શાહરુખ ખાન અને ગૌરીની ‘વેડિંગ નાઈટ’ ખરાબ કરવાનું કારણ બન્યા હતા હેમા માલિની

શાહરુખ ખાન અને ગૌરીની ‘વેડિંગ નાઈટ’ ખરાબ કરવાનું કારણ બન્યા હતા હેમા માલિની

કોઈના જીવનમાં સૌથી સારો દિવસ તેનાં લગ્ન નો હોય છે. પછી ભલે તે વાત એક સામાન્ય માણસની હોય કે, કોઈ સેલિબ્રિટીની હોય. લગ્નનો દિવસ દરેક નાં જીવનમાં ખાસ હોય છે અને દરેક તે દિવસ સાથે જોડાયેલા સપના જુએ છે. પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે દરેક નવા પ્રયાસ કરે છે. પરંતુ ઘણા એવા લોકો હોય છે જે ઈચ્છા હોવા છતાં પણ પોતાના લગ્ન સાથે સારી યાદો જોડી શકતા નથી. કંઇક આવા જ લગ્ન થયા હતા બોલિવૂડ નાં બાદશાહ શાહરૂખ ખાન અને ગૌરી ખાન ના.

શાહરુખ ખાન અને તેમની વાઈફ ગૌરી ખાન નાં લગ્ન સાથે જોડાયેલી ઘણી રોચક વાતો છે. પરંતુ તેમાંથી સૌથી દુખદ  વાત એ છે કે, શાહરુખ ખાન અને ગૌરી પોતાના વેડિંગ નાઈટ ને એવી બનાવી શકયા નહીં જેવી દરેક નવા વરવધુ ની ઈચ્છા હોય છે. અફસોસની વાત તો એ છે કે, શાહરુખ ખાન અને ગૌરી ની વેડિંગ નાઈટ ખરાબ કરવાનું કારણ કોઈ નહીં પરંતુ બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિની હતી.

 

આ વાત તો દરેકને ખબર છે કે, શાહરુખ ખાન ને ગૌરી સાથે લગ્ન કરવા માટે મહેનત કરવી પડી હતી. શાહરૂખ ખાને સાથે લગ્ન કરવા માટે ગૌરી નો પરિવાર તૈયાર ન હતો. પરંતુ શાહરુખ ખાને ગોરી ના પરિવારને વિશ્વાસ આપ્યો કે, તે ગૌરી નું પોતાના જીવથી પણ વધારે ધ્યાન રાખશે. આ વાતને શાહરૂખ ખાને પૂરી રીતે નિભાવી. પરંતુ વર્ષ ૧૯૯૧માં પોતાના ૬ વર્ષની રિલેશનશિપને સંબંધમાં બદલી પછી દિલ્હીમાં ગૌરી જોડે લગ્ન કર્યા બાદ શાહરૂખ ખાન ને તરત જ મુંબઈમાં આવવું પડ્યું.

મુંબઈમાં તેમની ફિલ્મ ‘દિલ આશિકાના હૈ’ નું શૂટિંગ ચાલી રહ્યું હતું. શાહરુખ ખાન દિલ્હી થી મુંબઈ પહોંચ્યા ત્યારે ગૌરી ને હેમા માલિની સાથે મળાવવાનું વચન આપી એરપોર્ટ થી સીધા સેટ ઉપર પહોંચી ગયા. તે સમયે હેમા માલિની સેટ ઉપર ન હતી. અને શાહરુખ ખાનને કહેવામાં આવ્યું કે, થોડાક જ ટાઈમ માટે આવી રહી છે. તે વિચારી શાહરૂખ ખાને પોતાની દુલ્હન ગૌરીને પોતાના મેક-અપ રૂમમાં બેસાડી અને રાતના અગિયાર વાગ્યે શૂટિંગ ચાલુ થયું. જે રાત્રે બે વાગ્યે પૂર્ણ થયું. પરંતુ હેમામાલીની આવી નહીં.

શાહરુખ ખાન પાછા પોતાના મેક-અપ રૂમમાં ગયા તેમણે જોયું તો હેવી બ્રાઈડલ સાડી અને જ્વેલરી પહેરેલી તેમની નવી નવેલી દુલ્હન ગૌરી એક લોખંડની ખુરશી ઉપર બેઠા બેઠા સુઈ ગઈ હતી. તે રૂમમાં મચ્છર પણ હતા. ગૌરી ખાન ને હેરાન કરતા હતા. આ બધું જોઈ શાહરૂખ ખાન ને ખૂબ જ દુઃખ થયું અને તે રડવા લાગ્યા હતા. શાહરુખ ખાન અને ગૌરી નાં ત્રણ બાળકો આર્યન, સુહાના અને અબ્રામ છે. શાહરૂખ ખાન નો મુંબઈમાં એક પોશ વિસ્તારમાં બંગલો મન્નત છે. જેની માલિકીન ગૌરી ખાન છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *