શનિ નાં પ્રભાવથી આ તારીખે જન્મેલા લોકો બને છે સારા લીડર અથવા મોટા વેપારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ આ જ છે બર્થ ડેટ

શનિ નાં પ્રભાવથી આ તારીખે જન્મેલા લોકો બને છે સારા લીડર અથવા મોટા વેપારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ આ જ છે બર્થ ડેટ

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની ૮,૧૭, કે ૨૬ તારીખ નાં થયો હોય તેમનો મૂળાંક ૮ હોય છે અને આ લોકોનો ભાગ્ય અંક પણ ૮ ગણવામાં આવે છે. ભારત નાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ ૧૭ સપ્ટેમ્બર નાં આવે છે. આ જ કારણે તેમનો મૂળાંક ૮ બને છે. આ મૂળાંક નાં લોકો ગંભીર, મહેનતુ અને અનુશાસન પ્રિય ગણવામાં હોય છે. કારણકે ૮ અંકનું પ્રતિનિધિત્વ શનિ ગ્રહ કરે છે. આ લોકોમાં જન્મથી જ લીડરશીપ નાં ગુણો હોય છે. અને તેઓ એક લોકપ્રિય લીડર બને છે. મૂળાંક ૮ વાળા લોકોના મનની વાત સરળતાથી જાણી શકાતી નથી. આ લોકો દરેક કાર્ય ખૂબ જ વ્યવસ્થિત અને આયોજન પૂર્વક કરે છે. આ લોકો ખૂબ જ પરિપક્વ હોય છે. આ લોકોમાં કોઈપણ વસ્તુ માટે ધીરજ અને સંયમ રાખવાનો વિશેષ ગુણ હોય છે. મૂળાક ૮ વાળા લોકો સૌથી વધારે રહસ્યમય ગણવામાં આવે છે. કારણ કે આ લોકોના મનમાં શું ચાલી રહ્યું છે અને તે ક્યારે શું કરશે તે વાતનો અંદાજ લગાવવો મુશ્કેલ રહે છે.

આ લોકોના મિત્રોની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. કારણ કે તે જલદીથી કોઇની સાથે સંબંધ બનાવતા નથી. અને કોઈ સાથે પોતાની વાત શેયર કરવાનું પણ પસંદ કરતા નથી. આ લોકોની ઉઠવા, બેસવાની, ચાલવાની રીત પણ બિલકુલ અલગ હોય છે. આ મૂળાંકના લોકો ભીડ માં પોતાની અલગ ઓળખ બનાવે છે. આ લોકોની કાર્ય કરવાની ગતિ થોડી ધીમી હોય છે.

મૂલાંક ૮ વાળા લોકો એન્જિનિયર અથવા ઇલેક્ટ્રોનિક્સ સાથે જોડાયેલ કામ કરવાનું વધારે પસંદ કરે છે. આ લોકો સારા વેપારી પણ બની શકે છે તે બિલ્ડિંગ મટિરિયલ સપ્લાયર અને લોખંડ સાથે જોડાયેલી વસ્તુઓ નું કામ કરવામાં વધારે સફળ થાય છે. આ લોકો પોતાના કામ કરવાની પદ્ધતિ પણ ગુપ્ત રાખે છે. આ લોકો જન્મજાત જ કલાકાર હોય છે. તેમની આર્થિક સ્થિતિ સારી રહે છે. તેઓ ધન સંગ્રહ કરવામાં પણ માહિર હોય છે. આ લોકો બિનજરૂરી ખર્ચાઓ કરતા નથી. પોતાનું ધન ખૂબ જ સમજદારીથી ખર્ચ કરે છે. અને પોતાના જીવનમાં ધીમે ધીમે ધન એકત્રિત કરી અને ધનવાન બને છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *