ઋષિ કપૂર શા માટે બિગ બી સામે રહેતા હતા અનક્મ્ફોરટેબલ, શું હતું બંને વચ્ચે તણાવનું કારણ

ઋષિ કપૂર શા માટે બિગ બી સામે રહેતા હતા અનક્મ્ફોરટેબલ, શું હતું બંને વચ્ચે તણાવનું કારણ

૬૭ વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહેતા ઋષિ કપૂર સારા અભિનય ની સાથેજ પોતાની નિર્દોષતા માટે પણ ઓળખતા હતા. આ વાત એમણે પોતાની ઓટોબાયોગ્રાફી ‘ખુલ્લમ ખુલ્લા’ માં પણ કરી છે. ઋષિ કપૂરે આ પુસ્તકમાં પોતાના પિતા રાજ કપૂર નાં અફેર થી લઈને પોતાના માટે એવોર્ડ ખરીદવા વિશે પણ કહ્યું છે. તેમણે બીગ બી અમિતાભ બચ્ચનની સાથે પોતાના સંબંધો પર પણ ખુલીને વાત કરી છે.

હું હંમેશા કામને લઈને ખૂબ જ જનુની રહ્યો

ઋષિ કપૂરે પોતાની ઓટોબાયોગ્રાફી માં લખ્યું છે કે, અમિતાભ બચ્ચન એક મહાન અભિનેતા છે. ૧૯૭૦ની શરૂઆતમાં તેમણે ફિલ્મોનો ટ્રેન્ડ બદલી દીધો એક્શન ની શરૂઆત તેનાથી થઈ હતી. તે સમયે તેમણે અનેક અભિનેતાને બેકાર કરી દીધા હતા. ફિલ્મોમાં મારી એન્ટ્રી ૨૧  વર્ષની ઉંમરમાં થઈ હતી. તે સમયે કોલેજ જતો એક છોકરો હીરો કહેવાતો હતો. મારી સફળતા નું રહસ્ય બસ એ છે કે, હું હંમેશાં કામને લઈને ખૂબ જ જનુની રહ્યો છું. મારા ખ્યાલ થી થી પેશન જ તમને સફળતા અપાવે છે.

મારા અને અમિતાભની વચ્ચે રહેતો હતો તણાવ

અમિતાભ બચ્ચન વિશે ઋષિ કપૂર લખે છે કે, તે દિવસોમાં અમિતાભ અને મારા વચ્ચે તણાવ રહેતો હતો. અમે ક્યારેય તેને સોલ્વ કરવાના પ્રયત્નો કર્યા નહીં. અને તે દૂર પણ થઈ ગયો. ત્યાર બાદ અમે સાથે અમર અકબર એન્થની ફિલ્મ પછી મિત્રતા થઈ ગઈ.

હું તેમને અમિતજી ને બદલે અમિતાભ કહેતો હતો

આગળ તેમણે લખ્યું છે કે, જીતેન્દ્ર સાથે મારા રિલેશન સારા હતા. પરંતુ અમિતાભ અને મારા સંબંધો થોડા તંગ હતા. હું તેમની સાથે અન કમ્ફર્ટેબલ મહેસૂસ કરતો હતો. તે મારાથી દસ વર્ષ મોટા હતા. પરંતુ હું તેમને અમિતજી ને બદલે અમિતાભ કહેતો હતો. કદાચ તે મારી ભૂલ હતી. ત્યારે શૂટિંગ નાં સમયે તો ના હું તેમની જોડે વાત કરતો હતો. કે ના તે મારી જોડે વાત કરતા હતા. ત્યારબાદ બધું બરાબર થઈ ગયું અને અમારા સંબંધો સારા થઈ ગયા. હવે તો તેમની સાથે ફેમિલી રિલેશન પણ છે. તેમની પુત્રી શ્વેતા નાં લગ્ન મારી બહેન રિતુ નંદા નાં પુત્ર નિખિલ સાથે થયા છે.

એવોર્ડ ખરીદવા પર ઉદાસ હતા અમિતાભ

ઋષિ એ પોતાના પુસ્તક ‘ખુલ્લમ ખુલ્લા’ માં અમિતાભની સાથે આ ઉદાસીનું કારણ જણાવ્યું  કે, તેમણે કહ્યું હતું કે એવું લાગે છે કે, બોબી માટે મને બેસ્ટ અભિનેતા નો એવોર્ડ મળ્યો હતો. તેનાથી અમિતાભ ઉદાસ થઈ ગયા હતા. તેમને લાગતું હતું કે, આ એવોર્ડ જંજીર માટે તેમને જરૂર મળશે. બંનેની ફિલ્મો એક જ વર્ષ ૧૯૭૩માં રિલીઝ થઈ હતી. મને તે કહેતા શરમ આવે છે કે, મે તે એવોર્ડ ખરીધ્યો હતો. તે સમયે હું ભોળો હતો. તારક નાથ ગાંધી નામ નાં એક પી.આર.ઓ એ મને કહ્યું હતું સર ૩0,000 રૂપિયા આપો તો હું આ એવોર્ડ તમને અપાવીશ મેં વિચાર્યા વગર તેમને પૈસા આપી દીધા. મારા સેક્રેટરી ઘનશ્યામ એ પણ કહ્યું હતું કે, સર પૈસા આપી દઈએ એવોર્ડ મળી જશે તેમાં શું વધો છે. અમિતાભને ત્યારબાદ કોઈની પાસે થી ખબર પડી કે મેં એવોર્ડ માટે પૈસા આપ્યા છે.ઋષિ કપૂરે તેની પર સફાઈ આપી છે. અને લખ્યું છે કે, હું એટલું કહેવા માંગું છું કે, ૧૯૭૪માં હું માત્ર ૨૨ વર્ષનો હતો. પૈસા ક્યાં ખર્ચ કરવા છે ક્યાં નહીં તેની મને ખબર પડતી ન હતી. ત્યારબાદ મને મારી ભૂલનો અહેસાસ થયો.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *