સાફ અને ગ્લોઇંગ ત્વચા માટે ચહેરા ને કરો ચોખાના પાણી થી સાફ, અને જાણો તેની સાથે જોડાયેલા લાભ

સાફ અને ગ્લોઇંગ ત્વચા માટે ચહેરા ને કરો ચોખાના પાણી થી સાફ, અને જાણો તેની સાથે જોડાયેલા લાભ

ઘણા ઘરેલૂ નુસખાની મદદથી ત્વચા ને ચમકાવી શકાય છે. અને ચહેરા નાં ડાઘ ધબ્બાને દૂર કરી શકાય છે. પાકેલા ચોખાનું પાણી ચહેરા અને ત્વચા માટે ઔષધિનું કામ કરે છે. તેને ચહેરા પર લગાવવાથી ત્વચા એકદમ ગ્લોઇંગ બની જાય છે. ઘણા પ્રકારની બ્યુટી પ્રોડક્ટ બનાવવા માટે ચોખા નાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ ચોખાના પાણીના લાભ ક્યાં છે અને કઈ રીતે તેનો ઉપયોગ કરવાથી સુંદર ત્વચા મેળવી શકાય છે.

બ્લેક હેન્ડ્સ

પાકેલા ચોખાનું પાણીથી બ્લેકહેડ્સ દૂર કરી શકાય છે. આ પાણીની અંદર એંટીઓક્સીડેંટ અને વિટામિન હોય છે. જે તમારા બ્લેક હેડ્સ સાફ્ કરવામાં મદદ કરે છે. બ્લેક હેન્ડ્સ થવા પર ચોખાનું પાણી લગાવવાથી એક અઠવાડિયા સુધી એવું કરવાથી બ્લેકહેન્ડ્સ દૂર થાય છે.

રોમ છિદ્રોને ભરે છે

ચહેરા નાં રોમછિદ્રો ને ભરવા માટે ચોખાનું પાણી મદદરૂપ સાબિત થાય છે. આ પાણી ની મદદથી ખુલેલા પોર્સ બંધ થઈ જાયછે. પોર્સ ની સમસ્યા થવા પર રાતના સૂતા પહેલા તેના પર ચોખા નું પાણી લગાવી દેવું. ચોખાનું પાણી  લગાવવાથી પોર્સ બંધ થઈ જાય છે.

કરચલી અને પિમ્પલ કરે દૂર

 

કરચલી અને પિમ્પલ ને દુર કરવા માટે ચોખાનું પાણી સહાયક થાય છે. આ પાણીમાં સોડિયમ ક્લોરાઇડ સલ્ફેટ નામનું તત્વ હોય છે. જે કરચલી અને પિમ્પલસ ને દુર કરે છે. અને સ્કીન લાઈટનીંગ નું કામ કરે છે.

પ્રાકૃતિક ક્લીંજર

 

પ્રાકૃતિક ક્લીંજર નાં રૂપમાં ચોખાનાં પાણી નો ઉપયોગ કરવામાં આવે છે. રોજ સવારે તમે ઇચ્છો તો આ પાણીથી તમારો ચહેરો સાફ કરી શકો છો. ત્વચા પર તેને લગાવ્યા બાદ અશુદ્ધિઓ પણ દૂર થઈ જાય છે. એટલું જ નહીં, તે ટોનર તરીકેનું પણ કામ કરે છે.

સનબર્ન કરે દૂર

સનબર્ન દૂર કરવા માટે ગુણકારી સાબિત થાય છે. તડકામાં દાઝેલી સ્કીન પર તેનો ઉપયોગ કરવાથી આરામ પહોંચે છે. પાકેલા ચોખાના પાણીને ઠંડું કરવા માટે ફ્રિઝમાં રાખો. અને ત્યારબાદ તડકામાંથી આવ્યા બાદ તે પાણીને તમારી ત્વચા પર લગાવવું એવું કરવાથી આરામ મળે છે. અને ત્વચા એકદમ બરાબર થઈ જશે.

ત્વચામાં આવે છે નીખાર

ત્વચા માં નીખર લાવવા માટે ચોખાનાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. ડ્રાય થઈ ગયેલી ત્વચા પર ચોખાનું પાણી લગાવવાથી ત્વચા માં નિખાર આવે છે. આ પાણીમાં ફેરુલીક એસિડ, વિટામિન ઈ અને બી હોય છે. જે ત્વચામાં નિખાર લાવી છે અને ત્વચા ચમકવા લાગે છે.

આ રીતે કરો ચોખાનું પાણી તૈયાર

તમારી જરૂરિયાત મુજબ ચોખા સાફ કરી અને એક વાસણ ની અંદર નાખવા અને ત્યારબાદ પાણી ચોખા અનુસાર નાખવું. ત્યારબાદ ગેસ પર પાણી ને સારી રીતે ઉકાળવું. જ્યારે પાણી બળી જાય ત્યારે ગેસ બંધ કરી દેવો. ત્યારબાદ તેને ગાળીને પાણી ઠંડું થવા દેવું. પાણી ઠંડુ થયા બાદ તેનો ઉપયોગ કરવો. તેમજ પાકેલા ચોખાનું પણ તમે સેવન કરી શકો છો.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *