોકો એ વાતથી અજાણ હશે કે આયુર્વેદિક શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જો દરરોજ રાત્રે સુવાની ૧૫ મિનિટ પહેલા ૧ ગ્લાસ ગરમ પાણી પીવામાં આવે તો તેનાથી ઘણા પ્રકારના શારીરિક ફાયદા પ્રાપ્ત થાય છે. તેનાથી તમને ઉંઘ સારી આવે છે અને દરેક પ્રકારનું ટેન્શન દૂર થઈ જાય છે. સાથોસાથ શારીરિક દુખાવો, અને શરદી-તાવ વગેરેમાંથી પણ છુટકારો મળે છે. વળી સવારે ઊઠીને નરણા કોઠે વાસી મોઢે એક ગ્લાસ પાણી પીવાથી પણ ઘણા પ્રકારના ફાયદા થાય છે.

જ્યારે આપણે સવારે ઊઠીએ છીએ તો આપણા મોઢામાં લાળ બનેલી હોય છે અને કહેવામાં આવે છે કે નરણા કોઠે પાણી પીવાથી આ લાળ આપણા પેટમાં જઈને ઘણા પ્રકારના રોગોથી બચાવે છે. કારણ કે તે એન્ટિસેપ્ટિકની જેમ આપણા શરીર માટે કાર્ય કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ લાળ ૯૮% પાણી થી બનેલી હોય છે અને ૨% ભાગ એન્ઝાઈમ બલગમ ઈલેક્ટ્રીક અને જીવાણુરોધી યોગી જેવા તત્વોથી બનેલી હોય છે. તે આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે ફાયદાકારક સાબિત થાય છે.

લાળ થી થતા ૬ ફાયદા

  • એકજીમાનાં દર્દીઓ માટે લાળ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. કારણ કે તે એક એન્ટીસેપ્ટિકની જેમ કામ કરે છે. જે મગજની બિમારીથી પીડિત દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.
  • જો તમને સોરાયસીસની સમસ્યા રહેતી હોય તો તમારે સવારે નરણાં કોઠે ૬ મહિનાથી લઈને ૧ વર્ષ સુધી પાણી પીવું જોઈએ. આવું કરવાથી તમને આ બિમારીમાંથી છૂટકારો મળી જશે.
  • જો તમે કોઈ જગ્યાએ દાઝી ગયા હોય તે જગ્યા પર મોઢાની લાળ લગાડવાથી તમને ખૂબ જ ફાયદો મળે છે. ૫ થી ૭ દિવસમાં લાળ લગાવવાથી તમને ચોક્કસથી ફાયદો જોવા મળશે.

  • જો તમારી આંગળીઓની વચ્ચે ઇન્ફેક્શન થયું હોય તો તેમાં મોઢાની લાળ લગાડવાથી તે ઇન્ફેક્શન માંથી તમને ખૂબ જ જલ્દી છુટકારો મળી જશે.
  • જો તમારી આંખમાં કોઈ પણ પ્રકારની એલર્જી હોય અથવા તો તમને આંખ આવેલી હોય તો તેમાં લાળનો ઉપયોગ કરો. તમને ખૂબ જ જલ્દી તેમાં રાહત જોવા મળશે.
  • જો તમને પેટમાં કીડાની સમસ્યા હોય તો સવારે ઊઠીને નરણા કોઠે એક ગ્લાસ પાણી પીવું જોઈએ. આવું કરવાથી તમને આ સમસ્યામાંથી ખૂબ જલ્દી છુટકારો મળી જશે.

Advertisement

pranshu

Leave a Reply

Your email address will not be published.