RJ ના આ સવાલ પર ભડક્યા અર્જુન કપૂર, મારી દીધી જોરદાર થપ્પડ, કેમેરો પણ તોડી નાખ્યો, જુઓ વિડીયો

અર્જુન કપૂર બોલીવુડના જાણીતા અભિનેતા છે. તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર તો કઇ ખાસ કમાલ બતાવી શકતી નથી પરંતુ તે પોતાના અંગત જીવનને લઈને તે હાલના દિવસોમાં ચર્ચાનો વિષય બનતાં રહે છે. ખાસકરીને પોતાની ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરા સાથેની તેમની તસ્વીરો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. જો કે હાલના દિવસોમાં તે મલાઇકા નહી પરંતુ પોતાના ગુસ્સાના કારણે ચર્ચામાં આવેલ છે.
RJ ના આ સવાલ પર ભડક્યા અર્જુન કપૂર
ખરેખર અર્જુન કપુરનો એક વિડીયો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં તે એક RJ (રેડિયો જોકી) ને થપ્પડ મારી દે છે. ફક્ત એટલું જ નહિ તે તેમનો કેમેરો પણ તોડી નાખે છે. હકિકતમાં અર્જુન R.J. ના સવાલ પર ભડકીને આવી હરકત કરે છે. વિડિયોમાં R.J. તેમને પૂછે છે કે, “અર્જુન શું કૈરેક્ટર, વૈરેક્ટર માર્કેટમાં ખતમ થઈ ગયું છે કે શું ? જે છોકરીવાળા પાત્ર કરી રહ્યા છો આજકાલ.
મારી દીધી જોરદાર થપ્પડ
R.J નો આ સવાલ સાંભળીને અર્જુન કપૂર ભડકી જાય છે. તે તરત જ RJ ને જોરદાર થપ્પડ મારી દે છે. ત્યારબાદ તે ગુસ્સામાં કહે છે, “આ કેવો સવાલ છે, કેમેરો બંધ કર, બંધ કરો કેમેરા. આવું કહીને તે તેમનું શુટ કરી રહેલા કેમેરાને પણ તોડી નાખે છે. અર્જુનનો આવો વ્યવહાર જોઈને ત્યાં હાજર રહેલ દરેક લોકો આશ્ચર્યમાં પડી જાય છે.
જુઓ વિડીયો
આ છે પૂરો મામલો
હકિકતમાં આ વિડીયો વર્ષ ૨૦૧૬ નો છે. ત્યારે અર્જુન કપૂર અને કરીના કપૂરની “કી એન્ડ કા (ki and ka)” ફિલ્મ રીલીઝ થનાર હતી. જો કે આ ફિલ્મ ૧લી એપ્રિલ (એપ્રિલ ફૂલના દિવસે) રીલીઝ થનાર હતી. તેથી રેડિયોની પૂરી ટીમ અને અર્જુન કપૂરે R.J પર એક પ્રેંક (મજાક) કર્યો હતો. બાદમાં તેનો વિડીયો પણ દર્શકોને બતાવવામાં આવ્યો હતો. બસ આજ કારણ હતું કે અર્જુન કપૂરે સવાલ પૂછનાર R.J ને એક થપ્પડ મારી દીધી હતી. આ બધુ જ તેમના પ્રેંક (મજાક) નો જ એક ભાગ હતો.
હાલના દિવસોમાં કોરોના મહામારીના કારણે અર્જુન કપૂર પણ ઘરમાં ફ્રી બેસેલ છે. તેવામાં તે સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે. તે હાલના દિવસોમાં તેમના ફેન્સની સાથે કઇંક ને કઇંક શેર કરતાં રહે છે. હાલમાં જ તેમણે પોતાની એક તસ્વીર શેર કરીને લખ્યું હતું કે, “ તે દિવસો પણ શું દિવસો હતાં, જ્યારે તમે બહાર આઝાદ થઈને ફરી શકતાં હતાં”. તેમના કામની વાત કરવામાં આવે તો અર્જુન કપૂરને છેલ્લીવાર “પાનીપત” ફિલ્મમાં જોવામાં આવ્યા હતાં. ફિલ્મમાં તેમની સાથે સંજય દત્ત અને ક્રુતિ સેનન મહત્વની ભૂમિકામાં હતાં. ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.