સવારે ખાલી પેટ કરો આ ૪ વસ્તુઓ નું સેવન, વધશે મેટાબોલિઝમ, રહેશો એનર્જીથી ભરપૂર અને ઓછું થશે વજન

સવારે ઊઠીને ખાવામાં આવેલ પહેલી વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તેથી ડોક્ટર અને ડાયટિશ્યન હંમેશા સવારે ઉઠી અને સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ નું સેવન કરવાની સલાહ આપેછે. જો તમે સવારે ઉઠીને ખાલી પેટ કેટલીક ખાસ વસ્તુઓ નું સેવન કરવાથી તમે દિવસભર એનર્જીથી ભરપૂર રહેશો, પોઝિટિવ રહેશો. અને ખાસ વાત એ છે કે, તમારું મેટાબોલિઝમ તેજ થશે. તેનાથી એક્સ્ટ્રા કેલરી તમારા શરીરમાં જમા થશે નહીં. જો તમે પણ આ વાતને લઈને કન્ફ્યુઝ રહેતા હોવ તો સવારે ઉઠીને તમારે કંઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેનાથી તમારું મેટાબોલિઝમ મજબૂત રહે. તો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ એવી ચાર વસ્તુઓ વિશે આ ચાર વસ્તુઓ નું સવારે ખાલી પેટ સેવન કરવામાં આવે તો મેટાબોલિઝમ ને વધેછે. અને સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે.
સવારે ઉઠીને સૌથી પહેલાં તમારે નવશેકુ પાણી પીવું. નવશેકુ પાણી પીવાથી તમારા શરીરમાં દરેક બોડી પાર્ટ્સ ડીટોક્સ કરે છે. તેનાથી રાતનું ભોજન કર્યા બાદ શરીરમાં જમા થયેલ ગંદકી બહાર નીકળી જાય છે. ખાલી પેટ નવશેકું પાણી પીવાથી આંતરડા ની સફાઇ થઇ જાય છે અને મળ ત્યાગમાં કરવામાં મુશ્કેલી પડતી નથી. માટે કબજિયાત નાં રોગી માટે ફાયદાકારક રહે છે. આ ઉપરાંત ગરમ પાણીથી મેટાબોલિઝમ વધે છે. જેનાથી તમારા પેટ માં જમા થયેલ ચરબી ઓછી થવા લાગે છે.
પલાળેલી કિશમિશ
જે લોકોના શરીરમાં લોહીની કમી હોય આયર્નની કમી હોય અથવા તો ભૂખ ઓછી લાગતી હોય અને દિવસ ભર થાક મહેસૂસ થતો હોય તેને સવારે ઉઠીને પલાળેલી કિશમિશ પ્રયોગ કરવો જોઇએ. કિશમિશ માં આયર્ન ની ભરપૂર માત્રા હોય છે કિશમિશ નું સેવન કરવાથી તમારા શરીરમાં લોહી વધે છે અને એનર્જી આવે છે. રાતનાં થોડી કિશમિશ એક ગ્લાસ પાણીમાં પલાળી ને રાખવી અને સવારે ઉઠી આ કિશમીશ નું પાણી ગાળીને પી જવું. અને કિશમિશ ખાઈ જવી. તેનાથી મેટાબોલિઝમ વધે છે. અને શરીરને ઘણા ફાયદાઓ થશે. ફક્ત ડાયાબિટીસ નાં રોગીઓ અને પીસીઓડી ની મહિલાઓએ તેનું સેવન કરવું નહીં.
પલાળેલી બદામ
બદામ ને સ્વાસ્થ્ય નો ખજાનો કહેવામાં આવે છે. કારણ કે, તેમાં ઘણા વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. સવારે ઉઠ્યા બાદ પાંચ થી સાત પલાળેલી બદામ નું સેવન કરવામાં આવે તો તેનાથી ઘણાં ફાયદા થાય છે. માટે રાતનાં પાંચથી દસ બદામ ને અડધા ગ્લાસ પાણીમાં પલાળી રાખવી અને ત્યારબાદ સવારે ઉઠીને બદામ ની છાલ ને ઉતારી અને બદામનું સેવન કરવું. બદામ ની છાલ માં ટેનિન્સ નામનું તત્વ હોય છે. જે પોષક તત્વોને અવશોષિત થવાથી રોકે છે. માટે બદામની છાલ કાઢી ને તેનું સેવન કરવું.
પપૈયુ
ખાલી પેટ પપૈયું ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. પપૈયુ તમારા પેટની સારી રીતે સફાઈ કરે છે અને પેટ સાથે જોડાયેલી દરેક સમસ્યાને દૂર કરે છે. સવાર નાં ઉઠીને એક બાઉલ પપૈયા નું સેવન કરવાથી તમારે મળ ત્યાગ કરવામાં પણ તાકાત લગાવી નહીં. આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, પપૈયા નું સેવન કર્યા બાદ ઓછામાં ઓછા એક કલાક સુધી અન્ય કોઈ વસ્તુંનું સેવન કરવું નહીં.