શનિવાર ના દિવસે કરીશો આ ૭ કામ, હનુમાનજી ની કૃપાથી સુધરી જશે બગડેલા કાર્યો

હનુમાનજી ને સંકટમોચન ના નામથી પણ ઓળખવામાં આવે છે .તે ભક્તોના દુઃખ, દર્દ દૂર કરવા માટે પણ ઓળખાય છે. આજના સમયમાં દરેક ના જીવનમાં કોઈ ને કોઈ સંકટ આવતું જ રહે છે .એવામાં એ તમામ સંકટથી હનુમાનજી તમને છુટકારો અપાવી શકે છે. હનુમાનજી ને પ્રસન્ન કરવા માટે શનિવારનો દિવસ ખૂબ જ શ્રેષ્ઠ છે. જો તમે આ દિવસે કોઈ ખાસ ઉપાય કરો છો તો તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ પૂર્ણ થઈ જાય છે. તો ચાલો હવે વિલંબ કર્યા વગર જાણીએ એ ઉપાય કયાં છે.
- શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈ અને કાળા ઘોડાની નાળ ચડાવી દેવી.તદુપરાંત ત્યાં બેસીને સાત વાર હનુમાન ચાલીસાના પાઠ કરવા. જો કાળા ઘોડાની નાળ ન મળે તો જૂની હોડી ની ખીલી થી બનાવેલી વીંટી ઉપયોગમાં લેવી.
- શનિવાર ના દિવસે કીડીઓ ને ભોજન આપવાનું બહુ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કાળા તલ ,ઘઉંના લોટમાં સાકર ભેળવી અને એક મિશ્રણ તૈયાર કરવું .ત્યારબાદ તે કીડીઓને આપી દેવું. તમારા જીવનના દુઃખને દર્દ ઓછા થઇ જશે.
- શનિવાર ના દિવસે સવારે વહેલા ઉઠી અને ગંગાજળથી સ્નાન કરી. પછી એક વાટકામાં સરસવનું તેલ લઇ અને તેમાં તમારો ચહેરો જુઓ ત્યારબાદ તે તેલ કોઈ ગરીબને દાન કરવું. તમારી જિંદગીની બધી જ સમસ્યા જોતજોતામાં પૂર્ણ થઇ જશે.
- શનિવારના દિવસે કુતરાને ભોજન કરાવાથી બધા જ પ્રકારની અડચણ દૂર થાય છે.એ દિવસે તમે તાજી રોટલી બનાવો અને તેમાં થોડું સરસવનું તેલ લગાવી અને કૂતરાને ખવડાવી દો. તેનાથી તમારા કાર્યમાં આવતી બધી અડચણ હવે સમાપ્ત થઈ જશે.
- શનિવારના દિવસે પીપળાના ઝાડની નીચે બે વાટ વાળો ઘીનો દીવો પ્રગટાવો. ત્યાર પછી હાથ જોડી અને હનુમાનજી નું ધ્યાન કરવું તમારી બધી જ મનોકામના ખૂબ જ જલ્દી પૂર્ણ થશે.
- જો તમારું કોઈપણ કામ પૂર્ણ ન થઈ રહ્યું હોય અને તેમાં વારંવાર અડચણ આવી રહી હોય તો આ ઉપાય કરવો. શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે ૧૦૮ પાન ની માળા બનાવી હનુમાનજી ને અર્પણ કરવી. ધ્યાનમા રહે કે, આ માળા ના દરેક પાન પર સિંદૂર લાગેલું હોવું જોઈએ. એવું કરવાથી હનુમાનજી જલ્દી જ પ્રસન્ન થશે અને તમારી બધી જ સમસ્યાઓનું નિવારણ કર આપશે.
- શનિવારના દિવસે હનુમાનજી ના મંદિરે નારિયેળ, ચણા અને ચારોલી નો પ્રસાદ ચઢાવવો ખૂબ જ શુભ ગણાય છે તેનાથી તમારી સાથે ખરાબ ચીજો નહીં થાય.