સલમાનખાન – એશ્વર્યા થી લઈને શાહરુખ, શિલ્પા સુધીના એક્ટર્સ માટે ખાસ છે દુબઈ, ખરીદી રાખી છે કરોડો રૂપિયાની પ્રોપર્ટી

સલમાનખાન – એશ્વર્યા થી લઈને શાહરુખ, શિલ્પા સુધીના એક્ટર્સ માટે ખાસ છે દુબઈ, ખરીદી રાખી છે કરોડો રૂપિયાની પ્રોપર્ટી

બોલિવૂડ સ્ટાર્સ પોતાની અમિરી માટે દુનિયાભરમાં ફેમસ છે. ધણા બોલિવૂડ સ્ટાર્સ એવા છે જેમણે ભારતમાં તો ઘણી પ્રોપર્ટી બનાવી છે. પરંતુ તેની સાથે વિદેશોમાં પણ કરોડો નાં બંગલા અને ફ્લેટ ખરીદી રાખ્યા છે. હંમેશા જોવામાં આવે છે કે, બોલિવૂડ સ્ટાર્સ વધારે માલદીવ અથવા તો દુબઈ જતા રહે છે. ઘણા સ્ટાર્સ તો એવા છે જે દુબઈન્સાથે ખાસ લગાવ ધરાવે છે. અને તેમણે દુબઈમાં ઘર ખરીદી રાખ્યા છે. તો ચાલો આજે જાણીએ બોલીવુડ નાં અમુક એવા સ્ટાર્સ વિશે જેમની દુબઈમાં કરોડોની પ્રોપર્ટી છે.

શાહરુખ ખાન

બોલિવૂડ નાં બાદશાહ એટલે કે કિંગ ખાન ને પૂરી દુનિયા જાણે છે. શાહરૂખ ખાન ની દુબઈમાં પણ ખૂબ જ સારી ફેન ફોલોઈંગ છે. અને શાહરૂખ ખાનને પણ દુબઈ ખૂબ જ પસંદ છે. શાહરૂખ ખાનનું મુંબઈ સ્થિત બંગલો મન્નત જે હંમેશા ચર્ચામાં રહ્યો છે. તો ત્યાં શાહરૂખ ખાનની દેશ-વિદેશમાં પણ ઘણી પ્રોપર્ટી છે. તેમનું દુબઈમાં પામ જુમેરહ માં ખૂબ જ શાનદાર બંગલો છે.

શિલ્પા શેટ્ટી

બોલિવૂડની હિટ અને ફિટ અભિનેત્રી નાં લિસ્ટ માં આવતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી વર્ષ ૨૦૦૯ માં બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા. રાજ કુન્દ્રાએ પોતાની પત્ની શિલ્પા ને દુબઈમાં વર્ષ ૨૦૧૦ માં લગ્નની પહેલી વર્ષગાંઠે દુનિયાની સૌથી મોટી ઇમારત બુર્જ ખલીફાનાં ૧૪૦માં માળ પર ફ્લેટ ગિફ્ટ કર્યો હતો. પરંતુ ત્યાર બાદ શિલ્પાએ તેને વેચી દીધો હતો. અને ત્યારબાદ તેમણે ફરી દુબઈ નાં પામ જુમેરાહ માં એક બંગલો ખરીદ્યો છે.

એશ્વર્યા રાય બચ્ચન અભિષેક બચ્ચન

બોલિવૂડ ની લોકપ્રિય જોડી અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન તેમણે પણ દુબઈમાં આલિશાન બંગલો ખરીદ્યો છે. જાણકારી પ્રમાણે ઐશ્વર્યા અને અભિષેકનો શાનદાર બંગલો સેન્ચ્યુરી ફોલ્સ જુમેરાહ ગોલ્ફ એસ્ટેટમાં છે. વર્ષ ૨૦૧૩ માં તેમણે રિસોર્ટ સ્ટાઈલમાં બનેલ આ બંગલો ખરીદ્યો હતો.

સલમાન ખાન

બોલિવૂડના જાણીતા અભિનેતા સલમાન ખાને દુબઈમાં શાનદાર ઘર ખરીદી રાખ્યું છે અને અન્ય બોલિવૂડ સ્ટાર્સની જેમ સલમાન ખાનને દુબઈ ખૂબ જ પસંદ છે.સલમાન ખાન દુબઈ ને હંમેશા પોતાનું સેકન્ડ હોમ જણાવે છે. તે હંમેશા દુબઈ આવતા જતા રહે છે. સલમાનખાન જ્યારે પણ દુબઈમાં જાય છે ત્યારે તે પોતાના પરિવાર અને મિત્રોની સાથે પોતાના બંગલામાં રહી અને રજાઓનો આનંદ માણે છે. જણાવી દઈએ તો સલમાન ખાન નહીં પરંતુ તેમના નાના ભાઇ સોહેલ એ પણ દુબઈમાં બુર્જ પેસિફિકમાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.

અનિલ કપૂર

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર ની પણ મુંબઈની સાથે દેશ-વિદેશમાં ઘણી પ્રોપર્ટી છે. અનિલ કપૂર બોલીવૂડ નાં એક ફેમસ અને ખૂબ જ અમીર અભિનેતા છે. જાણકારી મુજબ ૨૦૧૭ માં અનિલ કપૂરે દુબઈમાં પોતાના માટે બે બેડરૂમનો ફ્લેટ બુક કર્યો હતો. અનિલ પ્રમાણે તેની પત્નીની મદદથી તે સંભવ થયું છે. અને કપૂરે પોતાના એક ઈન્ટરવ્યું માં તે ખુલાસો કર્યો હતો કે, અભિનેતા હોવાથી તેમને બિઝનેસની વધારે જાણકારી નથી. પરંતુ તેમની પત્ની સુનીતા કપૂર તેના વિશે ધણી જાણકારી રાખે છે.

શર્લિન ચોપડા

બોલિવુડની હોટ અને બોલ્ડ અભિનેત્રી શર્લિન ચોપરાનું નામ પણ આ લિસ્ટમાં આવે છે. હંમેશા મોડલ અને એક્ટ્રેસ રહેલી શર્લિન ચોપડા પોતાની બોલ્ડ અને હોટ ફોટાઓ અને વિડિયો થી ચાહકોને પોતાના દીવાના બનાવે છે. શર્લિને પણ દુબઈમાં ઘર ખરીદી રાખ્યું છે.શર્લિને પોતાના એક ઈન્ટરવ્યું માં આ વાતનો ખુલાસો કર્યો છે કે, તેમણે દુનિયાની સૌથી ઊંચી અને શાનદાર ઈમારત બુર્જ ખલીફા માં પોતાનો એક ફ્લેટ ખરીદ્યો છે. જણાવી દઈએ તો શર્લિન એ કામસૂત્ર 3દ,, વજહ તુમ હો, દોસ્તી, રેડ અને સ્વસ્તિક જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *