સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા બાદ કરીનાએ ક્યારેય પણ અમૃતા સિંહનું મોઢું પણ નથી જોયું, કારણ જાણીને ચોંકી જશો

સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા બાદ કરીનાએ ક્યારેય પણ અમૃતા સિંહનું મોઢું પણ નથી જોયું, કારણ જાણીને ચોંકી જશો

કરિના કપુર અને સૈફ અલી ખાન બોલીવુડના સૌથી પ્રચલિત કપલ માંથી એક છે. દરેક લોકો આ કપલ સાથે જોડાયેલી દરેક વાત જાણવા માટે આતુરતાથી રાહ જોતાં હોય છે. તેમની સાથે જોડાયેલા દરેક સમાચાર આગળ ઝડપથી ફેલાતા રહે છે. એ તો દરેકને ખબર છે કે કરીના કપુર સૈફ અલી ખાનની બીજી પત્ની છે. સૈફ અલી ખાનની પહેલી પત્ની સારા અલી ખાનની માતા અમૃતા સિંહ છે.

સૈફનાં લગ્ન બાદ દરેક લોકો જાણવા માંગે છે કે સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહ અને કરીના કપુર ખાન વચ્ચે સંબંધો કેવો છે. આજે તમને તે બંનેના સંબંધો વિશે જણાવીશું. કરીના અને અમૃતા એકબીજાને નથી મળતી અને એકબીજાથી નારાજગી પણ રાખતી નથી. એજ કારણને લીધે આજ સુધી બંનેની લડાઈ અથવા કોઈપણ વિવાદની ખબર સામે આવી નથી.

આ બંને વચ્ચે અમુક રહસ્ય એવા પણ છે જે ઘણા ઓછા લોકો જાણે છે. એક વખત એક્ટ્રેસ કરિના કરણ જૌહરનાં શો કોફી વિથ કરન માં આવી હતી. ત્યાં તેમણે અમૃતાને લઈને અનેક ખુલાસા કર્યા હતા, જેને સાંભળી દરેક લોકો આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા. તેના વિશે કહેવામાં આવે છે કે કરીનાએ કહ્યું હતું અમૃતા અને સૈફના છૂટાછેડાનાં વર્ષો પછી મારી અને સૈફની મુલાકાત થઈ હતી. કરીનાએ કહ્યું હતું કે હું લગ્ન પછી અમૃતાને મળી નથી, પરંતુ તેમના પ્રતિ મારી અંદર ખુબ જ સન્માન છે.

તેની સાથે જ કરીનાએ એક ખુલાસો કરતા કહ્યું હતું કે એક વખત ફિલ્મ “કભી ખુશી કભી ગમ” નાં શૂટિંગ દરમિયાન અમૃતા પોતાની પુત્રી સારાને મારી સાથે મુલાકાત કરાવવા માટે લાવી હતી. તે સમયને પહેલી વખત તેની સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ થી આજ સુધી અમે બંને આમને-સામને આવ્યા નથી. તેની સાથે જ તેમણે કહ્યું કે જ્યારે તે પહેલી વખત સૈફને મળી હતી ત્યારે તે અમૃતા થી અલગ થઈ ગયા હતા.

કરીનાએ તે દરમિયાન અમૃતાનાં પાલન પોષણ વિશે પણ સ્પષ્ટપણે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમૃતા એક સારી માતા છે. જે રીતે સંસ્કાર તેમણે પોતાના બંને બાળકો સારા અને ઇબ્રાહીમને આપ્યા છે, તેનાથી તેમની દેખભાળ સ્પષ્ટ જોવા મળે છે. તે બંને બાળકોની સાથે મારા ખુબ જ સારા સંબંધો છે. તે હંમેશા અમારી જોડે પાર્ટી કરે છે. કરીનાએ સારાની વિશે પણ કહ્યું હતું કે સારા ખુબ જ સારી અને ટેલેન્ટેડ અભિનેત્રી છે. તે આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં બ્યુટી વિથ બ્રેઇનનું સારું કોમ્બિનેશન છે. આવુ ટેલેન્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં અનેક વર્ષો પછી મળે છે.

કરીના કપુર સાથે લગ્ન કર્યા પહેલા સૈફ અલી ખાન અને અમૃતા સિંહના લગ્ન થયા હતા. તે બંનેએ વર્ષ ૧૯૯૧માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૦૪માં કોઈ કારણથી તેમના છૂટાછેડા થઇ ગયા હતા. તે બંનેનાં બે બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન છે. ત્યારબાદ સૈફ અલી ખાને કરીના સાથે લગ્ન કર્યા હતા. કરીના આવનારા સમયમાં આમિર ખાન સાથે ફિલ્મ “લાલ સિંહ ચડ્ડા” માં જોવા મળશે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *