રોહિત સરદાના નાં પરિવારે ટ્વિટ કરીને એન્કરની સંપત્તિ વિશે જણાવ્યું, કહ્યું અમારે દયાભાવ ની જરૂર નથી પરંતુ

પત્રકાર રોહિત સરદાના નાં નિધન બાદ તેને લઈને ઘણા પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે. જેમાં તેની લાઈફ સ્ટાઈલ અને સંપત્તિને લઈને ઘણા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવેલ વિડીયો પર રોહિત સરદાના નાં પરિવારે પ્રતિક્રિયા આપી છે. જેમાં તેના પરિવાર નાં લોકોએ આ દરેક વિડિયોમાં આપવામાં આવેલ માહિતી ને ખોટી ઠરાવી છે.
રોહિત સરદાના નાં નિધન બાદ યુ ટ્યુબ પર ઘણા પ્રકાર નાં વિડીયો અપલોડ કરવામાં આવ્યા હતા. જેમાં લોકોને જણાવવામાં આવ્યું હતું કે, રોહિત સરદાના નાં પોતાના પરિવાર નાં લોકો માટે કેટલી સંપત્તિ છોડી ગયા છે. ઘણા વીડિયોમાં તેને લઈને ખોટી જાણકારી આપવામાં આવી રહી હતી. આ ખોટી જાણકારી પર હવે તેના પરિવારે પ્રતિક્રિયા આપી છે. અને ટ્વિટ કરી અને તેમના પરિવાર નાં લોકોએ રોહિત સરદાના પાસે કેટલી સંપત્તિ હતી તેના વિશે ખુલાસો કર્યો છે.
રોહિત સરદાના નાં ટ્વિટ એકાઉન્ટમાં હાલમાં જ એક ટ્વિટ કરતા તેમના પરિવારે કહ્યું છે કે, ફ્લેટ અને કાર ક્રાસિંગ રિપબ્લિકમાં ૧૪૫૦ સ્કેવર ફુટ નો ફ્લેટ EMI પર છે. ગાડી ક્રેટા EMI પર છે. સંપત્તિ માં બે દીકરીઓ અને કરોડો લોકો નો પ્રેમ છે. દયાભાવ નથી જોઈ તો પરંતુ જનાર એવી વ્યક્તિને બદનામ ન કરો જેણે વીઆઈપી કેટેગરીમાં જઈને વેક્સિન લગાવવાનું પણ યોગ્ય સમજ્યું ન હતું.
જોકે રોહિત સરદાના નાં નિધન બાદ સેલિબ્રિટી વલ્ર્ડ વેરીફાઈડ યુ ટ્યુબ ચેનલ પર ઓમ કશ્યપ અને રોહિત સરદાના બંનેમાંથી કોણ છે વધારે અમીર ? એવા શીર્ષક સાથે એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, રોહિત સરદાના લક્ઝરી આઈટમ નાં શોખીન ન હતા. તેમણે મોટી કમાણી કરી હતી. આ વિડીયોમાં રોહિત સરદાના ની સંપત્તિની કિંમત ૧૪.૫૪ કરોડ રૂપિયા જણાવવામાં આવી હતી તે આ ઉપરાંત એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે તેમની પાસે ઘણી કાર છે જેમાં મારુતિ સુઝુકી એસ કોર્સ અને બી.એમ.ડબલ્યુ x૩ સામેલ છે.
‘કુછ પલ શકુંન કે. નામની યુ ટ્યુબ ચેનલ પર પણ તેમની સંપત્તિ વિશે લોકોને ખોટી જાણકારી આપવામાં આવી હતી. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રોહિત સરદાના ની કુલ સંપત્તિ ૭૨.૭ કરોડ રૂપિયા છે. તેની પાસે ઘણી કારો છે. આ વિડીયો ફેક છે. તંગ આવીને રોહિત સરદાના નાં પરિવારના લોકોએ ટ્વિટ કરીને તે વીડિયો નું ખંડન કર્યું છે.
મહત્વની વાત છે કે, તાલ ઠોક કે અને દંગલ જેવા લોકપ્રિય શો કરનાર રોહિત સરદાના ને કોરોના થઈ ગયો. ત્યારબાદ કાર્ડિયાક અરેસ્ટ આવવાના કારણે તેમનું નિધન થઈ ગયું હતું.