ઋષિ કપૂરની ફિલ્મ બોબી અને પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધી વચ્ચે છે ખાસ કનેક્શન, દૂરદર્શન પર આ કારણે કરવામાં આવ્યું હતું ટેલિકાસ્ટ

ગયા વર્ષ થી જ્યાં પૂરો દેશ કોરોના મહામારી સામે પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ અનેક દિગ્ગજ કલાકારો ને ગુમાવવાથી ગમમાં ડૂબેલી હતી. એક થી એક કલાકારો નાં નિધનથી દરેકને ઉદાસ કરીને રાખ્યા હતા. બોલિવૂડમાં માત્ર ૨૪ કલાકમાં પોતાના બે દિગ્ગજ કલાકારો ને ગુમાવ્યા હતા. ૨૯ એપ્રિલે ઈરફાન ખાન નું નિધન થયું. 30 એપ્રિલ ઋષિ કપૂરના નિધનથી દરેક લોકો ને એક ઝટકો લાગ્યો હતો.
આજે ઋષિ કપૂર નાં નિધન ને એક વર્ષ થઈ ગયું છે. લગભગ બે વર્ષ સુધી કેન્સર સામે લડી રહેલા ઋષિ કપૂર ૩૦ એપ્રિલે તેમણે મુંબઇની હોસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો હતો. આજે ભલે તે આપણી વચ્ચે નથી પરંતુ તેમના ચાહકો અને તેમની ફેમિલી આજે પણ તેમને ખુબ જ યાદ કરે છે. ઋષિ કપૂર નાં ગયા પછી સૌથી વધારે ઉલ્લેખ તેમની ફિલ્મોમાં થતા રોમાન્સને લઈને થઈ રહ્યો છે. તેમની રોમેન્ટિક ફિલ્મોને લઈને એક દિલચસ્પ કહાની ઇતિહાસકાર રામચંદ્ર ગુહા એ પોતાના પુસ્તક ઇન્ડિયા આફ્ટર ગાંધીમાં કહ્યું છે. ચાલો જાણીએ તેના વિશે.
ઇતિહાસકાર રામચંદ્ર ગુહા એ તત્કાલીન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધી નાં જીવન પર એક પુસ્તક લખ્યું છે. તે પુસ્તકનું નામ ઇન્ડિયા આફ્ટર ગાંધી છે. રામચંદ્ર ગુહા એ પોતાના પુસ્તકમાં રિશી કપૂરની લીડ એક્ટર ફિલ્મ બોબી અને ઈન્દીરા ગાંધીને લઈને કહાની બતાવી છે. જે અત્યાર નાં સમયમાં એક પ્રાસંગિક છે. આ દેશમાં લાગેલી આપાતકાલ દરમિયાન ની વાત છે. તે સમયે કોરોનાવાયરસ જેવી સ્થિતિ તો ન હતી. પરંતુ અમુક રાજનૈતિક કારણોને લીધે લોકો પોતાના ઘરમાં પુરાયેલા રહેવા માટે મજબૂર બન્યા હતા.
કોરોનાવાયરસ લોક ડાઉન દરમિયાન લોકો ને વ્યસ્ત રાખવા માટે અને તેમના મનોરંજન નાં ઉદ્દેશથી રામાયણ અને મહાભારતને એક વખત ફરી ચાલુ કરવામાં આવી છે. તેવી જ રીતે પૂર્વ પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીએ એક રીત થી તે સમયે રિશી કપૂરની ફિલ્મ બોબી નું દૂરદર્શન પર પ્રસારણ કર્યું હતું. તેમણે એવું એટલા માટે કર્યું હતું. કારણ કે પોતાના એક પ્રતિદ્વંદી નેતાની રેલીમાં લોકોની ભીડને રોકવા માંગતા હતા આ વાતથી રિશી કપૂરની ફિલ્મ બોબી તરફ તેમના પ્રભાવ નો અંદાજો લગાવી શકાય છે.