સંજયદત્ત થી લઈને કપિલ શર્મા સુધી જ્યારે નશાની લતના કારણે આ સ્ટાર્સને જવું પડ્યું રિહૈબ સેન્ટર

સંજયદત્ત થી લઈને કપિલ શર્મા સુધી જ્યારે નશાની લતના કારણે આ સ્ટાર્સને જવું પડ્યું રિહૈબ સેન્ટર

બોલિવૂડની દુનિયા જેટલી રંગીન દેખાય છે અંદરથી એટલી જ કાળી પણ છે અને તેમનું આ સત્ય સમય સમય પર સામે આવતું રહે છે. સુશાંત હોય કે જિયા ખાનના નિધનનું રહસ્ય હોય કે પછી અફેર થી લઈને અંડર વર્લ્ડ સુધીનું કનેક્શન હોય. બોલીવુડ બિલકુલ એવું નથી જેવું મોટા પડદા પર આપણને બતાવવામાં આવે છે. ફક્ત એટલું જ નહી પણ પડદા પર સામાજિકતાનો પાઠ ભણાવવા વાળા ઘણા જ કલાકારો એવા છે જે પોતાના વાસ્તવિક જીવનમાં પોતે વ્યસનની લપેટમાં આવી ગયા છે.

ક્યારેક કામના પ્રેશરના કારણે તો ક્યારેક કોઈ અંગત કારણના લીધે ઘણા જ સિતારાઓ એવા છે જેને નશાની લત લાગી ચૂકી છે અને તેમને ઠીક થવા માટે રિહૈબ સેન્ટરની મુલાકાત લેવી પડી હતી. તેવામાં તમને જણાવી દઈએ કે કોણ હતા તે સિતારાઓ છે જેમણે નશાની લતમાંથી બહાર નીકળવા માટે રિહૈબ સેન્ટરની મદદ લેવી પડી હતી.

કપિલ શર્મા

બધા જ લોકોના ચહેરા પર હાસ્ય લાવનાર કપિલ શર્માના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તે દારૂના નશામાં ડૂબી ચુક્યા હતા. કપિલ પોતાના કરિયરની ઊંચાઈ પર હતા પરંતુ નશાની હાલતમાં તેમનો સુનીલ ગ્રોવર સાથે ઝઘડો થઈ ગયો હતો. આ ઘટના બાદ કપિલની ટીમ વિખેરાઈ ગઈ અને તેમના શરીરને ખૂબ જ મોટું નુકસાન સહન કરવું પડ્યું. તે દરમિયાન કપિલની વિરુદ્ધમાં લગભગ દોઢસોથી પણ વધારે આર્ટીકલ લખવામાં આવ્યા હતા. આ બધી જ વાતોથી પરેશાન થઈને કપિલ દારૂ પીવા લાગ્યા હતા. તેની અસર એવી પડી કે તેમની આંખોમાં હંમેશા નશો જ જોવા મળતો હતો અને નશાની હાલતમાં તેમની ઝઘડાની ખબરો સામે આવતી હતી. પોતાને સંભાળવા માટે કપિલે રિહૈબ સેન્ટરની મદદ લીધી હતી. ત્યારબાદ તે ઠીક થયા અને તેમની જિંદગી ફરીથી પાટા પર ચડી.

યો યો હની સિંહ

“ચાર બોટલ વોડકા” અને “બ્લુ આઈસ” જેવા ગીતોથી યુવાનોની વચ્ચે ધૂમ મચાવનાર હનીસિંહ પણ નશાની લતમાં આવી ચૂક્યા છે. તેની અસર એવી થઇ કે તે લગભગ એક વર્ષ માટે ઇન્ડસ્ટ્રીમાંથી બહાર થઇ ગયા હતા. હનીસિંહને ક્યા કારણથી નશાની લત લાગી ગઈ હતી તે વાત હજી સુધી સામે આવી નથી પરંતુ તેમની અસર તેમના કરિયર પર ખૂબ જ પડી હતી. હનીસિંહ પોતાને ઠીક કરવા માટે રિહૈબ સેન્ટરની મદદ લીધી અને હવે તે પહેલા કરતા સ્વસ્થ છે.

મનીષા કોઈરાલા

૯૦ ના દશકની સૌથી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી મનિષા કોઇરાલાને પણ એક સમયે નશાની લત લાગી ગઈ હતી. મનીષા એટલો વધારે નશો કરવા લાગી હતી કે તેમનું સ્વાસ્થ્ય પણ તેનાથી બગડવા લાગ્યું હતું. ફક્ત એટલું જ નહી પરંતુ વધારે દારૂ પીવા ના કારણે તેમને કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ હતી. જોકે તેમણે આ ગંભીર બીમારી સામે જંગ લડી અને પોતાને નશાની હાલતમાંથી છોડાવી.

પ્રતીક બબ્બર

રાજ બબ્બરના પુત્ર પ્રતીક બબ્બરનું ફિલ્મી કરિયર કંઈ ખાસ રહ્યું નહીં. ખબરોનું માનીએ તો પ્રતીક એમી જેકશનને ખુબ જ પ્રેમ કરતા હતા પરંતુ જ્યારે તેમનું બ્રેક-અપ થયું તો પ્રતીક બબ્બર ડિપ્રેશનમાં ચાલ્યા ગયા. તેના સિવાય તેમની ફિલ્મો પણ પડદા પર ચાલી રહી નહોતી જેના કારણે પ્રતીક ખૂબ જ વધારે દારૂ પીવા લાગ્યા. જોકે તેનાથી તેમની માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર પડવા લાગી. ત્યાર બાદ પોતાને સંભાળવા માટે પ્રતીકે રિહૈબ સેન્ટરમાં દાખલ થવાનો નિર્ણય લીધો.

ફરદીન ખાન

ફિરોઝખાન બોલિવૂડના સફળ હીરોમાંથી એક હતા પરંતુ તેમના પુત્ર ફરદીનને બોલિવૂડમાં એવી કઈ ખાસ સફળતા મળી નહી. તેમની શરૂઆતની અમુક ફિલ્મો તો સફળ રહી પરંતુ ત્યારબાદ તેમની બધી જ ફિલ્મો સતત ફ્લોપ થવા લાગી. તેની અસર એવી પડી કે તે નશો કરવા લાગ્યા. ત્યાં સુધી કે વર્ષ ૨૦૦૧ માં તેમને અવૈધ પદાર્થોની સાથે પોલીસે પકડી લીધા હતાં. ત્યારબાદ ફરદીન ખાનને રિહૈબ સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા હતા. ફરદીન હવે ફિલ્મોથી દૂર છે પરંતુ તેમણે હવે નશાની લત પણ છોડી દીધી છે અને પોતાના પરિવારની સાથે લંડનમાં સમય પસાર કરી રહ્યા છે.

શ્વેતા પ્રસાદ બસુ

મકડી ફેમ અભિનેત્રી એક પ્રતિભાશાળી એક્ટ્રેસ છે. પરંતુ દારૂની લતથી તે પણ પીછો છોડાવી ના શકી. તેને નશો કરવાની એવી આદત પડી ગઈ હતી કે હૈદરાબાદ પોલીસે તેને સેક્સ રેકેટ ગેંગ સાથે તેમને પકડી હતી. તે સમયે તે નશામાં હોવાની અને તેને ડ્રગની લત હોવાની જાણકારી સામે આવી હતી. ત્યારબાદ તેમને સરકારી રિહૈબ સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી.

સંજય દત્ત

આ લિસ્ટમાં તો સંજય દત્તનું નામ આવવું સામાન્ય છે. સંજય દત્તના ડ્રગ્સ અને દારૂના નશાની લત વિશે તો દરેક લોકો જાણે છે. ત્યાં સુધી કે તેમની બાયોપિક ફિલ્મ સંજુ માં પણ એ વાતનો ખુલાસો કરવામાં આવ્યો હતો કે તેમણે ઘણીવાર ડ્રગ્સનું સેવન કર્યું હતું. તેનાથી છુટકારો મેળવવા માટે તેમણે રિહૈબ સેન્ટરમાં ભરતી થવું પડ્યું હતું. સંજુને ડ્રગ્સની આદત છૂટી ગઈ પરંતુ તે ઘણીવાર પાર્ટીમાં દારૂ પીતા હતા. હાલમાં જ સંજય દત્તની કેન્સર હોવાની વાત સામે આવી છે જેના માટે ખૂબ જ જલ્દી વિદેશમાં સારવાર કરાવશે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *