સવારે દોડ્યા પછી કરો આ ૫ વસ્તુઓનું સેવન, તમારા સ્નાયુઓની રિકવરી થશે ઝડપથી

શું તમે પણ સવારે દોડ્યા પછી તમારી સારી રિકવરી ઈચ્છો છો તો પછી આ ખોરાકનું સેવન કરવું. તમારી જાતને સ્વસ્થ રાખવા માટે દોડવું એ કસરત નો એક ઉતમ વિકલ્પ છે. જેની મદદથી તમે સરળતાથી ફિટ રહી શકો છો. આપણી સામે એવા કેટલાક અહેવાલો આવ્યા છે કે, જેમાં બતાવવામાં આવે છે કે, દોડવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે. શરીરની શક્તિમાં વધારો થાય છે. અને શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ પણ દુર થાય છે. તમે પણ જોયું હશે કે, જે લોકો સવારે ચાલવા જાય છે અને કલાકો સુધી દોડે છે. આ સમય દરમિયાન તેમના શરીરમાંથી પોષક તત્ત્વોનો અભાવ થાય છે. જેના પછી તેમના શરીર ની ફરી રીકવરી માટે તેઓ થોડી એવી વસ્તુઓનું સેવન કરે છે જે જલ્દી રીકવરી માટે તેમને મદદ કરે છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે કે જેમને આ વસ્તુઓની જાણકારી હોતી નથી. કે રોજ સવારમાં દોડ્યા પછી કઈ વસ્તુઓને તેમની ડાયટમાં લેવી જોઈએ.તો તે માટે તમારે હવે પરેશાન થવાની કોઈ જરૂર નથી. હેલ્થીફાઈ સોલ્યુશન નાં સ્થાપક હોલીસ્ટીક અને ક્લિનિકલ આહર ડાયટીશિયન ડો.સીનું સંજીવ મુજબ જેઓ એ જણાવ્યું હતું કે, લોકોએ સવારે દોડ્યા પછી કયો ખોરાક લેવો જોઇએ. જેની મદદ થી તેઓ ઝડપથી રીકવરી મેળવી શકે છે.
દોડ્યા પછી કઈ વસ્તુઓનું સેવન કરવું
ચોકલેટ દૂધ
ચોકલેટ દૂધ તમારા પૂર્ણ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. ચોકલેટ દૂધ દોડવાથી થયેલ તમારા હાડકા નાં નુકસાન ને ઝડપથી રીકવર કરવાનું કામ કરે છે. આ ઉપરાંત ચોકલેટ દૂધમાં ખૂબ જ પોષણ હોય છે. જેની મદદથી તમે તમારી જાતને સ્વસ્થ રાખી શકો છો. દરરોજ ચોકલેટ દૂધનું સેવન કરવાથી તમે તમારા અને તમારા બાળકનાં શરીરમાં કેલ્શિયમ અને વિટામિન-ડી નું સ્તર વધારી શકો છો. એ તમને વધુ વર્કઆઉટ અને શારીરિક પ્રવૃત્તિઓ માટે સક્રિય રાખે છે. આ માટે તમે ગાયનાં દૂધનો વિકલ્પ પસંદ કરી શકો છો. જેની મદદથી તમે વધુ સારું ચોકલેટ દૂધ તૈયાર કરી શકો છો.
તાજા ફળો અને દહીં
દહીં આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. તે તમને અનેક ગંભીર રોગોથી સુરક્ષિત કરે છે. અને તમને પૂરતી એનર્જી પ્રદાન કરવા માટે કામ કરે છે. દરરોજ દોડ્યા પછી તમે દહીં અને તાજા ફળો ખાઈ શકો છો. આમ કરવાથી તમને પૂરતી ઊર્જા મળી રહે છે. અને સાથે ખોવાયેલ પોષણ ને પણ ફરીથી રિકવર કરવામાં સહાય કરે છે. આ માટે દરરોજ દહીં અને મધ મિક્સ કરી અને ત્યારબાદ તેમાં તાજા ફળો ઉમેરો અને હવે તમે સરળતાથી તેનું સેવન કરી શકો છો.
તરબૂચ નું સલાડ
જ્યારે તમે દોડવા માટે જાવ છો ત્યારે તમને ખૂબ જ પરસેવો વહે છે. જેથી તમારા શરીરમાં પાણીની માત્રા વધારવી જરૂરી છે. પરંતુ ઘણા લોકો દરરોજ દોડ્યા પછી યોગ્ય માત્રા માં પાણી પીવા માટે સમર્થ હોતા નથી. આ માટે તમે તરબૂચ નું સલાડ લઇ શકો છો. આ રીતે તમે દરરોજ તરબૂચનાં સલાડ નો ઉપયોગ કરીને તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી જાળવી શકો છો. અમે તમને જણાવી દઈએ કે, તરબૂચમાં મોટા પ્રમાણમાં પાણી તેમજ અન્ય પોષક તત્વો હોય જે તમારા માટે ફાયદાકારક છે. તરબૂચ નાં કચુંબર નો સ્વાદ વધારવા માટે તમે તેમાં લીંબુ અને મીઠું પણ ઉમેરી શકો છો.
નટ બટર અને બેરીજ સેન્ડવીચ
નટ બટર અને નાં બેરીજ ફ્રુટ ની બનેલી સેન્ડવીચ તમારી રિકવરી માટે ખૂબ જ સારો વિકલ્પ છે. એ તમને ઝડપથી ઉર્જા પ્રદાન કરે છે. મગફળી નું બટર તમારા સ્વાસ્થ્ય માટે કેટલું સારું છે તે તો તમે બધા જાણો જ છો. એજ રીતે મગફળી નાં માખણથી બનેલ સેન્ડવીચ દોડીયા બાદ થયેલ નુકસાન ને ઓછું કરવાનું કામ કરે છે. સેન્ડવીચ તૈયાર કરવા માટે બ્રેડ પર મગફળીનું માખણ બરાબર લગાવવું. હવે આ પેસ્ટ ની ઉપર બેરીજ નાં નાના ટુકડા કરીને પાથરો. તમે આ સેન્ડવીચ ને નિયમિત દરરોજ ખાઈ શકો છો. અને આખો દિવસ એક્ટીવ રહી શકો છો.
દૂધ અને બદામ થી બનેલ શેઈક
દૂધ અને બદામ તમારા માટે ખૂબ જ સારા વિકલ્પ છે. જે તમને પુષ્કળ પોષણ પૂરું પાડવા માટે મહત્વનું કામ કરે છે. દૂધ અને બદામ માં ઘણા બધા પોષણ તત્વો હોય છે. જેની મદદથી તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકો છો. એ જ રીતે જ્યારે તમે દોડ્યા પછી ખોરાક નો વિકલ્પ શોધી રહ્યા છો ત્યારે તમારી પાસે દૂધ અને બદામ થી બનેલો શેઈક સારામાં સારો વિકલ્પ છે. આ માટે બદામ નાં નાના ટુકડા ગરમ દૂધમાં નાખો અને પછી તમારા સ્વાદ અનુસાર તેમાં બેરીજ ને પણ ઉમેરી શકો છો. અને ત્યારબાદ તેનું સેવન કરી શકો છો.