સવારે કે રાતનાં દૂધ પીવા માટે કયો સમય છે બેસ્ટ, જાણો તેનાં ફાયદા અને નુકશાન વિશે

આયુર્વેદ અનુસાર દરેક વસ્તુનું સેવન કરવા માટે એક યોગ્ય સમય હોય છે. જો તમે આ વસ્તુઓનું તે ઉચિત સમય પર સેવન કરો છો તો તમને વધારે માં વધારે લાભ મળે છે. એવામાં આજે અમે તમને દૂધ પીવા માટેનાં યોગ્ય સમય વિશે જણાવવા જઇ રહ્યા છીએ. એ વાતમાં કોઈ શંકા નથી કે દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ જો તેનો વધારે માં વધારે ફાયદો મેળવવા ઇચ્છતા હોવ તો તેનું યોગ્ય સમય પર સેવન કરવું જરૂરી છે. તેમજ યોગ્ય સમય પર દૂધનું સેવન કરવામાં ન આવે તો મુશ્કેલી થઈ શકે છે.
કેટલાક લોકો સવારમાં નાસ્તામાં દૂધ પીવાનું પસંદ કરે છે. તો કેટલાક લોકોને રાતનાં ડિનર બાદ દૂધ પીવાની આદત હોય છે. હવે આમાંથી કયો સમય યોગ્ય છે તે ઘણી વાતો પર નિર્ભર કરે છે. સવાર અને રાતના સમયે દૂધ પીવાથી થી ફાયદા પણ છે અને નુકસાન પણ તેથી પહેલા તમારે તેના ફાયદા અને નુક્સાન વિશે જાણવું જરૂરી છે. ત્યારબાદ તમારા હિસાબથી દૂધ પીવાનો યોગ્ય સમય નક્કી કરવો.
સવારે દૂધ પીવાથી થતા ફાયદા
જો તમે સવારે દૂધ પીવાનું પસંદ હોય તો તે યોગ્ય રહેશે, સવારમાં દૂધનું સેવન કરવાથી દૂધમાં રહેલ પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને વિટામિન જેવા પોષક તત્વો દિવસભર તમને ઉર્જાવાન રાખે છે.
સવાર નાં દૂધ પીવાથી થતા નુકસાન
સવારમાં દૂધ ને નાશ્તા ની જગ્યાએ અથવા તો નાસ્તાની સાથે લેવાથી એક હેવી મેલ થઈ જાય છે. છે તમારા પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. તેથી કમજોર પાચનતંત્રવાળા લોકોએ સવાર નાં દૂધ પીવાથી બચવું જોઈએ.
રાતનાં દૂધ પીવાથી થતા ફાયદા
રાતનાં દૂધનું સેવન કરીને સુવાથી પેટ ભરેલું રહે છે તમને ભૂખ પણ નથી લાગતી અને સારી ઊંઘ આવી જાય છે. આ ઉપરાંત દૂધ તમારી માંસપેશીઓને રીલેકસ કરવાનું કામ કરે છે. તે માંસપેશીઓ નાં ટેશન થી લડે છે અને તમારો થાક દૂર કરે છે. આજ કારણે રાતના તમને મીઠી ઊંઘ આવે છે. એટલું જ નહીં રાતના દૂધ પીવાથી સ્કીન પણ ફ્રેશ અને જવાન બની રહે છે.
રાતનાં દૂધ પીવાથી થતા નુકસાન
જો તમને લેક્ટોઝ ઇનટોલરેંટ ની પ્રોબ્લેમ હોય તો રાતનાં દૂધ પીવાથી પેટમાં દુખાવો થાય છે. ભારેપણ મહેસુસ થાય છે. તેમજ રાતના દૂધ નું સેવન કરીને સુવાથી બોડીનું ઈન્સ્યુલિન લેવલ પણ વધે છે. તેથી ડાયાબિટીસ નાં દર્દીઓએ રાતનાં દૂધ પીવાથી બચવું જોઈએ.