સૈફ અલી ખાન સાથે લગ્ન કરતાં પહેલા ૪૫ વર્ષીય કુંવારી નણંદ માટે કરીનાએ ચિઠ્ઠીમાં લખી હતી આવી વાત, હવે તે ચિઠ્ઠી આવી સામે

સૈફ અલી ખાન સાથે લગ્ન કરતાં પહેલા ૪૫ વર્ષીય કુંવારી નણંદ માટે કરીનાએ ચિઠ્ઠીમાં લખી હતી આવી વાત, હવે તે ચિઠ્ઠી આવી સામે

બોલીવુડની જાણીતી અને સૌથી સુંદર અભિનેત્રી કરીના કપુર અને સૈફ અલી ખાનનાં લગ્નને ૮ વર્ષ થી વધુ સમય થઈ ગયો છે. સૈફ અને કરિનાની જોડીને બોલીવુડમાં ખુબ જ પસંદ કરવામાં આવે છે અને આજનાં સમયની સફળ અને લોકપ્રિય જોડી છે.

સૈફ અલી ખાનનાં પરિવારનાં સદસ્યો સાથે કરિના કપુરનું સારું બોન્ડિંગ છે. સૈફ અલી ખાનની માતા એટલે કે કરીના કપુરની સાસુ શર્મિલા ટાગોર સાથે પણ સારા સંબંધો છે. કરીના કપુરની બંને નણંદ એટલે કે સબા અલી ખાન અને સોહા અલી ખાન સાથે પણ સારું બોન્ડિંગ છે. જણાવી દઈએ તો હાલમાં કરીના કપુર અને તેમની નણંદ સબા અલી ખાન ચર્ચામાં છે. સબા અલી ખાને તેની ભાભી કરીના કપુર દ્વારા આપેલી એક જૂની નોટ શેર કરી છે, જે સબા અલી ખાનને કરિના કપુરે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા પહેલા આપી હતી.

જણાવી દઈએ તો સૈફ અલી ખાન અને કરીના કપુરના લગ્ન ૨૦૧૨માં થયા હતા અને કરિના કપુર ખાનને આ નોટ ૨૦૧૧માં આપી હતી. આ જુની નોટ હવે સબા અલી ખાને બધા વચ્ચે શેર કરી છે, જેમાં કરીના કપૂરે સબા અલી ખાન વિશે લખ્યું છે અને કહ્યું છે કે પ્યારી સબા, તને જાણવું સારુ હશે. તારું નસીબ અને તારો પ્રેમ હંમેશા જળવાઈ રહે. કરીના.

જણાવી દઈએ તો ભાભી કરિના કપુર ખાને લખેલી આ નોટ સબા અલી ખાને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. તેણે આ નોટને શેર કરતાં લખ્યું છે કે, “યાદ છે”. જણાવી દઈએ કે, સબા સૈફ અલી ખાનની નાની બહેન છે અને સોહા અલી ખાન થી મોટી છે. તેણે માતા, ભાઈ-બહેન ની જેમ ફિલ્મી દુનિયામાં કારકિર્દી બનાવેલ નથી.

સબા અલી ખાન જ્વેલરી ડિઝાઇનર છે અને તેણે જણાવ્યું છે કે આ ક્ષેત્રમાં તેનું સારું નામ છે. આ કામથી તે ખુબ જ ખુશ છે અને તે કરોડો રૂપિયાની કમાણી કરે છે અને સાથે અરબો રૂપિયાની સંપત્તિની માલકીન છે.

૧૯૭૬માં જન્મેલી સબા અલી ખાન ૪૫ વર્ષની થઈ ચુકી છે. હજુ સુધી તેમણે લગ્ન કર્યા નથી. તેમનો પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે. જ્યારે તેમને લાઈમલાઈટમાં રહેવું પસંદ નથી. પારિવારિક કાર્યક્રમ અને તહેવારમાં તે પરિવારની સાથે જોવા મળે છે. સાથે જણાવી દઈએ તો તે સોશિયલ મીડિયા ઉપર ખુબ જ સક્રિય રહે છે અને અવારનવાર કંઈકને કંઈક પોસ્ટ કરતી રહે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *