ઋષિ કપુરે આખરે શા માટે જુહી ચાલવાને ઇનસિક્યોર કહી હતી, ઍક્ટ્રેસે જણાવ્યો જુનો કિસ્સો

વર્ષ ૨૦૨૦માં બોલીવુડ માટે એક મોટી દુર્ઘટના સાબિત થઈ. તે વર્ષે બોલીવુડને એક પછી એક મોટા ઝટકા મળ્યા. ઈરફાન ખાનનાં નિધન થી બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝ બહાર આવ્યું ન હતું અને ઋષિ કપૂર આ દુનિયાને અલવિદા કહી ગયા. ઈરફાન ખાન પછી રિશિ કપૂરના નિધનથી પૂરો દેશ દુઃખી હતો. ૩૦ એપ્રિલ ઋષિ કપૂર આ દુનિયાને છોડી ગયા. ઋષિ કપૂરને યાદ કરતાં બોલીવુડ અભિનેત્રી જૂહી ચાવલાએ તેમની સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો છે. જુહી ચાવલા અને ઋષિ કપૂર “શર્માજી નમકીન” માં સાથે કામ કરી રહ્યા હતા. જ્યારે ઋષિ કપુર તેને વચ્ચેથી મૂકી અને ચાલી ગયા હતા આ ફિલ્મમાં ઋષિ કપૂર ની જગ્યાએ પરેશ રાવલ જોવા મળશે.
એક મીડિયા ઇન્ટરવ્યૂમાં જુહી ચાવલાએ જણાવ્યું હતું કે ઋષિ કપૂર બહારથી જેટલા સખ્ત છે, તેટલા જ અંદરથી નરમ સ્વભાવના છે. તેમણે કહ્યું કે ઋષિ કપુર સેટ ઉપર હંમેશા તેમની મજાક કરતા હતા. એક વખત તો ઋષિ કપૂરને જુહી ચાવલાને ઇનસિક્યોર એક્ટર પણ કહ્યું હતું. જુહી ચાવલાએ કહ્યું કે ચિન્ટુજીની બોલવાની રીત ખૂબ જ અલગ હતી. જ્યારે પણ તે વાત કરતા હતા એવું લાગતું હતું કે તે પોતાના ઉપર બૂમો પાડી રહ્યા છે. તે હંમેશા બહારથી કડક જોવા મળતા હતા, પરંતુ તે એવા ન હતા. એક વખત મને તેમના વિષે ખબર પડી ગઈ કે તે કેવા છે. મને તેમની સાથે વાત કરવામાં મજા આવતી હતી.
જુહી ચાવલાએ કહ્યું કે એક દિવસ તેમણે મને ઇનસિક્યોર એક્ટર કહ્યું હતું. કારણકે હું દરેક શોટ પછી મોનિટર જોવા જતી હતી. તેમના શૉટ જબરજસ્ત હતા અને હું પરેશાન હતી કે મારા સારા જાય છે કે નહીં. પોતાની સ્ટાઈલમાં તે મારી ઉપર બૂમો પાડતા અને બોલ્યા તે મોનિટર ડાયરેક્ટર માટે છે. તમારા માટે નથી… ઇનસિક્યોર એક્ટર. તે ખૂબ જ મજાકીયા હતા. જુહી ચાવલાએ આગળ જણાવ્યું કે મેં ક્યારેય પૂછ્યું નહીં કે બહારથી આટલા કઠોર કેમ છો, પરંતુ વર્ષ દર વર્ષે હું તેને એન્જોય કરવા લાગી. કારણ કે તે ક્યુટ હતું. જુહી ચાવલા એ પણ જણાવ્યું કે ઋષિ કપૂરે તેમના ગણપતિ સેલિબ્રેશનમાં આવવા માટે કેવી રીતે કહ્યું હતું. ઋષિ કપુરે કહ્યું હતું કે, હું તને બોલાવી નહિ શકું. તારે પોતાની રીતે આવી જવું જોઈએ.
તમને જણાવી દઈએ તો લગભગ બે વર્ષ સુધી કેન્સરની જંગ લડ્યા પછી ઋષિ કપૂરનું નિધન થઈ ગયું. કેન્સરની ખબર પડ્યા પછી તે ઈલાજ માટે તેઓ ન્યુયોર્ક ગયા હતા. ત્યાંથી ઇલાજ કરાવી પાછા આવ્યા હતા, પરંતુ તેમની તબિયત ફરી થી ખરાબ થઈ ગઈ. બે વર્ષ સુધી કેન્સર સામે જંગ લડ્યા પછી તે હારી ગયા. તેમના ચાહકો આજે પણ તેમને યાદ કરે છે અને તેમની યાદો દરેક ફેન્સનાં દિલોમાં આજે પણ છે.