શરૂ થવા જઈ રહી છે શનિની ઉલટી ચાલ, આ રાશિના લોકો રહેવું જરા સાવધાન

શરૂ થવા જઈ રહી છે શનિની ઉલટી ચાલ, આ રાશિના લોકો રહેવું જરા સાવધાન

૨૩ મે નાં શનિ દેવ વક્રી થઈ રહ્યા છે. અને તેનો પ્રભાવ દરેક રાશિ પર જોવા મળશે. 23 મે રવિવાર નાં બપોરે ૨ કલાક ને ૫૦ મિનીટ શનિદેવ વક્રી થશે. અને તેની ઉલટી ચાલ રહેશે અને ૧૧ ઓક્ટોમ્બર ૨૦૨૧ નાં ફરીથી માર્ગી થશે. અને સીધી ચાલ ચાલશે. આ સમય દરમિયાન કેટલીક રાશિના જાતકોએ ખૂબ જ સંભાળીને રહેવાની જરૂર રહેશે.

આ રાશિઓ પર થશે અસર

ધન, મકર અને કુંભ રાશિવાળા પર શનિ ની વક્રી ચાલ ની સૌથી વધારે અસર જોવા મળશે. આ ૩ રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે. જયારે મિથુન અને તુલા રાશિના લોકો પર ઢૈયા ચાલી રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે રાશિના લોકો પર શનિની સાડાસાતી કે ઢૈયા ચાલી રહી હોય તે લોકો એ શનિની વક્રી ચાલ થી વધારે સાવધાન રહેવું જોઈએ. ધન રાશિ વાળા નું પર અંતિમ ચરણ ચાલી રહ્યું છે મકર રાશિ વાળા નું બીજું ચરણ છે. જ્યારે કુંભ રાશિ પર પહેલું ચરણ ચાલી રહ્યું છે.

આ સમય દરમ્યાન ન કરવા કામ

  • શનિ ની ઊલટી ચાલ દરમિયાન કોઇ નવું કામ શરૂ ન કરવું.
  • આ દરમિયાન કોઈ જગ્યા પર પૈસાનું રોકાણ કરવાથી બચવું.
  • લોખંડ ની વસ્તુઓ ન ખરીદવી.
  • કોઈની સાથે જ વિવાદ માં ન પડવું.

 નીચે જણાવેલા ઉપાયો કરવાથી સાડાસાતી નો વધારે પ્રભાવ પડશે નહીં.

  • શનિ ને ખુશ કરવા માટે તેમના પ્રકોપથી બચવા માટે સારા કર્મો કરવા. કોઈને દુઃખ ના પહોંચાડવું. અને કોઇની સાથે ખરાબ વ્યવહાર કરવાથી બચવું.
  • હનુમાનજીની પૂજા કરવી મંગળવાર અને શનિવાર ના દિવસે હનુમાન ચાલીસાનાં પાઠ કરવા. પાઠ કર્યા બાદ હનુમાનજીને સરસવનું તેલ જરૂર અર્પણ કરવું.

  • ભગવાન શિવજીની પૂજા થી શનિદેવ પ્રસન્ન થાય છે. સોમવારે શિવજીની પૂજા કરવી અને તેને વાદળી રંગ નું ફૂલ અર્પણ કરવું.
  • વડીલ લોકોની સેવા કરવી અને તેને કોઈપણ પ્રકાર નું દુઃખ ન પહોંચાડવું.
  • શનિવાર નાં દિવસે શનિ દેવને કાળા રંગની વસ્તુઓ અર્પણ કરવી. સરસવ નાં તેલનો દીવો કરવો. બની શકે તો દીવો પીપળા નાં વૃક્ષ પાસે કરવો.

  • આ દિવસે કોઇ ગરીબ વ્યક્તિને ચંપલ નું દાન જરૂર કરવું. ચંપલ નું દાન કરવાથી આ ગ્રહ થી રક્ષણ થાય છે.
  • તેલમાં એક રોટલી બનાવી ત્યારબાદ તે રોટલી કાળા કૂતરાને ખવડાવવી.
  • લોખંડ નાં છલ્લા ને શનિવાર નાં દિવસે શનિદેવ નાં ચરણોમાં રાખો ત્યારબાદ તેની પૂજા કરવી. પૂજા કર્યા બાદ તેને ધારણ કરવો.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *