શાહરુખ ખાન થી લઇને અભિષેક બચ્ચન સુધી ની લવ સ્ટોરી છે, ખુબજ રોમાંટિક

શાહરુખ ખાન થી લઇને અભિષેક બચ્ચન સુધી ની લવ સ્ટોરી છે, ખુબજ રોમાંટિક

શાહરુખ ખાન ગૌરી, અક્ષય કુમાર – ટ્વિંકલ ખન્ના અને સૈફ અલી ખાન-કરિના કપૂર જેવા કપલ ની પ્રેમ કહાની કોઈ ફિલ્મી રોમેન્ટિક સ્ટોરી થી ઓછી નથી.ફિલ્મી સ્ટાર માત્ર સિલ્વર સ્ક્રીન પર જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જ રોમેન્ટિક હોય છે. લોકો ઘણીવાર બોલિવૂડ સ્ટાર્સની લવ લાઈફ ની વાતો વાંચતા અને સાંભળતા હોય છે, તેઓ તેમની પર્સનલ લાઈફ માં કોઈ હીરો થી કંઈ કમ નથી હોતા. ચાલો જાણીએ કેવી રીતે તેમની લવ લેડી ને પ્રપોઝ કર્યું.

ફિલ્મી પડદા પર રોમાન્સ નાં બાદશાહ શાહરૂખ ખાન એ ગૌરીને ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝ કર્યું હતું. શાહરૂખ ખાને મુંબઈ નાં વાદળી સમુદ્રની સામે ગૌરી ને પ્રપોઝ કર્યું હતું. જણાવી દઈએ તો બંને સારા મિત્રો હતા અને લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી લગ્નનો નિર્ણય લીધો હતો.

મિસ વર્લ્ડ અને બોલિવૂડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય પર અભિષેક બચ્ચન નું દિલ ફિલ્મ ‘ગુરુ’ માં કામ કરતા સમય દરમિયાન આવી ગયું હતું. મીડિયા રિપોર્ટસ ની વાત માનીએ તો, ન્યૂયોર્કમાં ફિલ્મ નાં પ્રીમિયર નાં અવસર પર તેમણે એશ્વર્યા ને પ્રપોઝ કરવાનો નિર્ણય લીધો હતો. હોટલની બાલ્કનીમાં એશ્વર્યા ને જે રિંગથી પ્રપોઝ કરવામાં આવ્યુ હતું તે ફિલ્મ ગુરુમાં ઉપયોગ કરવામાં આવેલી એક નકલી રીંગ હતી.

સૈફ અલી ખાને એક બે વખત નહીં પરંતુ ત્રણ વખત કરીના કપૂર ને પ્રપોઝ કર્યું હતું. બે વખત પછી ત્રીજી વખત સૈફ અલી ખાને પ્રપોઝ માટે એવી જગ્યા પસંદ કરી કે, જ્યાં કરીના કપૂર ના કહી શકી નહીં. તે જગ્યા હતી પેરિસ. કહેવામાં આવે છે કે, મંસુર અલી ખાન પટૌડી એ શર્મિલા ટાગોરને પણ ત્યાં જ પ્રપોઝ કર્યું  હતું.

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને અમેરિકન સિંગર નીંક જોન્સ ની લવ સ્ટોરી આજે પણ પ્રખ્યાત છે. તે અવાર-નવાર ચર્ચામાં રહે છે. નીંકે સૌથી પહેલાં અલગ રીતથી પ્રિયંકા નાં બર્થડે પર પ્રપોઝ કર્યું હતું. મીડિયા નાં સમાચાર પ્રમાણે પ્રિયંકા માટે રિંગ લેવા ગયેલા નીંકે લંડન માં ટિફની સ્ટોર ને બંધ કરાવી દીધો હતો.

સુપર સ્ટાર રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા ની પુત્રી ટ્વિંકલ ખન્ના ની લવ સ્ટોરી પણ બિલકુલ ફિલ્મી છે. ખબર અનુસાર અક્ષય કુમરે ફિલ્મ ‘મેલા’ નાં સમયમાં પ્રપોઝ કર્યું હતું. ટ્વિન્કલે તેનો પીછો છોડાવવા માટે કહી દીધું હતું કે, જો તેમની ફિલ્મ ફ્લોપ રહેશે તો તે હા કહી દેશે. ટ્વિંકલ ને પોતાની ફિલ્મ હિટ થવાની ખાતરી હતી. પરંતુ ફિલ્મ ફ્લોપ રહી અને અક્ષય ની લવ સ્ટોરી હિટ થઇ ગઇ.મીડિયા રિપોર્ટ્સ નું માનીએ તો ક્રિકેટર વિરાટ કોહલીએ બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માને ૨૦૧૫ માં હૈદરાબાદ નાં રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકા તરફથી મેચ જીત્યા પછી પ્રપોઝ કર્યું હતું.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *